android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir News : ગીરના જંગલમાં સિંહોની સુરક્ષા માટે 5 અંડરપાસ બનશે, સાંસદ પરિમલ નથવાણીને રેલવેમંત્રીએ આપ્યો જવાબ
calendar_today February 7, 2026

Gir News : ગીરના જંગલમાં સિંહોની સુરક્ષા માટે 5 અંડરપાસ બનશે, સાંસદ પરિમલ નથવાણીને રેલવેમંત્રીએ આપ્યો જવાબ

આ ઉપરાંત, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને સિંહ વન્યજીવ અભયારણ્યની અંદર પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડિવિઝન હેઠળના દામનગર-પીપાવાવ સેક્શનના ૧૧૫ કિમી વિસ્તારમાં સિંહોની મૂવમેન્ટ પર નજર રાખવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ઇન્ટુઝન ડિટેક્શન સિસ્ટમના (IDS) અમલીકરણને મંજૂરી આપી દેવાઈ છે. ગીર જંગલ વિસ્તારમાંથી પસાર થતું હાલનું રેલ્વે નેટવર્ક મીટરગેજ છે લોકો પાઇલટ્સ, સ્ટેશન માસ્ટર્સ અને કંટ્રોલ રૂમને રેલ્વે ટ્રેકની નજીક સિંહોની મૂવમેન્ટ વિશે એલર્ટ જનરેટ કરવા આ સિસ્ટમ બનાવાઈ છે, જેથી અકસ્માતોની રોકથામની કામગીરી હાથ ધરી શકાય. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ઉઠાવેલા એક પ્રશ્નના જવાબમાં રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાંથી કેબ્રુઆરી ૨૦૨૬ના રોજ આ માહિતી પૂરી પાડી હતી. મંત્રીના નિવેદન મુજબ, ગીર જંગલ વિસ્તારમાંથી પસાર થતું હાલનું રેલ્વે નેટવર્ક મીટરગેજ (MG) સેક્શન છે. બેઠકોમાં ચર્ચા કરાયેલા મુદ્દાઓને રેલવે સક્રિયપણે ઉકેલી રહ્યું છે આમાંના ઓળખાયેલા સિંહોની મૂવમેન્ટવાળા કોરિડોરમાં વન્યજીવોની સલામતી માટે ટ્રેનો ધીમી ગતિએ દોડાવાય છે. રેલવે અને વન વિભાગ વચ્ચે સંકલન માટે, સમીક્ષા સમિતિઓ એટલે કે સર્કલ લેવલ કમિટી, ડિવિઝનલ લેવલ કમિટી અને રેન્જ લેવલ કમિટીની સ્થાપના કરાઈ છે. આ કમિટીઓની બેઠકોમાં ચર્ચા કરાયેલા મુદ્દાઓને રેલવે સક્રિયપણે ઉકેલી રહ્યું છે. નથવાણી એ જાણવા માગતા હતા કે એશિયાટિક સિંહોના રક્ષણ માટે ગીર જંગલમાં એલિવેટેડ રેલ કોરિડોર બનાવવાની સરકારની કોઈ યોજના છે કે કેમ; અને જો હોય તો તેના શક્યતાદર્શી અભ્યાસ, ફન્ડિંગ અને અપેક્ષિત પૂર્ણાહૂતિની સમયરેખાની વિગતો સહિત આ પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ શું છે. આ પણ વાંચો : Gandhinagar News : મોડલ સ્ટેટ ગુજરાતમાં બાળમૃત્યુ દર ઊંચો, કરોડોનો ખર્ચ છત્તા 5 વર્ષ સુધીના બાળકોનો મૃત્યુદર 23

Read Full Story arrow_forward
Gir Somnath: ભૂંડ ભગાડવા મૂકેલા વીજ કરંટથી સિંહનું મોત, ગીરનો રાજા માનવ લાલચનો ભોગ બન્યો
calendar_today February 7, 2026

Gir Somnath: ભૂંડ ભગાડવા મૂકેલા વીજ કરંટથી સિંહનું મોત, ગીરનો રાજા માનવ લાલચનો ભોગ બન્યો

કોડીનાર તાલુકાના કાજ ગામેથી વન્યજીવ પ્રેમીઓને હચમચાવી દેતી એક દુખદ ઘટના સામે આવી છે. ખેતરમાં પાકના રક્ષણ માટે મૂકવામાં આવેલા ગેરકાયદેસર વીજ કરંટના કારણે એક 3 થી 4 વર્ષના યુવાન સિંહનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાએ ગીરના સાવજોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.વીજ કરંટના કારણે સિંહનું મોતમળતી માહિતી મુજબ, આ ઘટના અંદાજે ચાર દિવસ અગાઉ બની હતી, પરંતુ વન વિભાગને જાણ થતાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. શરૂઆતમાં વાડી માલિક માનસિંગ ઝાલાએ આ બાબતે અજાણ હોવાનો ઢોંગ કર્યો હતો અને ગુનો નકાર્યો હતો. જોકે, વન વિભાગની આકરી પૂછપરછ અને વૈજ્ઞાનિક પુરાવાઓ સામે આવતા અંતે માનસિંગે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.જંગલી ભૂંડ અને નીલગાય પાકને નુકસાન કરતા આરોપી ખેડૂતે વન વિભાગ સમક્ષ કબૂલાત કરી હતી કે ખેતરમાં વારંવાર જંગલી ભૂંડ અને નીલગાય પાકને નુકસાન કરતા હતા. વન્ય પ્રાણીઓના ત્રાસથી બચવા માટે તેણે વાડીની ફરતે ગેરકાયદેસર વીજ પ્રવાહ (Electric Fencing) ચાલુ કર્યો હતો. દુર્ભાગ્યવશ આ વીજ પ્રવાહની ઝપેટમાં એક યુવાન સિંહ આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.તંત્રની કાર્યવાહી અને જેલવાસDCF પ્રશાંત તોમરે આ ઘટનાની પુષ્ટિ કરી છે. વન વિભાગે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરીને આરોપી માનસિંગ ઝાલાની ધરપકડ કરી હતી. આરોપીને કોડીનાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે, અને હાલ આરોપીને જૂનાગઢ જેલના હવાલે કરવામાં આવ્યો છે.આ પણ વાંચો: Ahmedabad: જમાલપુરમાં માનવતા શર્મસાર, 7 વર્ષના માસૂમ સાથે 21 વર્ષના યુવકે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, ગુજરાતમાં ઠંડી સાથે ગરમી પણ રહેશે
calendar_today February 7, 2026

Gujarat Latest News Live : એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, ગુજરાતમાં ઠંડી સાથે ગરમી પણ રહેશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward