android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : ચેક રિટર્નના કેસમાં નવી સુવિધા, કોર્ટમાં પેમેન્ટ કરી મેળવો છૂટકારો, QR કોડ સ્કેન કરી નાણા ચૂકવી શકાશે
calendar_today February 7, 2026

Ahmedabad News : ચેક રિટર્નના કેસમાં નવી સુવિધા, કોર્ટમાં પેમેન્ટ કરી મેળવો છૂટકારો, QR કોડ સ્કેન કરી નાણા ચૂકવી શકાશે

ચેક બાઉન્સના કેસોના ભરાવાને લઈ તેના ઝડપી નિકાલ અને ત્વરિત ન્યાયની અનોખી પહેલના ભાગરૂપે આજથી ચેક રિટર્નની તમામ ૨૫ કોર્ટોમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળના કેસોમાં ઓનલાઇન ચૂકવણીની નવતર સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજયમાં સૌપ્રથમ અમદાવાદની ચેક રિટર્નની કોર્ટોમાં આ નવી પધ્ધતિ લાગુ કરવામાં આવી છે. અમદાવાદમાં ચેક રીર્ટનને લઈ 21 કોર્ટ છે જેને લઈને હવે જે તે પક્ષકારો તેમના પેમેન્ટના વિવાદ કે તકરારમાં તાત્કાલિક કયુઆર કોડ સ્કેન કરી તરત જ પેમેન્ટ કરી શકશે, જેના કારણે કેસોનો સ્થળ પર જ ઝડપી નિકાલ શક્ય બનશે. ચીફ જયુડિશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, અમદાવાદ શહેરના તાબાની ચેક રિટર્નની તમામ કોર્ટોમાં આ નવતર સિસ્ટમ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ઈલેશ વોરાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં અપનાબજાર બહુમાળી બિલ્ડીંગ ખાતે ચેક રિટર્નની કુલ ૨૧ કોર્ટો આવેલી છે, જેમાં ચાર ઓનલાઈન કોર્ટો છે.વેળાસર કેસમાં સમાધાન અને તેના નિકાલની પ્રક્રિયા ઝડપી શક્ય બનશે તે મળી કુલ ૨૫ કોર્ટોમાં હવે ઓનલાઈન ચૂકવણીની નવી સિસ્ટમ ભાગુ થતાં પક્ષકારોનો કિંમતી સમય તો બચશે જ પરંતુ પૈસાની ચૂકવણી તાત્કાલિક જ થઈ જવાથી કેસોનો તરત જ નિકાલ લાવી શકાશે. ચેક રિટર્નના પડતર લાખો કેસોના ઝડપી નિકાલમાં આ નવી સિસ્ટમથી ઘણી મદદ મળી રહેશે. ચેક રિટર્નના કેસોમાં ઓનલાઈન ચૂકવણીની નવી સુવિધાના વિકલ્પ અંગે વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં નિર્દેશ આપ્યા હતા, જેમાં તમામ જિલ્લા અદાલતોને સમન્સના તબક્કે જ આરોપીને ચેકની રકમ ઓનલાઈન ભરપાઈ કરવાનો વિકલ્પ આપવા પણ નિર્દેશ અપાયો હતો કે જેથી વેળાસર કેસમાં સમાધાન અને તેના નિકાલની પ્રક્રિયા ઝડપી શક્ય બને. કાનૂની રજિસ્ટરો અને ખાતામાં તેની નોંધણી થાય છે આ નવતર પહેલના ભાગરૂપે અમલી બનાવાયેલી સિસ્ટમમાં નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટના કેસોમાં કોઈપણ આરોપી કે પક્ષકાર એસબીઆઈ કલેકટ મારફતે નિર્ધારિત બેંક ખાતામાં સીધી ચેકની રકમ જમા કરાવી શકે છે. આ રકમ પ્રાપ્ત થતાંની સાથે જ કોર્ટ બેંકની પ્રણાલિ મારફને તરત જ લેવડદેવની ચકાસણી, ખરાઈ કરી કેસના સમાધાન અને તેના ત્વરિત નિકાલ અંગે યોગ્ય આદેશ પસાર કરી શકે છે. ઓનલાઈન ચૂકવણીની આ નવી સિસ્ટમ પારદર્શક, સુરક્ષિત અને ઓડિટ ક્ષમતાની ખાતરી સાથેની કહી શકાય. કારણ કે, તમામ લેવડદેવડ કોર્ટના બેંક ખાતા મારફતે જ થાય છે. કાનૂની રજિસ્ટરો અને ખાતામાં તેની નોંધણી થાય છે. નાણાકીય સંસ્થાઓ અને કંપનીઓને આ સિસ્ટમનો બહુ મોટો લાભ મળશે લાખો પક્ષકારો, હજારો નાણાકીય સંસ્થાઓ અને કંપનીઓને આ સિસ્ટમનો બહુ મોટો લાભ મળશે. કારણ કે, પેમેન્ટની ચૂકવણી સીધી કોર્ટમાં જમા થશે અને કાનૂની પ્રક્રિયાના વિલંબ વિના જ વર્ષોથી પડતર કેસો આટોપી શકાશે. ઓનલાઈન ચૂકવણીની આ પહેલ ટેકનોલોજી આધારિત ન્યાય વિતરણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું છે, જે ન્યાયિક પ્રક્રિયાને વધુ ઝડપી, કાર્યક્ષમ અને અસરકર્તા પલકારો અને લોકો માટે વધુ સુલભ અને સરળ બની રહેશે. ચીક જયુડિશયલ મેજિસ્ટ્રેટ એસ.જે.પંચાલ અને જયુડિશીપલ ઓફિસરો દ્વારા કોજદારી અને ચેક રિટર્નના કેસોના ઝડપી નિકાલ માટે છેલ્લા ઘણા સમવથી કાર્યરત છે. આ પણ વાંચો : Gujarat Latest News Live : એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, ગુજરાતમાં ઠંડી સાથે ગરમી પણ રહેશે 

Read Full Story arrow_forward
Ahmedabadના મેમ્કોમાં દેરાણી-જેઠાણીના મિલકત વિવાદે લીધું હિંસક સ્વરૂપ, સામસામે બંને પક્ષોમાં પથ્થરમારો
calendar_today February 6, 2026

Ahmedabadના મેમ્કોમાં દેરાણી-જેઠાણીના મિલકત વિવાદે લીધું હિંસક સ્વરૂપ, સામસામે બંને પક્ષોમાં પથ્થરમારો

અમદાવાદ શહેરના મેમ્કો વિસ્તારમાં મિલકતના વિવાદમાં એક પારિવારિક ઝઘડાએ હિંસક વળાંક લેતા પથ્થરમારાની ઘટના બની છે. દેરાણી અને જેઠાણી વચ્ચે ચાલી રહેલા લાંબા સમયના મિલકત વિવાદને કારણે બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી બાદ પથ્થરમારો શરૂ થયો હતો. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. મેમ્કો વિસ્તારમાં રહેતા આ પરિવારમાં મિલકતની વહેંચણી મુદ્દે દેરાણી અને જેઠાણી વચ્ચે અણબનાવ ચાલતો હતો.દેરાણી-જેઠાણી વચ્ચે ચાલતો હતો મિલકતનો ઝઘડોઆજે આ મુદ્દે ફરી તકરાર થઈ હતી જે જોતજોતામાં વકરી ગઈ હતી. બંને પક્ષના સભ્યો દ્વારા એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ કૃષ્ણનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સમયસૂચકતા વાપરી મામલો થાળે પાડ્યો હતો અને પથ્થરમારો કરી રહેલા ટોળાને વિખેર્યું હતું. પથ્થર મારાની ઘટનામાં બે વ્યક્તિ ઇજાગ્રસ્તહાલમાં વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે પરંતુ તણાવ યથાવત છે. કૃષ્ણનગર પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને પથ્થરમારામાં સામેલ લોકોની ધરપકડ કરવા માટે તપાસ શરૂ કરી છે. પારિવારિક વિવાદમાં આ પ્રકારે જાહેર રોડ પર પથ્થરમારો થવાની ઘટનાએ સમગ્ર મેમ્કો વિસ્તારમાં ચર્ચા જગાવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Morbi માં 'ચેલેન્જ' પોલિટિક્સનો બીજો રાઉન્ડ, લાલજી દેસાઈના નિવેદન બાદ કિસાન સંઘર્ષ સમિતિ મેદાનમાં
calendar_today February 6, 2026

Morbi માં 'ચેલેન્જ' પોલિટિક્સનો બીજો રાઉન્ડ, લાલજી દેસાઈના નિવેદન બાદ કિસાન સંઘર્ષ સમિતિ મેદાનમાં

મોરબીમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે અને આ વખતે વિવાદના કેન્દ્રમાં ડાયરાના કલાકારો અને કિસાન સંગઠનો છે. લાલજી દેસાઈના વિવાદાસ્પદ નિવેદન બાદ હવે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ કલાકારોને ખુલ્લી ચેલેન્જ ફેંકી છે. સમિતિના નેતા મહેશ રાજકોટીયાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, લોક કલાકારો અત્યારે ભાજપના ઈશારે તૈયાર કરેલી સ્ક્રિપ્ટ મુજબ બોલી રહ્યા છે. તેમણે કલાકારોને પડકાર ફેંકતા કહ્યું કે, જો કલાકારોમાં હિંમત હોય તો ગૌમાંસ, ગૌચરની જમીનો અને ખેડૂતોને નડતરરૂપ વીજપોલ જેવા મુદ્દાઓ પર સરકાર સામે બોલે.મહેશ રાજકોટીયાનો પડકાર કિસાન સંઘર્ષ સમિતિએ કલાકારોને લોભામણી અને કટાક્ષભરી ઓફર આપતા કહ્યું છે કે, જો કલાકારો ખેડૂતોના પ્રશ્નો અને સરકારની નિષ્ફળતા વિશે ડાયરામાં બોલવા તૈયાર હોય, તો તેમને મળતા માનદ વેતન કરતા બમણા રૂપિયા આપવા ખેડૂતો તૈયાર છે. રાજકોટીયાએ ઉમેર્યું હતું કે, સરકારને ખેડૂતોની ટ્રેક્ટર રેલીનો રેલો આવ્યો હોવાથી હવે કલાકારોના માધ્યમથી રાજનીતિ કરવામાં આવી રહી છે. મોરબીમાં શરૂ થયેલી આ 'ચેલેન્જ' રાજનીતિએ આવનારા દિવસોમાં મોટા આંદોલનના એંધાણ આપ્યા છે, જેનાથી કલાકાર જગત અને રાજકીય લોબીમાં ભારે ચર્ચાઓ જાગી છે. આ પણ વાંચો : Ahmedabad માં 74મી નેશનલ ટાઉન પ્લાનર્સ કોન્ફરન્સનો પ્રારંભ, અર્બન ડેવલપમેન્ટ માટે નવો રોડમેપ તૈયાર

Read Full Story arrow_forward