android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratમાં ગુનેગારો બેફામ! 48 વર્ષીય બિલ્ડર પર ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી હત્યારાઓ ફરાર, સારવાર દરમિયાન નીપજ્યું મોત
calendar_today September 1, 2026

Suratમાં ગુનેગારો બેફામ! 48 વર્ષીય બિલ્ડર પર ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી હત્યારાઓ ફરાર, સારવાર દરમિયાન નીપજ્યું મોત

સુરત શહેરમાં ગુનાખોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર 48 વર્ષીય બિલ્ડર ફૈઝલ ફટ્ટા પર અજાણ્યા હુમલાખોરોએ ચપ્પુ વડે જાનલેવા હુમલો કર્યો હતો. હુમલાખોરોએ વચલા રસ્તે બિલ્ડર પર ઉપરા છાપરી ચપ્પુના અસંખ્ય ઘા ઝીંકી દીધા હતા અને ઘટનાને અંજામ આપીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ સરેઆમ હુમલાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને સનસનાટીનો માહોલ ફેલાઈ ગયો હતો.ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયાહુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા અને લોહીલુહાણ હાલતમાં બિલ્ડર ફૈઝલ ફટ્ટાને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, શરીર પર ઊંડા ઘા વાગ્યા હોવાથી અને વધુ પડતું લોહી વહી જવાના કારણે હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. બિલ્ડરના મોતની ખબર મળતા જ તેમના પરિવારજનો અને સ્નેહીજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, જેના કારણે હોસ્પિટલ પરિસરમાં ગમગીની છવાઈ ગઈ હતી.આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાનબ્રિજ પર હત્યાની આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ચોક બજાર પોલીસ મથકનો કાફલો તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને હત્યારાઓની ઓળખ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. જૂની રંજિશ, અંગત અદાવત કે નાણાકીય લેવડદેવડના કારણે આ હત્યા થઈ છે કે કેમ તે તમામ દિશાઓમાં ચોક બજાર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો : Ahmedabad News : 1 ભૂલ અને ભરવો પડશે 1,000 રૂપિયાનો દંડ, ધો. 10 અને 12ના પેપર તપાસમાં લોચા મારનારા શિક્ષકો સામે બોર્ડની લાલ આંખ

Read Full Story arrow_forward
Surat News: શહેરમાં ડેન્ગ્યુ અને ટાઈફોઈડે મચાવ્યો કહેર, 8 વર્ષીય બાળકી સહિત 3 દર્દીઓના મોત
calendar_today September 1, 2026

Surat News: શહેરમાં ડેન્ગ્યુ અને ટાઈફોઈડે મચાવ્યો કહેર, 8 વર્ષીય બાળકી સહિત 3 દર્દીઓના મોત

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બદલાતી મોસમ અને પીવાના દૂષિત પાણીના પ્રશ્ને ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.જેના કારણે શહેરમાં રોગચાળો બેકાબૂ બન્યો છે.શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ અસહ્ય કહેર મચાવ્યો છે.જેમાં માત્ર ટૂંકા સમયગાળામાં 8 વર્ષની એક માસૂમ વિદ્યાર્થીની સહિત કુલ ત્રણ લોકોનાં આકસ્મિક મોત નીપજતાં વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.સુરત શહેરમાં ડેન્ગ્યુ અને ટાઈફોઈડનો કહેરમળતી માહિતી મુજબ,શહેરમાં ફેલાયેલી બિમારીઓની ઝપેટમાં આવવાથી જીવ ગુમાવનાર દર્દીઓમાં મુખ્યત્વે ડેન્ગ્યુ અને ટાઈફોઈડ જેવા ગંભીર રોગો સામે આવ્યા છે.હોસ્પિટલના સૂત્રો દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે મૃત્યુ પામેલા દરદીઓ પૈકી એક દર્દીનું ડેન્ગ્યુના ઉપદ્રવના કારણે જ્યારે અન્ય એક દર્દીનું ટાઈફોઈડની ગંભીર બિમારીના કારણે મૃત્યુ થયું છે.નાની વયે બાળકી સહિત ત્રણ વ્યક્તિઓનાં મોત થવાથી તેમના પરિવારજનોમાં શોકની કાળી ડિબાંગ છવાઈ ગઈ છે. શહેરમાં રોગચાળો વકરતાની સાથે જ નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. મનપાનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાંઓપીડી વિભાગમાં ઝાડા-ઉલટી, તાવ, કમળો અને ટાઈફોઈડ-ડેન્ગ્યુના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં અણધારો વધારો થયો છે. બંને મોટી સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.આરોગ્ય નિષ્ણાતોના અનુમાન મુજબ શહેરના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનોમાં ગટરનું પાણી ભળી જવાથી અથવા શુદ્ધ પાણીનો પૂરતો પુરવઠો ન મળવાના કારણે આ પ્રકારે ભયાનક બિમારીઓ ફેલાઈ રહી છે.પ્રદૂષિત પાણી અને મચ્છરોના ઉપદ્રવના કારણે માંદગીના ખાટલા ખડકાયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સફાળું દોડતું થઈ ગયું છે. ફોગિંગ અને દવા છંટકાવની કામગીરીમનપા દ્વારા રોગચાળાને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે પગલાં ભરવાની શરૂઆત કરવામાં આવી છે.પ્રભાવિત વિસ્તારોમાં ક્લોરિનેશનની કામગીરી,પીવાના પાણીના સેમ્પલ ચકાસણી તેમજ મચ્છરોના ઉપદ્રવને નાથવા માટે ધુમાડો અને દવા છાંટવાની કામગીરી સઘન બનાવવામાં આવી છે. લોકોને ઉકાળેલું પાણી પીવા અને સાવચેતી રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચોઃ Ahmedabad News: સ્ટેમ્પ ડ્યુટી કેસમાં બેદરકારી સામે IAS બીજલ શાહની હાઈકોર્ટે ઝાટકણી કાઢી

Read Full Story arrow_forward
અત્યંત દુઃખદ સમાચાર / અવસાન નોંધ
calendar_today September 1, 2026

અત્યંત દુઃખદ સમાચાર / અવસાન નોંધ

સુતાર ૨૭ સમાજના સભ્યોને સખેદ જણાવવાનું કે આપણા સમાજના મુરબ્બી શ્રી અમૃતલાલ ચુનીલાલ સુથાર (મૂળ ગામ: ડોભાડા, હાલ: ખેડબ્રહ્મા) નું ગઈકાલે દુઃખદ અવસાન થયેલ છે. સમાજના તમામ ભાઈ-બહેનોને આ અશુભ સમાચારની નોંધ લેવા વિનંતી છે. સ્વર્ગસ્થની અંતિમયાત્રા અને સંપર્કની વિગતો નીચે મુજબ છે: અંતિમયાત્રા તારીખ: ૦૧-૦૯-૨૦૨૬ અંતિમયાત્રા સમય: સવારે ૮:૦૦ વાગ્યે સ્થળ: નવમારવાડા, ખેડબ્રહ્મા સંપર્ક (પરિવાર): અલ્પેશ સુથાર - ૯૯૨૫૬૭૧૬૨૩ સુતાર ૨૭ સમાજ પરિવાર તરફથી દિવ્ય આત્માની શાંતિ અર્થે પ્રાર્થના. ?

Read Full Story arrow_forward