android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather News : ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ કરતા શહેરીજનો, ઠંડીનું પ્રમાણ અચાનક ઘટયું
calendar_today February 7, 2026

Weather News : ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ કરતા શહેરીજનો, ઠંડીનું પ્રમાણ અચાનક ઘટયું

અમદાવાદમાં 18.8, ગાંધીનગરમાં 18.5 ડિગ્રી, ડીસામાં 16.3 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 16.3 ડિગ્રી, અમરેલીમાં 16.2 ડિગ્રી, કેશોદમાં 16.2 ડિગ્રી, રાજકોટમાં 17.8 ડિગ્રી, મહુવામાં 17.3 ડિગ્રી, ભુજમાં 17.2 ડિગ્રી, વડોદરામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ભારતીય હવામાન વિભાગની આગાહી ભારતીય હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં યુપી, ઉત્તરાખંડ, MP,બિહારમાં ગાઢ ધુમ્મસ છવાશે જેમાં હિમાચલમાં અનેક સ્થળે આવતીકાલે ગાઢ ધૂમ્મસ છવાય તેવી શકયતાઓ છે, ઘણાં વિસ્તારોમાં વિઝિબિલિટી ઘણી ઓછી રહેશે તેવી શકયતાઓ પણ સેવાઈ રહી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાથી હવામાન બદલાઈ ગયું છે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. અમદાવાદમાં 15 વર્ષમાં જાન્યુ.માં સૌથી ઓછી ઠંડી પડી પાછલા વર્ષને બાદ કરતા જાન્યુ.માં સૌથી ઓછી ઠંડ, 1954માં 10 જાન્યુ.એ રેકોર્ડબ્રેક 3.9 ડિગ્રી તાપમાન હતું, ચાલુ વર્ષે ત્રણ વખત 12 ડિગ્રીથી નીચે પારો ગયો, ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો, નલિયામાં ગત વર્ષે 10 વખત પારો 7 ડિગ્રીથી નીચે ગયો. આ પણ વાંચો : Ahmedabad News : ચેક રિટર્નના કેસમાં નવી સુવિધા, કોર્ટમાં પેમેન્ટ કરી મેળવો છૂટકારો, QR કોડ સ્કેન કરી નાણા ચૂકવી શકાશે

Read Full Story arrow_forward
Gandhinagar News : મોડલ સ્ટેટ ગુજરાતમાં બાળમૃત્યુ દર ઊંચો, કરોડોનો ખર્ચ છત્તા 5 વર્ષ સુધીના બાળકોનો મૃત્યુદર 23
calendar_today February 7, 2026

Gandhinagar News : મોડલ સ્ટેટ ગુજરાતમાં બાળમૃત્યુ દર ઊંચો, કરોડોનો ખર્ચ છત્તા 5 વર્ષ સુધીના બાળકોનો મૃત્યુદર 23

ગુજરાતમાં દર હજારે 20 નવજાત બાળકોના મોત થાય છે અને રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાના આંકડામાં ખુલાસો થયો છે. કેન્દ્ર સરકારે 2023નો રિપોર્ટ બહાર પાડ્યો હતો અને ગુજરાતમાં શિશુ મૃત્યુદર રાષ્ટ્રીય સરેરાશથી ઓછો છે, રાષ્ટ્રીય સરેરાશ 25ની સામે ગુજરાતમાં મૃત્યુદર 20 છે. કર્ણાટક જનરલ ઓફ ઈન્ડિયાના વર્ષ 2023ના દિલ્હી સરેરાશ કરતાં ઓછો છે મોડેલ અને સમૃદ્ધ સ્ટેટના ગુણગાન વચ્ચે ગુજરાતમાં દર એક હજાર બાળકના જન્મ બાદ ૨૦ નવજાત બાળકો દમ તોડી રહ્યા છે તો પાંચ વર્ષ સુધીના બાળકોનો મૃત્યુ દર ૨૩નો છે. ગુજરાતમાં પોષણ યોજનાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં અન્ય રાજ્યોની સરખામણીએ અનેક રાજ્યોમાં મોતનું પ્રમાણ ઓછું છે. કેન્દ્ર સરકારે શુક્રવારે રજિસ્ટ્રાર કર્ણાટક જનરલ ઓફ ઈન્ડિયાના વર્ષ ૨૦૨૩ના દિલ્હી સરેરાશ કરતાં ઓછો છે. ગુજરાતે મૃત્યુદરમાં હજુ ઘટાડો કરવા માટે અન્ય રાજ્યો પાસેથી શીખ લેવાની જરૂર રાષ્ટ્રીય સરેરાશ ૨૫ છે જ્યારે ગુજરાતમાં મૃત્યુદર ૨૦ છે, ૫ વર્ષ સુધીના બાળકોનો આંકડા, અન્ય રિપોર્ટને ટાંકીને આ માહિતી જાહેર કરી હતી. ગુજરાતમાં કરળ નવજાત બાળકોનો મોતનો દર રાષ્ટ્રીય રાષ્ટ્રીય સરેરાશ દર ૨૯ આસપાસ છે. કેરળમાં મૃત્યુદર ૫ છે. એ જ રીતે તામિલનાડુમાં ૧૨, પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ૧૪નો મૃત્યુદર છે, સિક્કિમમાં ૬, ચંદીગઢમાં ૭, મણિપુરમાં ૩નો મૃત્યુદર છે. આમ ગુજરાતે મૃત્યુદરમાં હજુ ઘટાડો કરવા માટે અન્ય રાજ્યો પાસેથી શીખ લેવાની જરૂર હોવાનો એક મત છે. સુરત, વડોદરા અને રાજકોટમાં મોતના વધુ કિસ્સા નોંધાયેલા છે વર્ષ ૨૦૨૩માં ગુજરાતમાં ૧૩,૯૭૯ નવજાત બાળકોનાં મોત રજિસ્ટર થયા હતા. અગાઉ વર્ષ ૨૦૨૨ના અરસામાં ૧૨,૫૭૦ નવજાત શિશુએ દમ તોડયો હતો. બાળકોના વધુ મોત મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમ ઉપર આવે છે. ગ્રામ્ય કરતાં શહેરી વિસ્તારોમાં વધુ પ્રમાણમાં મોત નોંધાયા છે. અમદાવાદ ૨૯૦૦થી વધુ બાળકોના મોત સાથે ટોચ ઉપર છે. એ પછી સુરત, વડોદરા અને રાજકોટમાં મોતના વધુ કિસ્સા નોંધાયેલા છે. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ કરતા શહેરીજનો, ઠંડીનું પ્રમાણ અચાનક ઘટયું

Read Full Story arrow_forward
Ahmedabad: જમાલપુરમાં માનવતા શર્મસાર, 7 વર્ષના માસૂમ સાથે 21 વર્ષના યુવકે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
calendar_today February 7, 2026

Ahmedabad: જમાલપુરમાં માનવતા શર્મસાર, 7 વર્ષના માસૂમ સાથે 21 વર્ષના યુવકે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી માનવતાને શર્મસાર કરતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં એક 21 વર્ષીય યુવકે માત્ર 7 વર્ષના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને ચકચાર મચી ગઈ છે.જમાલપુરમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યમળતી માહિતી મુજબ, જમાલપુર વિસ્તારમાં રહેતા એક શખ્સે નિર્દોષ બાળકને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. 21 વર્ષના આરોપીએ 1 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું ગંભીર કૃત્ય આચરીને માનવતાના તમામ સીમાડા ઓળંગી દીધા હતા. જ્યારે આ બાબતની જાણ બાળકના પરિવારજનોને થઈ, ત્યારે તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે તાત્કાલિક હિંમત દાખવીને પોલીસનો સંપર્ક કર્યો હતો.પોલીસની ત્વરિત કાર્યવાહીઆ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ 21 વર્ષીય આરોપીને દબોચી લીધો હતો.આ પણ વાંચો: Ahmedabad News : ચેક રિટર્નના કેસમાં નવી સુવિધા, કોર્ટમાં પેમેન્ટ કરી મેળવો છૂટકારો, QR કોડ સ્કેન કરી નાણા ચૂકવી શકાશે

Read Full Story arrow_forward