android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : ડ્રગ્સ કેસના આરોપીઓ સામે કોર્ટ કાર્યવાહી ઝડપી બની, છેલ્લા 9 મહિનામાં 48 ડ્રગ્સના આરોપીને સેશન્સ કોર્ટે ફટકારી સજા
calendar_today February 7, 2026

Ahmedabad News : ડ્રગ્સ કેસના આરોપીઓ સામે કોર્ટ કાર્યવાહી ઝડપી બની, છેલ્લા 9 મહિનામાં 48 ડ્રગ્સના આરોપીને સેશન્સ કોર્ટે ફટકારી સજા

વર્ષ 2023માં આરોપીની પીપળજ પાસેથી કરી હતી ધરપકડ અને 203 કિલોના જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચે કરી હતી ધરપકડ, કોર્ટે આરોપીને 18 વર્ષની સજા અને 2 લાખનો દંડ ફટકાર્યો છે. Ndps કેસમાં કોર્ટે 15 સાક્ષી અને 30થી વધુ દસ્તાવેજી પુરાવાને આધારે આરોપીને દોષિત જાહેર કર્યો, વર્ષ 2023માં 26 ઓગસ્ટએ અરોપીને પીપળજ પાસેથી કરી હતી ધરપકડ, Ndps 203 કિલોના જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચે કરી હતી ડાહ્યાભાઈ પટેલની ધરપકડ. ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મહેનત ચાલુ રહેશે ચાર મહિના પહેલાં દારૂ, જુગાર ઉપરાંત SMCને ડ્રગ્સ પેડલર પકડવા સોંપાયેલી કામગીરીને મળી સફળતા તો SMCની ટીમે સ્થાનિક પોલીસની નજરમાંથી ચૂકી ગયેલી ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખીને માફિયાઓ સુધી પહોંચવાનું શાનદાર કામ કર્યું છે, આ લડાઈ આગળ પણ ચાલુ રહેશે તેવું ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીનું કહેવું છે. ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખીને માફિયાઓ સુધી પહોંચવાનું શાનદાર કામ આજે SMC પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અમદાવાદના જુહાપુરા, મહેસાણા અને સુરત શહેરમાં NDPSના ત્રણ કેસો કરવામાં આવ્યા છે, જે આ સફળતાનો ભાગ છે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના સીધા માર્ગદર્શન આ કામગીરી કરી રહેલા SMCના વડા નિર્લિપ્ત રાય અને તેમની ટીમને આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ ખાસ અભિનંદન પાઠવ્યા છે. હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, “ગુજરાત સરકારના આ નિર્ણાયક પગલાં રાજ્યને ડ્રગ-મુક્ત બનાવવાના લક્ષ્યને વધુ વેગ આપે છે. રાજ્યમાં એક ગ્રામ ડ્રગ પણ ન મળવું જોઈએ. SMCની ટીમે સ્થાનિક પોલીસની નજરમાંથી ચૂકી ગયેલી ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખીને માફિયાઓ સુધી પહોંચવાનું શાનદાર કામ કર્યું છે. આ લડાઈ આગળ પણ ચાલુ રહેશે.” SMCએ ડ્રગ માફિયાઓ સુધી પહોંચવા માટે તપાસને વેગ આપ્યો નોંધનીય બાબત છે કે, અગાઉ SMC દારૂ, જુગાર અને ક્રિકેટ સટ્ટા જેવા કેસો પર કામ કરતું હતું. પરંતુ, SMCને અલગ પોલીસ સ્ટેશન તરીકે સ્થાપિત કરી ઓર્ગેનાઈઝ ક્રાઇમ પર નિયંત્રણ લાવવા ખાસ જવાબદારી સોંપવામાં આવી છે જેમાં ડ્રગ્સની હેરાફેરી પકડવાનો પણ સમાવેશ થાય છે. આ નિર્દેશને આધારે SMCએ ડ્રગ માફિયાઓ સુધી પહોંચવા માટે તપાસને વેગ આપ્યો છે, જેના પરિણામે આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે.આ પણ વાંચો : Ahmedabad News : ઠગોએ અમદાવાદના વૃદ્ધને 3 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી રૂ.9.40 લાખ પડાવ્યા

Read Full Story arrow_forward
India US Trade Deal: ટ્રેડ ડિલ મુદ્દે પીયૂષ ગોયલનું નિવેદન, આજનો દિવસ ઐતિહાસિક
calendar_today February 7, 2026

India US Trade Deal: ટ્રેડ ડિલ મુદ્દે પીયૂષ ગોયલનું નિવેદન, આજનો દિવસ ઐતિહાસિક

ભવિષ્યને ધ્યાનમાં રાખીને અને બંને દેશોના સંબંધો, કૂટનીતિક જોડાણો તેમજ તેમના નેતાઓ વચ્ચેની મિત્રતાને ધ્યાનમાં રાખીને ફેબ્રુઆરી 2025માં દ્વિપક્ષીય વેપાર કરાર અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી. અમારું લક્ષ્ય ભારત અને અમેરિકાની વચ્ચે દર વર્ષે 500 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર હાંસલ કરવાનો હતો. આજે તે લક્ષ્ય સિદ્ધ કરવા દિશામાં આ દિવસ સોનાના અક્ષરે લખાશે. સમગ્ર દેશમાં આનંદની લાગણી છે. દરેક ક્ષેત્રમાં ભવિષ્યને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.લાગે છે કે આવનારા સમયમાં નવા અવસરોના દ્વાર ખુલશે અને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા, આશરે 30 ટ્રિલિયન ડોલરની અમેરિકાની અર્થવ્યવસ્થા, હવે અમારા નિકાસકારો માટે ‘મોસ્ટ ફેવર્ડ નેશન’ દરજ્જા સાથે વધુ ખુલ્લી બનશે.”“અમારા ખેડૂતોના હિતો અને ડેરી ક્ષેત્રના હિતોને જે રીતે સુરક્ષિત રાખવામાં આવ્યા છે, તેને ધ્યાનમાં લેતા મને લાગે છે કે ગત રાત્રે મોડીરાત્રે અંતિમ સ્વરૂપ આપવામાં આવેલ અને વિશ્વ સમક્ષ રજૂ કરાયેલ ભારત-અમેરિકાનું સંયુક્ત નિવેદન દેશના દરેક ખૂણે સ્વાગત પામ્યું છે. આજે સવારે પણ હું એક વીડિયો જોઈ રહ્યો હતો. ઉત્તર પ્રદેશના સંભલમાં હસ્તકલા ક્ષેત્રમાં કાર્યરત એક સામાન્ય કારિગર કહી રહ્યા હતા, ‘હવે ટેરિફ અઢાર ટકા છે. હવે તો અમારી કિસ્મત ખૂલી ગઈ. અમને મોટો લાભ મળશે. નવા ઓર્ડર મળશે અને પ્રગતિ થશે.’ આ તેમના શબ્દો હતા, જે મેં આજે સવારે એક પત્રકારના X (પૂર્વે ટ્વિટર) હેન્ડલ પર જોયા, જેમણે તેમનો ઈન્ટરવ્યૂ લીધો હતો. આ કરાર હેઠળ અમેરિકાએ ભારતીય નિકાસ પર લાગુ કરેલો 50 ટકાનો પરસ્પર ટેરિફ હવે ઘટાડીને માત્ર 18 ટકા કરી દેવામાં આવ્યો છે. આ 18 ટકા ટેરિફ અમારા પડોશી દેશો અને અન્ય સ્પર્ધાત્મક દેશો પર લાગતા ટેરિફ કરતાં પણ ઓછો છે. આવનારા દિવસોમાં તેનો અમારા નિકાસકારો અને દેશ માટે મોટો લાભ થશે.”

Read Full Story arrow_forward
Banaskantha News : બનાસકાંઠાની દીકરીને મળવા આવવાનું વચન નિભાવતા CM, મુખ્યમંત્રીએ આશીર્વાદ આપીને કહ્યું, ભણીને કલેક્ટર બનજે
calendar_today February 7, 2026

Banaskantha News : બનાસકાંઠાની દીકરીને મળવા આવવાનું વચન નિભાવતા CM, મુખ્યમંત્રીએ આશીર્વાદ આપીને કહ્યું, ભણીને કલેક્ટર બનજે

ગત્ વર્ષે યોજાયેલ સ્કુલ વ્યવસ્થાપન કમિટીના એક વ્મવીડિયો સંવાદ દરમિયાન ધોરણ–૧માં અભ્યાસ કરતી દીકરી સામ્યા પ્રજાપતિએ સહજતા સાથે મુખ્યમંત્રીને પૂછ્યું હતું, “દાદા, તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો?”આ નિર્દોષ પ્રશ્ન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડીલસહજ લાગણીસભર જવાબ આપતાં કહ્યું હતું, “હું જ્યારે ત્યાં આવીશ ત્યારે ચોક્કસ તને મળવા આવીશ.” મુખ્યમંત્રીએ દીકરીને કહ્યું કલેકટર બનીને મને મળવા આવજે આજ રોજ મુખ્યમંત્રીએ દીકરી સામ્યાની લાગણીને માન આપી, અગાઉ આપેલા વચનને પૂર્ણ કરવા પી.એમ.શ્રી ઉત્તમપુરા (ડાંગીયા) અનુપમ પ્રાથમિક શાળાની રૂબરૂ મુલાકાત લીધી. મુખ્યમંત્રીશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધી તેમના અભ્યાસ, શાળા પરિસર અને શિક્ષણ વ્યવસ્થાની માહિતી મેળવી.આ પ્રસંગે દીકરી સામ્યાએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે,“મેં દાદાને કહ્યું હતું કે તમે અમને મળવા આવશો ને… દાદાએ વાત યાદ રાખી અને આજે મારું અને મારી સ્કૂલનું સપનું પૂરું કર્યું.”સામ્યાએ મુખ્યમંત્રી સામે શ્લોક પાઠ કર્યા, જેના પ્રતિસાદરૂપે મુખ્યમંત્રીશ્રીએ દીકરીને આશીર્વાદ આપતાં કહ્યું, “તું ભણીને મોટી થઈને કલેક્ટર બનજે અને પછી મને મળવા આવજે.” વન અને પર્યાવરણ મંત્રી પણ રહ્યાં હાજર દીકરી સામ્યાએ પણ દ્રઢ વિશ્વાસ સાથે દાદાને વચન આપ્યું કે, “હું મોટી થઈને તમને ચોક્કસ મળવા આવીશ.”મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ સહજતા અને માનવીય સંવેદનશીલતાથી શાળા પરિવાર તેમજ રાજ્યભરના એસ.એમ.સી. સભ્યોમાં પણ વિશેષ આનંદની લાગણી પ્રસરી ગઈ. આ ભાવનાત્મક પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિધાર્થીઓ વચ્ચે મારામારીનો કેસ, હુમલો કરનાર સગીર હોવાથી પોલીસે વાલીને નોટિસ આપી

Read Full Story arrow_forward