android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bodeli:ઓરસંગ નદી ઉપર 500 મી. લાંબા બ્રિજ સહિત પાંચ ફ્લાયઑવર બનશે
calendar_today January 2, 2026

Bodeli:ઓરસંગ નદી ઉપર 500 મી. લાંબા બ્રિજ સહિત પાંચ ફ્લાયઑવર બનશે

બોડેલી તાલુકાના જબુગામથી નસવાડી તાલુકાના ધામસીયા સુધી ને.હા.નં.56ના ફોરલેનની કામગીરીમાં જબુગામ ઓરસંગ નદીમાં 500 મીટર લાંબા બ્રિજ સહિત પાંચ ફ્લાય ઓવરબ્રિજ બનશે.જબુગામથી ધામસીયા સુધી 38 કિ.મી.નો ફોરલેન રસ્તો રૂા.1188.48 કરોડના માતબર ખર્ચે બનતા બોડેલી તાલુકાની 3 જગ્યા ઉપર અને નસવાડી તાલુકાના બે જગ્યા ઉપર ફ્લાય ઓવરબ્રિજ બનશે. ત્યારે આ ફોરલેન માર્ગ પર જબુગામ ઓરસંગ નદી પર નવો બ્રિજ બનવાનો શરૂ થયો છે. જબુગામ-ધામસીયાના 38 કિ.મીનો ફોરલેન રસ્તો રૂા.1188.48 કરોડના ખર્ચે મંજૂર થતાં 2000 જેટલા વૃક્ષો કાપી વનવિભાગને તેના લાકડાં સોંપી દીધા છે. જબુગામ-ધામસીયા વચ્ચે આખો રસ્તો 20 મીટરની પહોળાઈમાં ફોરલેન બનાવવાની કામગીરી શરૂ થઈ છે. આ નવીન રસ્તો બનવાથી વર્ષોથી હેરાન થતા વાહનચાલકોને, ટ્રાન્સપોર્ટરોને મોટી રાહત થશે. જબુગામ ઓરસંગ નદીમાં 500 મીટર લાંબો બ્રિજ બનાવવાની કામગીરી હાલ શરૂ થઈ છે. આમ તો આ બ્રિજ અને સમગ્ર માગૅની સમયમર્યાદા બે વર્ષની છે પરંતુ આ બ્રિજ એક વર્ષમાં જ પૂર્ણ કરી દેવાની NHAIના પ્રોજેક્ટ ડિરેક્ટર અનુજ શર્માએ જણાવ્યું હતું. હાલ નવીન બ્રિજના ફાઉન્ડેશનનું કામ ચાલે છે. જબુગામ ઓરસંગ નદીમાં 500 મીટર લાંબો બ્રિજ ઉપરાંત ખોડીયા ગામ પાસે બાયપાસ ફ્લાય ઓવરબ્રિજ, કોસિન્દ્રા ગામ પાસે 1 ઓવરબ્રિજ અને વાસણા પાસે એક ફ્લાય ઓવરબ્રિજ બનશે. નસવાડીના કલેડીયા ચોકડી પાસે 100 મીટર લંબાઈમાં એક ફ્લાય ઓવરબ્રિજ અને નસવાડી પેટ્રોલપંપ ચોકડી પાસે એક ફ્લાય ઓવરબ્રિજ બનશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi:ખાતે મદદનીશ ખેતી નિયામકની કચેરીના ખસ્તા હાલ
calendar_today January 2, 2026

Dabhoi:ખાતે મદદનીશ ખેતી નિયામકની કચેરીના ખસ્તા હાલ

ડભોઈ મદદનીશ ખેતી નિયામકની કચેરી બની મોતના સમાન ગમે ત્યારે સર્જાઈ શકે છે. મોટી હોનારત ડભોઈ ગુજરાત સરકાર એક તરફ ડિજિટલ ઇન્ડિયા અને આધુનિક કચેરીઓના દાવા કરી રહી છે. ત્યારે બીજી તરફ ડભોઈની મદદનીશ ખેતી નિયામકની કચેરી તંત્રની ઘોર બેદરકારીનો નમૂનો બની રહી છે. વર્ષો જૂની આ કચેરી હાલ જર્જરિત હાલતમાં છે. છત પરથી સિમેન્ટના પોપડા ઉતરી રહ્યા છે, જેના કારણે અહીં આવતા ખેડૂતો અને કર્મચારીઓના જીવ જોખમમાં મુકાયા છે.આ કચેરી માત્ર ડભોઈ પૂરતી મર્યાદિત નથી. અહીં ડભોઈ, શિનોર, વાઘોડિયા અને કરજણ એમ ચાર મહત્વના તાલુકાના ખેતીવાડીને લગતા કામો થાય છે. રોજના સેંકડો ખેડૂતો પોતાની અરજીઓ અને પ્રશ્નો લઈને અહીં આવે છે, પરંતુ કચેરીની હાલત જોઈને તેમને ફળ પડે છે. મુખ્ય સમસ્યામાં ઓફ્સિમાં બેસવાની જગ્યાએ જ ઉપરથી પોપડા ખરી રહ્યા છે. અનેકવાર ચાલુ કામકાજ દરમિયાન પોપડા પડવાની ઘટનાઓ બની છે. ચોમાસા દરમિયાન છત પરથી પાણી ટપકે છે, જેના કારણે ખેડૂતોના મહત્વના રેકોર્ડ અને સરકારી દસ્તાવેજ પલળીને નાશ પામી રહ્યા છે. સ્થાનિક સ્તરે આ આખી ઇમારતને કન્ડમ (વપરાશ માટે અયોગ્ય) માનવામાં આવે છે. છતાં પણ અહીં જીવના જોખમે વહીવટી કામ ચલાવવામાં આવી રહ્યું છે. આ કચેરીને નવી બનાવવા માટે અને રિપેરિંગ માટે અધિકારીઓ દ્વારા લેખિત રજૂઆતો કરાઇ છે. રાજ્યમાં અન્ય કચેરીઓ આધુનિક બને છે, પરંતુ ચાર-ચાર તાલુકાના ખેડૂતોની ચિંતા કરતી આ કચેરી માટે સરકાર પાસે હજુ સુધી બજેટ કે, સમય નથી તેમ જણાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudaypur:સંખેડા ખાતે ઓરસંગ નદીમાં રેતીનું પ્રમાણ ઘટતા ખેડૂતોની હાલત કફોડી
calendar_today January 2, 2026

Chhotaudaypur:સંખેડા ખાતે ઓરસંગ નદીમાં રેતીનું પ્રમાણ ઘટતા ખેડૂતોની હાલત કફોડી

સંખેડા ઓરસંગ નદીમાં રેતીનું પ્રમાણ ઘટતા નદીના પટ વિસ્તારની હાલત કફોડી બની છે. મોટાભાગના વિસ્તારમાં પથરા જોવા મળી રહ્યા છે. જેના કારણે ઓરસંગ નદીના પટ વિસ્તારોમાં તડબૂચ, સક્કર ટેટી તેમજ કાકડી, દેશી ચોરાની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. રેતીનું પ્રમાણ ખૂબ નહીવત હોવાના કારણે તડબૂચ અને સક્કર ટેટીના ખેડૂતોને કાકડી અને દેશીચોરાની ખેતી પર નિર્ભર રહેવું પડે છે.સંખેડા ઓરસંગ નદીના પટ વિસ્તારમાં દિન પ્રતિદિન રેતીનું પ્રમાણ ઘટવાને કારણે મોટાભાગના વિસ્તાર બંજર અને પથરાળ બન્યા છે. જેના કારણે નદી પટ માં તડબૂચ, ટેટી, કાકડી, દેશીચોરા સહિત શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. રેતીનું પ્રમાણ ઘટવાને કારણે પાણીના ભેજની સંગ્રહ શક્તિ ઘટતા ખેડૂતો તડબૂચ અને ટેટીના પાકોથી વંચિત બન્યા છે. હાલમાં નદી પટમાં રેતીનું પ્રમાણ નહીવત હોવાને કારણે પથરાળ જમીનમાં દેશી ચોરા અને કાકડીના પાકોની ખેતી ઉપર ખેડૂતોને નિર્ભર રહેવાનો વારો આવ્યો છે.સંખેડાની રેતી, બેટી, અને ટેટી સુવિખ્યાત હતી એક સમય હતો જ્યારે, સંખેડા ઓરસંગ નદીના પટ વિસ્તારમાં મુલાયમ માખણિયા રેતીનું સામ્રાજ્ય છવાયેલું હતું. ત્યારે એક કહેવત સંખેડાની રેતી, બેટી, અને ટેટી સુવિખ્યાત હતી. આજે ઓરસંગ નદી પટ વિસ્તારમાં રહેલી મુલાયમ રેતીના અસ્તિત્વ ઉપર સંકટ મંડરાઇ રહ્યું છે. રેતીનું પ્રમાણ ઘટતા ભૌગોલિક સ્થિતિ બદલાતા પથરાળ જમીન જોવા મળી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward