Gandhinagar: સેક્ટર-10 એક્ઝિબિશન સેન્ટરનો પાંચ કરોડથી વધુનો ઘરવેરો ભરવાનો બાકી
સેક્ટર-10માં આવેલા એક્ઝિબિશન સેન્ટરનો પાંચ કરોડ ઉપરાંતનો પ્રોપર્ટી ટેક્ષ બાકી બોલે છે. પાંચ વર્ષથી પણ વધુ સમયથી પ્રોપર્ટી ટેક્ષ ભરવામાં આવ્યો નથી.કોર્પોરેશન દ્વારા બાકીદારોને નોટિસ ફટકારવામાં આવી છે તે રીતે એક્ઝિબિશન સેન્ટરના બાકી વેરા વસુલી માટે પણ નોટિસ બજાવવામાં આવી છે. મિલકત વેરાની પાંચ કરોડ જેટલી મોટી રકમની વસુલાત કરવાની હોવાથી તંત્ર પણ નોટિસ પછીની પ્રક્રિયા માટે રાહ જોઈને બેઠું છે. સેક્ટર-10 સ્થિત એક્ઝિબિશન સેન્ટરનું સંચાલન આમ ઈન્ડેક્સ-બી કરે છે, ઈન્ડેક્સ-બીએ એક્ઝિબિશન સેન્ટર કે એન્ડ ડી કોમ્યુનિકેશનને કોન્ટ્રાક્ટ બેઝથી આપ્યો હોવાની વિગત છે. પાંચ વર્ષથી આ એજન્સીએ એક્ઝિબિશન સેન્ટરનો મિલકતવેરો ભર્યો નથી. ગત વર્ષે જેમ તેમ કરીને વેરાની કુલ બાકી રકમમાંથી 40 લાખની વસૂલાત આવી શકી હતી. એ પછી પણ પાંચ કરોડ જેટલી જંગી રકમ વેરાની બાકી બોલે છે. પ્રતિ વર્ષ 75 લાખનું પ્રોપર્ટી ટેક્ષનું બિલ બને છે. કરોડોની લેણી નીકળતી રકમમાંથી માંડ 40 લાખ કોર્પોરેશનની તિજોરીમાં આવી શક્યા હતા. ત્યાં બાકી વેરાની રકમમાં બીજી વધુ રકમનો ઉમેરો થઈ જવા પામ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward