android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara : આવતીકાલે 7 ફેબ્રુઆરીએથી થશે વિશ્વામિત્રી નદીમાં મગરોની ગણતરી, 25 કિલોમીટરના પટને 10 ઝોનમાં વહેંચવામાં આવ્યો
calendar_today February 6, 2026

Vadodara : આવતીકાલે 7 ફેબ્રુઆરીએથી થશે વિશ્વામિત્રી નદીમાં મગરોની ગણતરી, 25 કિલોમીટરના પટને 10 ઝોનમાં વહેંચવામાં આવ્યો

વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં રહેલા મગરોની વસ્તી ગણતરી આવતીકાલે શનિવાર, 7 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. આ ગણતરી એમ.એસ. યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે હાથ ધરવામાં આવશે. આ કામગીરીમાં ઝૂઓલોજી વિભાગના 30 વિદ્યાર્થી વોલિન્ટિયર, વન વિભાગના કર્મચારીઓ તેમજ વિવિધ એનજીઓના વોલિન્ટિયરો જોડાશે.મગરોની ગણતરી બે તબક્કામાં કરવામાં આવશે મગરોની ગણતરી બે તબક્કામાં કરવામાં આવશે. સવારે 9થી 11 વાગ્યા દરમિયાન દિવસે ડાયરેક્ટ સાઈટીંગ પદ્ધતિથી ગણતરી થશે, જ્યારે રાત્રે 8થી 10 વાગ્યા દરમિયાન ટોર્ચ અને સ્પોર્ટ લાઇટના સહારે મગરોની આંખોમાં દેખાતા ફાયર રેડ સાઇનના આધારે ઓળખ કરીને ગણતરી કરવામાં આવશે. મગરની આંખોમાં ટોર્ચ મારતા જ લાલચમક જોવા મળે છે, જે અન્ય કોઈ પ્રાણીમાં જોવા મળતી નથી.  25 કિલોમીટરના પટને 10 ઝોનમાં વહેંચવામાં આવ્યો મગરોની ગણતરી માટે વડોદરા શહેરના દેણાથી લઈ તલસટ સુધીના વિશ્વામિત્રી નદીના અંદાજે 25 કિલોમીટરના પટને 10 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં વન વિભાગનો એક કર્મચારી, એક એનજીઓ પ્રતિનિધિ તથા બે થી ત્રણ વિદ્યાર્થી વોલિન્ટિયર રહેશે. કુલ 10 એનજીઓ, 10 વન વિભાગના કર્મચારીઓ અને 30 જેટલા વિદ્યાર્થી વોલિન્ટિયરો આ સમગ્ર કામગીરીમાં જોડાશે. દરેક ટીમને એક ફોર્મ આપવામાં આવશે દરેક ટીમને એક ફોર્મ આપવામાં આવશે, જેમાં મગરની અંદાજિત લંબાઈ (હેડથી ટેલ સુધી), દેખાવનો સમય અને સ્થળ સહિતની વિગતો નોંધવાની રહેશે. દિવસ દરમિયાન મગર સ્પષ્ટ રીતે દેખાતા હોવાથી ગણતરી પ્રમાણમાં સરળ રહે તેવી શક્યતા છે. શિયાળાનો સમય મગરોની ગણતરી માટે શ્રેષ્ઠ રાત્રિ દરમિયાન સુરક્ષાના પગલાંરૂપે દરેક ટીમ પાસે ડંડા, સ્પોર્ટ લાઈટ, ટોર્ચ તેમજ એક ટ્રેઈન્ડ ગાર્ડ રહેશે. શિયાળાનો સમય મગરોની ગણતરી માટે શ્રેષ્ઠ માનવામાં આવતો હોવાથી આ સમયગાળો પસંદ કરાયો છે. મગર વિશ્વામિત્રી નદી માટે મહત્વનું પ્રાણી ઉલ્લેખનીય છે કે મગર વિશ્વામિત્રી નદી માટે મહત્વનું અને શિડ્યુલ-1માં આવતું સંરક્ષિત પ્રાણી છે.આવતીકાલની ગણતરી બાદ વિશ્વામિત્રી નદીમાં મગરોની વર્તમાન વસ્તી અંગે સ્પષ્ટ ચિત્ર સામે આવશે. આ પણ વાંચો-----    Patan : ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો મુદ્દો, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની પ્રતિક્રિયા, નાની મોટી ભૂલો થશે તો તેનું નિરાકરણ થશે

Read Full Story arrow_forward
Patan News: રાધનપુરમાં વિક્રમ ઠાકોરને ચીમકી, તાકાત હોય તો ઉત્તર ગુજરાતમાં પોગ્રામ કરી બતાવો
calendar_today February 6, 2026

Patan News: રાધનપુરમાં વિક્રમ ઠાકોરને ચીમકી, તાકાત હોય તો ઉત્તર ગુજરાતમાં પોગ્રામ કરી બતાવો

બનાસકાંઠામાં ઠાકોર સમાજ દ્વારા અમલમાં મુકાયેલા બંધારણમાં ડીજેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો ડીજેના ઉપયોગને લઈને સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. આ બંને કલાકારોને જાબડિયા ગામના આગેવાનો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. હવે ગાયક વિક્રમ ઠાકોરે તેમને સમર્થન આપ્યું છે. જેના કારણે પાટણના રાધનપુરમાં વિક્રમ ઠાકોર સામે રોષ ફેલાયો છે. તાલુકા પંચાયતમાં ભાજપના પૂર્વ પ્રમુખ દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરને ચેતવણી આપી છે. બીજી તરફ મુકેશજી ઠાકોરે પણ આ મામલે નિવેદન આપ્યું છે. કુરિવાજો અને ખોટા ખર્ચા બંધ થાય તે માટે બનાવ્યું તાલુકા પંચાયતમાં ભાજપના પૂર્વ પ્રમુખ દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરને ચેતવણી આપતાં કહ્યું હતું કે, તેઓ માપમાં અને મર્યાદામાં રહે. સમાજના બંધારણના લીરે લીરા ઉડી રહ્યાં છે. તાકાત હોય તો ઉત્તર ગુજરાતમાં પોગ્રામ કરી બતાવો. સરકારે સન્માન નહીં કરતા સમાજ યાદ આવ્યો હતો. ફિલ્મો બનાવી સમાજના લોકોને દારૂના રવાડે ચઢાવ્યા છે. બીજી બાજુ ઠાકોર સમાજના આગેવાન મુકેશજી ઠાકોરે કહ્યું હતું કે, સમાજના કલાકારોના નિવેદન સામે આવી રહ્યાં છે. સમાજની સામે પડશો તો એકલા પડી જશો મુકેશજી ઠાકોરે કહ્યું હતું કે, આ બંધારણ કોઈ એક વ્યક્તિએ નથી બનાવ્યું. કુરિવાજો અને ખોટા ખર્ચા બંધ થાય તે માટે બનાવ્યું છે. બંધારણના નિયમનું ગબ્બર અને અર્જુન ઠાકોરે ઉલ્લંઘન કર્યુ છે. જેના કારણે તેમની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. તમે સમાજની સામે પડશો તો એકલા પડી જશો. સમાજે તમને મોટા બનાવ્યા છે. એજ તમને નાના પણ બનાવવાનો પ્રયત્ન કરશે. સમાજ એ હાથીનો પગ છે એટલે સમાજથી વિરુદ્ધ જઈને તમે થાકી જશો આ પણ વાંચોઃ Ahmedabad News: ખાડિયા પોલીસ સ્ટેશનમાં ડિટેઇન કરેલા વાહનોમાં લાગી આગ, 50થી વધુ વાહનો બળીને ખાખ

Read Full Story arrow_forward
Banaskantha News: ઠાકોર સમાજના બંધારણ મુદ્દે વિવાદ વકર્યો, મુકેશજી ઠાકોરે કલાકારોને આપી ચીમકી
calendar_today February 6, 2026

Banaskantha News: ઠાકોર સમાજના બંધારણ મુદ્દે વિવાદ વકર્યો, મુકેશજી ઠાકોરે કલાકારોને આપી ચીમકી

બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ દ્વારા અમલી બનાવવામાં આવેલા સામાજિક બંધારણ અને નિયમોના ઉલ્લંઘન મુદ્દે વિવાદ ગરમાયો છે. ખાસ કરીને જાણીતા કલાકારો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂકવાના નિર્ણય બાદ, સામાજિક આગેવાન મુકેશજી ઠાકોરે આકરા તેવરમાં નિવેદન આપ્યું છે. મુકેશજી ઠાકોરે સ્પષ્ટ કર્યું હતું કે આ બંધારણ કોઈ એક વ્યક્તિની મરજીથી નથી બન્યું.‘આ બંધારણ કોઈ એક વ્યક્તિએ નથી બનાવ્યું’ વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણના 27 તાલુકાના સામાજિક આગેવાનો, સંતો અને 20-25 વર્ષથી નેતૃત્વ કરતા નેતાઓના અભિપ્રાય બાદ આ નિયમો ઘડાયા છે. આ બંધારણનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાંથી કુરિવાજો અને લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ (જેમ કે ડી.જે. વગેરે) દૂર કરી સમાજને પ્રગતિના પંથે લઈ જવાનો છે. વિક્રમ ઠાકોર, ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના નિવેદનો મુદ્દે મુકેશજીએ જણાવ્યું કે: ગબ્બર અને અર્જુન ઠાકોરે નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાથી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ છે. સમાજે તમને મોટા બનાવ્યા છે :મુકેશજી ઠાકોરતેમણે કલાકારોને ટોણો મારતા કહ્યું કે, "સમાજે તમને મોટા બનાવ્યા છે, જો તમે સમાજની સામે પડશો તો એકલા પડી જશો. સમાજ એ હાથીનો પગ છે, જે તમને મોટા બનાવી શકે છે એ જ તમને નાના બનાવતા પણ વાર નહીં લગાડે." આ વિવાદને પગલે ઠાકોર સમાજમાં બે ફાટા જેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ પરંપરા અને સાદગીના હિમાયતી આગેવાનો છે, તો બીજી તરફ પોતાની સ્વતંત્રતાની વાત કરતા કલાકારો છે. મુકેશજીએ અંતમાં ઉમેર્યું હતું કે સમાજથી વિરુદ્ધ જઈને કોઈપણ વ્યક્તિ લાંબો સમય ટકી શકતી નથી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward