android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: નેશનલ એક્સપ્રેસ-વે 4 પર ભયાનક અકસ્માત બાદ કાર સળગી ઉઠી
calendar_today February 6, 2026

Surat News: નેશનલ એક્સપ્રેસ-વે 4 પર ભયાનક અકસ્માત બાદ કાર સળગી ઉઠી

દક્ષિણ ગુજરાતમાં નેશનલ એક્સપ્રેસ-વે 4 પર રવિવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. કિમ નજીક આવેલા મોટી નરોલી ગામ પાસે એક્સપ્રેસ-વે પર ચઢતી વખતે એક કાર અને અજાણ્યા વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર લાગતાની સાથે જ કારમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. અકસ્માત બાદ કાર જોતજોતામાં આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી.અકસ્માત બાદ કારમાં લાગી હતી આગઆ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર ફાઈટરો જ્યારે આગ ઓલવી રહ્યા હતા ત્યારે સળગેલી કારની બિલકુલ નજીકથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવે છે કે મૃતક યુવક પોતે જ કાર ચલાવી રહ્યો હતો. મૃતક યુવક કારચાલક હોવાની આશંકાઅકસ્માત બાદ તે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હશે અથવા ટક્કરને કારણે બહાર ફેંકાયો હોઈ શકે છે. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા હાલ એ તપાસ કરવામાં આવી રહી છે કે કારમાં અન્ય કોઈ વ્યક્તિ સવાર હતું કે નહીં. કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હોવાથી તેની ઓળખ કરવી પણ મુશ્કેલ બની છે. આશંકા સેવાઈ રહી છે કે કોઈ અજાણ્યા વાહને કારને ટક્કર મારી હશે અને ત્યારબાદ કાર સળગી ઉઠી હશે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને એક્સપ્રેસ-વે પરના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana News: સ્માર્ટ સ્કૂલની વાતો વચ્ચે હેડુવા હનુમંતની વરવી વાસ્તવિકતા
calendar_today February 6, 2026

Mehsana News: સ્માર્ટ સ્કૂલની વાતો વચ્ચે હેડુવા હનુમંતની વરવી વાસ્તવિકતા

'ભણશે ગુજરાત, ગણશે ગુજરાત'ના સૂત્રો વચ્ચે મહેસાણા જિલ્લાના હેડુવા હનુમંત ગામમાં શિક્ષણની ચિંતાજનક તસવીર સામે આવી છે. અહીંની 35 વર્ષ જૂની પ્રાથમિક શાળા જર્જરિત જાહેર થતાં તેને તોડી તો પાડવામાં આવી, પરંતુ નવી શાળા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા છેલ્લા 6 મહિનાથી 162 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે.વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે દર-દર ભટકતા વિદ્યાર્થીઓ શાળાના ઓરડા તોડી પડાયા બાદ ધોરણ 1 થી 8 ના બાળકો હાલ અત્યંત હાલાકીમાં અભ્યાસ કરી રહ્યા છે. કાયમી વર્ગખંડો ન હોવાથી બાળકોને ગામના મંદિરના હોલ અને ઓરડામાં, લીમડા કે વડના ઝાડ નીચે ખુલ્લામાં તેમજ ગામના લોકોના ખાનગી મકાનો અને વાડીમાં બેસવું પડે છે. બે પાળીમાં અને અલગ-અલગ જગ્યાએ વિખરાઈને બેસવું પડતું હોવાથી શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. સ્માર્ટ સ્કૂલના યુગમાં બાળકોને બેસવા માટે સાદા ઓરડા પણ ન મળતા સરકારની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. નવી શાળાની દરખાસ્ત મંજૂરીની રાહમાં સ્કૂલના પ્રિન્સિપાલ અને ગ્રામજનોએ આ મુદ્દે અનેકવાર રજૂઆત કરી છે. તાજેતરમાં ગ્રામજનો ધારાસભ્ય મુકેશ પટેલ સાથે કલેક્ટર કચેરીએ દોડી ગયા હતા. નવી શાળા માટે જગ્યા સૂચવવામાં આવી છે, પરંતુ તેની દરખાસ્ત ક્યારે મંજૂર થશે અને ક્યારે બાંધકામ શરૂ થશે તે એક મોટો પ્રશ્ન છે. પ્રિન્સિપાલે જણાવ્યું કે બાળકોની અગવડ દૂર કરવા હાલ મંદિરમાં વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે, પરંતુ કાયમી નિરાકરણ ન આવે ત્યાં સુધી બાળકોએ આવી જ રીતે 'ભટકતા' રહીને ભણવું પડશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad News: આસારામના આશ્રમનો સફાયો પાક્કો, બુલડોઝર એક્શનની તૈયારી
calendar_today February 6, 2026

Ahmedabad News: આસારામના આશ્રમનો સફાયો પાક્કો, બુલડોઝર એક્શનની તૈયારી

અંદાજિત 500 કરોડની કિંમતની આ જગ્યા પરત લેવા માટે ગુજરાત હાઈકોર્ટ હુકમ કર્યો હોવાથી સમગ્ર આશ્રમ ને તોડી પાડી રમતગમતના બાંધકામ કરવામાં આવશે, ત્યારે સંદેશ ન્યુઝ ની ટીમે આસારામ આશ્રમ પર ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યુ, જેમાં બળાત્કારી આસારામના સાધકો પણ માથાભારે હોવાનું કેમેરામાં કેદ થયુ. સાબરમતી નદીના પટમાં 1970ના દાયકામાં આસુમલ હરપલાણી એટલે કે આસારામે આધ્યાત્મિક કેન્દ્ર તરીકે આશ્રમની સ્થાપના કરી હતી પરંતુ સમય જતા આ આશ્રમ વ્યવસાયિક સામ્રાજ્ય બન્યું, સાબરમતી નદીના કિનારે એક ઝુંપડાથી શરૂ થયેલું સામ્રાજ્ય, 2013 સુધીમાં ભારત સહિત અન્ય 18 દેશોમાં 400 થી વધુ નાના-મોટા આશ્રમો બનાવ્યા અને કરોડો ભક્તો અને અનુયાયીઓ બનાવી પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું.અત્યાધુનિક સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે જે બાદ આસારામે ગેરકાયદેસર રીતે જમીનો પર કબજો કરવા ખોટા રેકોર્ડ બનાવ્યા અને ભક્તોરૂપી ટોળાની મદદ થી જમીનો પર કબજો કરી 45000 ચોરસ મીટરમાં આશ્રમ બનાવ્યો. જે આશ્રમ પર હવે ડિમોલેશનની તલવાર લટકી રહી છે.ધાર્મિક ઉપયોગ માટે લેવાયેલી જમીન તેના તમામ નિયમો તોડી ઔદ્યોગિક ઉપયોગ માટે લેવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું, ઉપરાંત આશ્રમને અનેક વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં અતિક્રમણ અને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા, જે વાત હાઈકોર્ટના ધ્યાને આવતા લાંબા સમયથી કાનૂની ગુંચવણમાં અટવાયેલી કરોડો રૂપિયાની જગ્યા હવે સરકારના નિયંત્રણમાં પાછી આવી શકે છે. જે બાદ વર્ષ 2030 માં રમખાણો ઓલમ્પિક અને ત્યારબાદ કોમનવેલ્થ ગેમ માટેના અત્યાધુનિક સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે.

Read Full Story arrow_forward