android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: જૂનાગઢ મહાશિવરાત્રી મેળો, શ્રદ્ધાળુઓ માટે રાજકોટ એસટી ડિવિઝન દોડાવશે 30 એક્સ્ટ્રા બસો
calendar_today February 7, 2026

Rajkot: જૂનાગઢ મહાશિવરાત્રી મેળો, શ્રદ્ધાળુઓ માટે રાજકોટ એસટી ડિવિઝન દોડાવશે 30 એક્સ્ટ્રા બસો

જૂનાગઢના ભવનાથ તળેટીમાં આગામી 11થી 15 જૂન (નોંધ: સામાન્ય રીતે મહાશિવરાત્રી ફેબ્રુઆરી/માર્ચમાં હોય છે, પરંતુ આપેલ વિગત મુજબ 11થી 15 જૂન) દરમિયાન મહાશિવરાત્રીના મેળાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ મેળામાં ગિરનારી સાધુઓના દર્શન અને મૃગી કુંડમાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ હોય છે, જેમાં ભાગ લેવા માટે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી લાખોની મેદની ઉમટી પડે છે. મુસાફરોની આ ભારે ભીડને પહોંચી વળવા માટે રાજકોટ એસટી વિભાગે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.9 ડેપો પરથી સ્પેશિયલ બસ સુવિધારાજકોટ એસટી ડિવિઝન હેઠળ આવતા અલગ-અલગ ૯ ડેપો પરથી જૂનાગઢ માટે કુલ ૩૦ વધારાની (એક્સ્ટ્રા) બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થાને કારણે રાજકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મેળામાં જતા યાત્રાળુઓને પરિવહનમાં કોઈ મુશ્કેલી પડશે નહીં.યાત્રાળુઓ માટે વિશેષ આયોજન 11 જૂનથી 15 જૂન સુધી સતત બસ સેવા કાર્યરત રહેશે. રાજકોટ ડિવિઝનના મુખ્ય મથકો પરથી સીધી જૂનાગઢની બસો ઉપલબ્ધ કરાવાશે. વધારાની બસોને કારણે મુસાફરોને ખાનગી વાહનો પર નિર્ભર રહેવું પડશે નહીં અને એસટી નિગમની સલામત સવારીનો લાભ મળશે.મહાશિવરાત્રીનો મેળો એ સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ અને અખંડ ભક્તિનું પ્રતીક છે. લાખો લોકો જ્યારે પુણ્યનું ભાથું બાંધવા જૂનાગઢ પહોંચતા હોય છે, ત્યારે એસટી વિભાગની આ ત્વરિત તૈયારીઓ મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.આ પણ વાંચો: Jamnagar: મોટી ખાવડીમાં SOGનો મોટો સપાટો 83.60 લાખના હેરોઈન સાથે પંજાબની ગેંગ ઝડપાઈ

Read Full Story arrow_forward
Rajkot News : મારા પુત્રનું ધ્યાન રાખજો, વ્યાજખોરેએ મારૂ પડાવી લીધુ છે બધુ, સ્યુસાઈડ નોટ લઈ આધેડે કર્યો આપઘાત
calendar_today February 7, 2026

Rajkot News : મારા પુત્રનું ધ્યાન રાખજો, વ્યાજખોરેએ મારૂ પડાવી લીધુ છે બધુ, સ્યુસાઈડ નોટ લઈ આધેડે કર્યો આપઘાત

રાજકોટ જીલ્લાના લોધીકાના પાંભર ઈટાળા ગામે રહેતા અને કેટરીગના ધંધાર્થી યુવકે તેના પુત્રને ફોન કરી મને માફ કરી દેજો મે ઝેરી દવા પી લીધી છે. કહી આપઘાત કરી લીધાના બનાવમાં મેટોડા પોલીસે તપાસ કરતા મૃતક યુવક પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેમા ચાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પગલુ ભરી લીધાનો ઉલ્લેખ કર્યો છે. મૃતકે કારમાં ઝેરી દવા પી તેના પુત્ર ધ્રુવીનને ફોન કર્યો હતો જેમા એક આરોપીનું અવસાન થયાનુ બહાર આવતા પોલીસે મરવા મજબુર કરનાર વ્યાજખોરો સામે ગુનો નોધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ લોધીકાના પાંભર ઈટાળા ગામે રહેતા અને કેટરસનો ધંધો કરતા બીપીનભાઈ લક્ષ્મણભાઈ પાંભરએ તા.૫ -૨ના રોજ મોટાવડા ગામે ખોડીયાર માતાજીના મંદિર પાસે કારમાં ઝેરી દવા પી જતા તેને રાજકોટની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા જેનુ સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ. બનાવની જાણ થતા મેટોડા પોલીસ મથકના પીઆઈ શર્મા સહીતની ટીમે તપાસ કરતા મૃતકે કારમાં ઝેરી દવા પી તેના પુત્ર ધ્રુવીનને ફોન કર્યો હતો અને મને માફ કર દેજો હું દવા પી જાવ છુ.વ્યાજખોરોએ જમીન પણ પચાવી પાડી હોવાની વાત તેમ કહેતા તેને તેના દાદા લક્ષ્મણભાઈને પિતાએ ફોનના ફોન આવ્યાની વાત કરતા લક્ષ્મણભાઈએ તુરંત મોટાવડા ગામે જતા હતા તે દરમ્યાન તેના પુત્રને ત્યા કામ કરતો કારીગર બીટ્ટુ તેને કારમાં બેસાડી હોસ્પીટલે લઈ જતો હોય રસ્તામાં મળતા તે પણ કારમાં બેસી ગયા હતા અને પુત્ર બીપીનભાઈને આવુ કેમ કર્યુ તેમ પુછતા તેને એક સ્યુસાઈડ નોટ આપી હતી જેમા ભરત સિંહ સોલંકી, મયુરસિંહ પરાક્રમસિંહ જાડેજા, વીનુ મેત્રા અને પ્રવિણસિંહ પાસેથી પાંચ ટકા વ્યાજે પૈસા લીધા હોય જેથી પઢાણી ઉધરાણી કરતા હોય અને ત્રાસ આપતા હોય તેમજ વીનુ મીત્રાએ મારી જમીન પડાવી લીધી છે. પોલીસે અન્ય આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે અને મારૂ ગોડાઉન પ્રવિણસિંહએ પડાવી લીધુ હોય જેથી કંટાળી આ પગલુ ભર્યા નુ તેમજ મારા પુત્રનુ ધ્યાન રાખવા માટે નો પણ ઉલ્લેખ કર્યો હોવાનુ બહાર આવતા પોલીસે લક્ષ્મણભાઈની ફરીયાદ ઉપરથી મરવા મજબુર સહીતનો ગુનો નોધી તપાસ કરતા નાના ઈટાળા ગામે રહેતા પવિણસિંહનું અવશાન થયાનુ બહાર આવતા પોલીસે અન્ય આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે. આ પણ વાંચો : Sarangpur News : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને મિકસ ફૂલોનો શણગાર તેમજ સુખડીનો અન્નકૂટ ધરાવાયો

Read Full Story arrow_forward
Gir Somnath : વેરાવળમાં વીજ ચેકિંગ ડ્રાઇવ, 122 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઇ, ગેરરીતિ બદલ 38.60 લાખના વીજ બિલ ફટકારાયા
calendar_today February 7, 2026

Gir Somnath : વેરાવળમાં વીજ ચેકિંગ ડ્રાઇવ, 122 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઇ, ગેરરીતિ બદલ 38.60 લાખના વીજ બિલ ફટકારાયા

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પીજીવીસી એલ વિભાગે તાલુકા વિસ્તારમાં મોટી વીજ ચેકિંગ ડ્રાઇવ યોજી વીજ ચોરી અને ગેરરીતિ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે.35 ટીમો અને 160 કર્મચારીઓ મેદાનમાં ઉતર્યા વીજ ચેકિંગના આ અભિયાન દરમિયાન 35 ટીમો અને 160 કર્મચારીઓ મેદાનમાં ઉતરી કુલ 580 વીજ જોડાણોની સઘન તપાસ કરી. 122 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઇ તપાસમાં 122 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઇ અને રૂ. 38.60 લાખના વીજ બિલો ફટકારાયા. ગેરરીતિમાં મીટર ટેમ્પરિંગ, અનધિકૃત લોડ અને સીધી લાઇન જોડાણ મુખ્ય છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં એક સાથે તપાસ વેરાવળ કાર્યપાલક ઈજનેર જી. બી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરાઇ હતી. ચેકિંગ અભિયાન વેરાવળ, તાલાલા અને સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં એકસાથે કરવામાં આવ્યું.  આવનારા દિવસોમાં પણ ચેકિંગ રહેશે ગ્રામ્ય વિસ્તારોમાં ઉમરેઠી, જામ્બુર, ઉકડિયા, ખાંભા, વાંસવડ, પ્રાંસલી, અને વેરાવળના મોચી બજાર, મેઇન બજાર, શાંતિનગર સહિતના વિસ્તારોમાં તપાસો થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે આવનારા દિવસોમાં પણ ચેકિંગ અભિયાન ચાલુ રહેશે અને ગેરરીતિ સામે કડક નિયંત્રણ રહેશે.આ પણ વાંચો----   Vadodara : 27 લાખના ગાંજાના કેસના મુખ્ય સપ્લાયરને SOG પોલીસે છત્તીસગઢના નક્સલી જંગલમાંથી ઝડપી લીધો

Read Full Story arrow_forward