android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: વર્ષ 2025 : પાટણમાં 10,267 બાળકોના જન્મ સામે 1,386 લોકોનાં મૃત્યુ નોંધાયા
calendar_today January 2, 2026

Patan: વર્ષ 2025 : પાટણમાં 10,267 બાળકોના જન્મ સામે 1,386 લોકોનાં મૃત્યુ નોંધાયા

પાટણ નગરપાલિકાએ વર્ષ 2025ના જન્મ અને મરણ નોંધણીના આંકડા જાહેર કર્યા છે. પાટણ નગરપાલિકાના જણાવ્યા મુજબ પાટણ શહેરમાં વર્ષ દરમ્યાન કુલ 10,267 બાળકોના જન્મ નોંધાયા છે જ્યારે 1,386 લોકોના મૃત્યુ થયા છે. જન્મેલા બાળકોમાં 4,788 દીકરીઓ અને 5,479 દીકરાઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2025માં સૌથી વધુ 1,363 બાળકોનો જન્મ થયો હતો, જ્યારે નવેમ્બર 2025માં 1,099 બાળકો જન્મ્યા હતા. અન્ય મહિનાઓમાં સરેરાશ 600 થી 900 જન્મ નોંધાયા હતા.પાટણ નગરપાલિકા વિસ્તારમાં મૃત્યુના આંકડા મુજબ કુલ 1,386 વ્યક્તિઓના મૃત્યુ નોંધાયા છે. જેમાં 547 સ્ત્ર્રીઓ અને 839 પુરુષોનો સમાવેશ થાય છે. એક વર્ષથી ઓછી વયના 42 શિશુ મૃત્યુ અને 1 થી 5 વર્ષની વયના 8 બાળકોના મૃત્યુ નોંધાયા છે. વર્ષ દરમિયાન કુલ 158 મૃત જન્મ (Still Birth)ના કિસ્સાઓ પણ સરકારી ચોપડે નોંધાયા છે. નગરપાલિકાને જન્મ અને મરણ પ્રમાણપત્રો તથા નોંધણી ફી પેટે કુલ 3,79,300 રૂપિયાની આવક થઈ છે. આમાં મોડી નોંધણી ફીના 5,310 રૂપિયા અને પ્રમાણપત્ર ફીના 3,73,990 રૂપિયાનો સમાવેશ થાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: અડીયા જૂથ અથડામણ કેસ : 6 આરોપીઓ ધરપકડ બાદ એક દિવસના રિમાન્ડ પર
calendar_today January 2, 2026

Patan: અડીયા જૂથ અથડામણ કેસ : 6 આરોપીઓ ધરપકડ બાદ એક દિવસના રિમાન્ડ પર

હારીજ તાલુકાના અડિયા ગામે રાત્રીના સમયે કુરેજા ગામના ત્રણ યુવાનો નોનવેજની હોટલ પર જમવા ગયાં બાદ બીલ ચુકવવા પાંચસોની નોટ આપી હતી જેને લઈ છુટ્ટા પૈસાની મગજમારી થતાં હોટલ માલિક પિતા અને બે પુત્રો સહિત 20 લોકોના ટોળા દ્વારા જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે પોલીસ ફરીયાદ નોંધાવવા પોલીસે 6 આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કુરેજા ગામના અજય જી ઠાકોર તેમના બે મિત્રો સાથે અડિયા ગામે નોનવેજ ની હોટલ પર જમવા ગયા હતા અને પાંચસોની નોટ આપતા છૂટા પૈસાની લેવડદેવડ બાબતે હોટલ માલિક પિતા અને તેના બે પુત્રો સાથે બબાલ થતાં ત્રણે દ્વારા અપ શબ્દો બોલી માર મારતા ત્રણેય જણ ત્યાંથી નીકળી ગયા હતા અને બાદમાં અજય ઠાકોરે તેના ભાઈને ફોન કરતા તેના ભાઈ સહિત અન્ય રીક્ષા ચાલક જયંતીભાઈ પરમાર હોટલ પર આવ્યા હતા તે દરમિયાન પિતાને બે પુત્રો અને અન્ય 20 લોકોના ટોળા દ્વારા તારી યાદ સરા અને પાઈપો લઈ હુમલોક કરતા ત્રણેય લોહી લુહાણ હાલતમાં થઈ જતા 108 માં સારવાર અર્થે ખસેડયા હતા. આ અંગે 7 સામે નામજોગ અને 20 ના ટોળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હૈદરભાઈ ઈબ્રાહીમભાઇ સિપાઈ, અશરદખાન હૈદરખાન સિપાઈ, ગુલઝરખાન હૈદરખાન સિપાહી, હાબીબપ્રિયા ઈબ્રાહીમખાન સિપાઈ, શેહમદખાન હબિબખાન સિપાઈ અને પરવેઝબાન ની ધરપકડ કરી લીધી હતી અને શુક્રવારે તમામને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસની ગંભીરતા અને સંવેદનશીલતા જોઈને તપાસ નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકાને સોંપવામાં આવી છે પરંતું આ ઘટના બને અને ફરીયાદ દાખલ કર્યાને 48 કલાક જેટલો સમય વિતવા છતાં પોલીસ નામજોગ 7 માંથી બાકી 1 આરોપીની ધરપકડ કરી શકી નથી તેમજ ફરીયાદમાં જે 20 વ્યક્તિઓના ટોળાનો ઉલ્લેખ કરાયો છે તે ટોળામાં વિસેક જેટલા હુમલો કરનાર શખ્સો કોણ હતા તેની ઓળખ પણ કરી શકી નથી. નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા આરોપીઓને પકડવામાં હજુ કેટલા દિવસ વિતાવશે તે તો આવનાર સમય જ બતાવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: શિહોરી રોડ પર ઓવરલોડ રેતી ભરેલા ત્રણ ડમ્પરો સામે ખાણખનીજ વિભાગની કાર્યવાહી
calendar_today January 2, 2026

Patan: શિહોરી રોડ પર ઓવરલોડ રેતી ભરેલા ત્રણ ડમ્પરો સામે ખાણખનીજ વિભાગની કાર્યવાહી

પાટણ-શિહોરી હાઈવે રોડ પર ખાણખનીજ વિભાગ દ્વારા ઓવરલોડ રેતીના ગેરકાયદેસર પરિવહન સામે કાર્યવાહી કરવામાં આવી છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સમાલપાટી વિસ્તારમાં ખાણખનીજ વિભાગની ટીમે ઓવરલોડ રેતી ભરેલા ત્રણ ડમ્પરોને ઝડપી પાડયા હતા. મળતી માહિતી મુજબ, પાટણ ખાણખનીજ વિભાગના માઈન્સ સુપરવાઈઝર અશોક ચૌધરી તથા વિષ્ણુજી ઠાકોર દ્વારા શિહોરી-પાટણ હાઈવે પરથી પસાર થતા ડમ્પરોને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ડમ્પર નં. GJ-24-753, ASO-20C-6704 અને DD-02-9934 ને વજન કાંટા પર તોલવામાં આવ્યા હતા. વજન કાંટા ઉપર તપાસ કરતાં ત્રણેય ડમ્પરોમાં નિર્ધારિત મર્યાદાથી વધુ રેતી ભરેલી હોવાનું સામે આવતાં અંદાજે સવા બે લાખ રૂપિયાનો દંડ ફ્ટકારવામાં આવ્યો હતો. ખાણખનીજ વિભાગની આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન તથા ઓવરલોડ વાહનચાલકોમાં હડકંપ મચી ગયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward