android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sabarkantha : હિંમતનગરમાં ઝેરી દૂધ મામલે ઉગ્ર વિરોધ, જિલ્લા કલેક્ટર કચેરીએ દૂધની મટકી ફોડી
calendar_today February 7, 2026

Sabarkantha : હિંમતનગરમાં ઝેરી દૂધ મામલે ઉગ્ર વિરોધ, જિલ્લા કલેક્ટર કચેરીએ દૂધની મટકી ફોડી

સાબરકાંઠા જિલ્લામાં ઝેરી અને કેમિકલયુક્ત દૂધ ઝડપાવાના મામલે આજે હિંમતનગરમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રાંતિજના એક યુવક દ્વારા દૂધની મટકી ફોડી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.સલાલ વિસ્તારમાંથી હજારો લિટર કેમિકલયુક્ત અને ઝેરી દૂધ ઝડપાયું હતું ગત રોજ પ્રાંતિજ તાલુકાના સલાલ વિસ્તારમાંથી હજારો લિટર કેમિકલયુક્ત અને ઝેરી દૂધ ઝડપી પાડવામાં આવ્યું હતું. ફૂડ વિભાગની તપાસ દરમિયાન જિલ્લામાં કુલ 1300 લીટરથી વધુ ઝેરી દૂધ ઝડપાયું હોવાનું સામે આવ્યું છે, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુવકે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દૂધની મટકી ફોડી સરકાર અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો આજે પ્રાંતિજના યુવકે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દૂધની મટકી ફોડી સરકાર અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. યુવકનું કહેવું છે કે લોકોના આરોગ્ય સાથે સીધો ખેલ થઈ રહ્યો છે છતાં ફૂડ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની શક્યતા ઝેરી અને કેમિકલયુક્ત દૂધના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની શક્યતા છે. ફૂડ વિભાગની નિષ્ક્રિયતા સામે અનેક પ્રશ્નો જિલ્લામાં ઝેરી દૂધનો પર્દાફાશ થયા બાદ પણ ફૂડ વિભાગની નિષ્ક્રિયતા સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકો તાત્કાલિક કડક કાર્યવાહી અને દોષિતો સામે કાનૂની પગલાંની માંગ કરી રહ્યા છે..આ પણ વાંચો----    Patan : ઠાકોર સમાજના બંધારણના ફરી ધજાગરા ઉડ્યા, શંખેશ્વરમાં DJના તાલે જન્મદિવસની ઉજવણી કરાઇ

Read Full Story arrow_forward
Surat પોલીસનો સપાટો, ચોરીની દેશી બંદૂક સાથે ફરતા ઈસમને રાંદેર પોલીસે રંગેહાથ પકડ્યો
calendar_today February 7, 2026

Surat પોલીસનો સપાટો, ચોરીની દેશી બંદૂક સાથે ફરતા ઈસમને રાંદેર પોલીસે રંગેહાથ પકડ્યો

સુરત શહેરમાં ગેરકાયદેસર હથિયારો વિરુદ્ધ પોલીસ સખત કાર્યવાહી કરી રહી છે, જે અંતર્ગત રાંદેર પોલીસ સ્ટેશનની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાંદેર વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી, જેમાં સમીર ઉર્ફે બોટલો શેખ નામના શખ્સને દેશી બંદૂક (તમંચા) સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી આ હથિયાર સુરતના બજારમાં વેચવાના ઈરાદે ફરી રહ્યો હતો, પરંતુ તે પોતાના મનસૂબામાં સફળ થાય તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો હતો.સુરત પોલીસનો સપાટો પકડાયેલા આરોપી સમીર ઉર્ફે બોટલો શેખે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે આ દેશી બંદૂક તે મધ્યપ્રદેશ (MP) ખાતેથી ચોરી કરીને લાવ્યો હતો. સુરતમાં આ હથિયાર કોને આપવાનું હતું અથવા તેનો ઉપયોગ કયા ગુનામાં થવાનો હતો તે દિશામાં હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાંદેર પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને તેની પાસેથી હથિયાર જપ્ત કર્યું છે અને આ નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો : Morbi માં 'ચેલેન્જ' પોલિટિક્સનો બીજો રાઉન્ડ, લાલજી દેસાઈના નિવેદન બાદ કિસાન સંઘર્ષ સમિતિ મેદાનમાં

Read Full Story arrow_forward
Rajkot News: રામેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરનાર બે તસ્કરો CCTVના આધારે ઝડપાયા
calendar_today February 7, 2026

Rajkot News: રામેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરનાર બે તસ્કરો CCTVના આધારે ઝડપાયા

રાજકોટ શહેરમાં મંદિરોને નિશાન બનાવતી તસ્કર ટોળકી સામે ભક્તિનગર પોલીસે લાલ આંખ કરી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પુનિત સોસાયટીમાં સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરનાર બે રીઢા તસ્કરોને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસો પહેલા રાત્રીના સમયે તસ્કરોએ રામેશ્વર મહાદેવ મંદિરના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો.રામેશ્વર મંદિરમાં તસ્કરોએ કરી હતી ચોરીસમગ્ર ચોરીની ઘટના મંદિરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તસ્કરો અત્યંત બેખૌફ બનીને મંદિરની દાનપેટી તોડી રહ્યા છે અને તેમાંથી રોકડ રકમની ચોરી કરી રહ્યા છે. આ ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ભક્તિનગર પોલીસે તપાસ તેજ કરી હતી. ભક્તિનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી બે શખ્સો મેહુલ ઉર્ફે ભૂરી જેઠવા અને ભરત પરમારની ધરપકડ કરી છે. મેહુલ ઉર્ફે ભૂરી જેઠવા, ભરત પરમારની ધરપકડપોલીસ પૂછપરછમાં આ બંને આરોપીઓએ રામેશ્વર મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત કરી છે. તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ ચાલી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ જોડીએ શહેરના અન્ય કોઈ મંદિરોમાં કે રહેણાંક વિસ્તારોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે કે કેમ. ધાર્મિક સ્થળમાં ચોરીની આ ઘટના બાદ ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો, પરંતુ પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward