android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
અમદાવાદમાં સધર્ન કમાન્ડનો ભવ્ય એવોર્ડ સમારોહ, 34 જવાનો અને 33 યુનિટોનું શૌર્ય સન્માન
calendar_today February 7, 2026

અમદાવાદમાં સધર્ન કમાન્ડનો ભવ્ય એવોર્ડ સમારોહ, 34 જવાનો અને 33 યુનિટોનું શૌર્ય સન્માન

અમદાવાદમાં 06-07 ફેબ્રુઆરી 2026 ના રોજ સધર્ન કમાન્ડનો એવોર્ડ સમારોહ યોજાયો હતો. સમારોહ દરમિયાન, લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ, PVSM, UYSM, AVSM, જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, સધર્ન કમાન્ડે 34 ઉત્કૃષ્ટ લશ્કરી કર્મચારીઓને તેમની બહાદુરી, હિંમત અને રાષ્ટ્ર પ્રત્યેની વિશિષ્ટ સેવા બદલ સન્માનિત કર્યા.

Read Full Story arrow_forward
Banaskantha News : આદ્યશક્તિ ધામ અંબાજીનું હોલિસ્ટિક અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ થઈ રહ્યુ છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
calendar_today February 7, 2026

Banaskantha News : આદ્યશક્તિ ધામ અંબાજીનું હોલિસ્ટિક અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ થઈ રહ્યુ છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવશાળી સમારોહના અધ્યક્ષ સ્થાનેથી સ્પષ્ટપણે જણાવ્યું કે, આદ્યશક્તિના પરમ ઉપાસક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આદ્યશક્તિપીઠ અંબાજીનું હોલિસ્ટિક અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી સાથે આ બહુવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ સર્વ પ્રવીણભાઈ માળી, ડૉ. જયરામભાઈ ગામીત, કમલેશભાઈ પટેલ, સ્વરૂપજી ઠાકોર અને બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્યો, પદાધિકારીઓ પણ સહભાગી થયા હતા. અંબાજી ધામના વિકાસ માટેનું વડાપ્રધાનનું વિઝન સાકાર થઈ રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદ્યશક્તિની આરાધના અને સોમનાથ સ્વાભિમાન પર્વથી લઈને દેશના યાત્રાધામોના નવિનીકરણના કામો ‘વિકાસ ભી વિરાસત ભી’ના મંત્ર સાથે હાથ ધર્યા છે. કાશી વિશ્વનાથ કોરિડોર, મહાકાલ લોક, કેદારનાથ અને વૈજનાથ ધામ જેવા પવિત્ર સ્થળોના વિકાસને નવી ઓળખ મળી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ અને પાવાગઢમાં પાંચસો વર્ષ બાદ ધ્વજારોહણ જેવી ઐતિહાસિક ઘટનાઓ પણ તેમના નેતૃત્વમાં પાર પડી છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ૫૧ શક્તિપીઠોમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા અંબાજી ધામના વિકાસ માટેનું વડાપ્રધાનનું વિઝન સાકાર થઈ રહ્યું છે. અંબાજી-તારંગા રેલ પ્રોજેક્ટથી આ વિસ્તારની કનેક્ટિવિટી મજબૂત બનશે દર વર્ષે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવે છે, તેમાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લે છે. તાજેતરમાં યોજાયેલા પરિક્રમા મહોત્સવમાં પાંચ લાખથી વધુ ભક્તોએ ભાગ લીધો હતો તેનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. યાત્રાધામોના વિકાસને પ્રવાસન સાથે જોડતા વડાપ્રધાનશ્રીના અભિગમને અનુસરીને અંબાજીમાં ગબ્બર ખાતે દેશનો સૌથી મોટો લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે તેમજ પરિક્રમા પથ અને સાંસ્કૃતિક વિલેજ જેવા પ્રકલ્પોથી યાત્રિકોને નવી સુવિધાઓ મળી રહી છે તેમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં અંબાજી-તારંગા રેલ પ્રોજેક્ટથી આ વિસ્તારની કનેક્ટિવિટી મજબૂત બનશે. તેના પરિણામે યાત્રાળુઓની સુવિધા વધશે અને સ્થાનિક આર્થિક વિકાસને ગતિ મળશે. અંબાજીની આ નૂતન વિકાસયાત્રાને આવનારી પેઢીઓ યુગો સુધી યાદ રાખશે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના વિવિધ યાત્રાધામોમાં અત્યાર સુધીમાં કરોડોના વિકાસકાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે અને આવનારા સમયમાં વધુ વિકાસ કામોનું આયોજન કરવામાં આવ્યું છે તેમ તેમણે ઉમેર્યુ હતું. આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પવિત્ર યાત્રાધામોના પુનરુદ્ધાર અને વિકાસ માટે જે બીડું ઝડપ્યું છે, તેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મક્કમતાથી આગળ ધપાવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, આસ્થા, સંસ્કૃતિ અને શક્તિનો જ્યાં ત્રિવેણી સંગમ રચાય છે તેવા અંબાજી ધામના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. સરકારનું આ આયોજન એટલું ભવ્ય અને દૂરંદેશી છે કે અંબાજીની આ નૂતન વિકાસયાત્રાને આવનારી પેઢીઓ યુગો સુધી યાદ રાખશે. કોરીડોર પ્રોજેક્ટ થકી અંબાજીની કાયાપલટ કરવામાં આવશે મંત્રી જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, અંબાજી શક્તિપીઠ ખાતે દર વર્ષે ભાદરવી પૂનમના મહા મેળા દરમિયાન લાખોની સંખ્યામાં માઈભક્તો દર્શનાર્થે આવે છે. શ્રદ્ધાળુઓની આ અટલ આસ્થાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રૂ. ૧૬૩૨ કરોડના મેગા કોરીડોર પ્રોજેક્ટ થકી અંબાજીની કાયાપલટ કરવામાં આવશે. આ ઐતિહાસિક વિકાસ કાર્યોથી શ્રદ્ધાળુઓને અત્યાધુનિક સુવિધાઓ તો પ્રાપ્ત થશે જ, સાથે-સાથે સ્થાનિક સ્તરે નવીન રોજગારીની વિપુલ તકોનું પણ સર્જન થશે, જે બનાસકાંઠા જિલ્લાના આર્થિક વિકાસને નવી ગતિ આપશે. આ કાર્યક્રમમાં પ્રવાસન સચિવ કુલદીપ આર્યા, યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરઝા, જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, અંબાજી સરપંચ સહિત વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Ahmedabad News : ઠગોએ અમદાવાદના વૃદ્ધને 3 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી રૂ.9.40 લાખ પડાવ્યા

Read Full Story arrow_forward
Surat News: કિમ નજીક બાઈકચાલકને બચાવવા જતા કાર ડિવાઈડર પર ચઢી ગઈ, ચાલકની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી
calendar_today February 7, 2026

Surat News: કિમ નજીક બાઈકચાલકને બચાવવા જતા કાર ડિવાઈડર પર ચઢી ગઈ, ચાલકની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી

સુરત જિલ્લાના કિમ નજીક આવેલા મૂળદ ગામ પાસે એક ભયાનક અકસ્માત થતા રહી ગયો હતો. એક બેજવાબદાર બાઈકચાલકને બચાવવાના પ્રયાસમાં પૂરપાટ ઝડપે આવી રહેલી કાર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પર ચઢી ગઈ હતી. કારચાલકની સમયસૂચકતા અને સતર્કતાને કારણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ સમગ્ર બનાવ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. કિમ-મૂળદ રોડ પરથી એક કાર પસાર થઈ રહી હતી. તે જ સમયે રોડ પરના કટ (વળાંક) માંથી એક બાઈકચાલક અચાનક રોડ ક્રોસ કરવા માટે વચ્ચે આવી ગયો હતો.બાઇકચાલકને બચાવવા જતા સર્જાયો અકસ્માતબાઈકચાલક એટલી અચાનક સામે આવ્યો કે કારચાલક પાસે બ્રેક મારવાનો સમય ખૂબ ઓછો હતો. બાઈકચાલકને સીધી ટક્કર ન વાગે તે માટે કારચાલકે તીવ્ર વળાંક લીધો હતો, જેના કારણે કાર સીધી ડિવાઈડર પર ચઢી ગઈ હતી. જો કારચાલકે સમયસર સ્ટીયરિંગ ન ફેરવ્યું હોત, તો બાઈકચાલકનો જીવ જઈ શકત. સદનસીબે, કારમાં સવાર મુસાફરો અને બાઈકચાલક બંને સુરક્ષિત છે. આ અકસ્માતના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.કારચાલકની સતર્કતાને લીધે મોટી જાનહાનિ ટળીસીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે બાઈકચાલકની એક નાની ભૂલ મોટા અકસ્માતને આમંત્રણ આપી રહી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ કટ પર અવારનવાર વાહનચાલકો નિયમોનું ઉલ્લંઘન કરે છે, જે જોખમી સાબિત થાય છે. પોલીસ દ્વારા આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે અને વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward