android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha : CM ભુપેન્દ્ર પટેલ શનિવારે અંબાજી-દાંતા રોડ પર 16 ફૂટ ઊંચા ત્રિશૂળનું કરશે લોકાર્પણ, 950 કરોડના વિકાસ કાર્યનું કરશે ખાતમુહૂર્ત
calendar_today February 6, 2026

Banaskantha : CM ભુપેન્દ્ર પટેલ શનિવારે અંબાજી-દાંતા રોડ પર 16 ફૂટ ઊંચા ત્રિશૂળનું કરશે લોકાર્પણ, 950 કરોડના વિકાસ કાર્યનું કરશે ખાતમુહૂર્ત

આવતીકાલે શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે. તેમનો પ્રવાસ સૌપ્રથમ અંબાજીથી શરૂ થશે, જ્યાં સીએમ સુવર્ણ શિખર ધારી મંદિરમાં દર્શન કરશે.સીએમ રૂ. 950 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે અંબાજી ખાતે સીએમ રૂ. 950 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમ અંતર્ગત અનેક રોડ, પાણી પુરવઠા અને સ્થાનિક વિકાસ સંબંધિત પ્રોજેક્ટોનો અધિકારિક આરંભ કરવામાં આવશે. 16 ફૂટ ઊંચા ઉત્તર કાશીની પ્રતિકૃતિ સમાન ત્રિશૂલનું લોકાર્પણ કરશે અંબાજી-દાંતા માર્ગ પર સ્થાપિત કરાનાર 16 ફૂટ ઊંચા ઉત્તર કાશીની પ્રતિકૃતિ સમાન ત્રિશૂલનું લોકાર્પણ પણ સીએમ કરશે. આ ત્રિશૂલ પ્રદેશના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વનું પ્રતીક માનવામાં આવે છે. ડાંગીયા ઉત્તમપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરશે ત્યાર બાદ સીએમ દાંતીવાડાના ડાંગીયા ઉત્તમપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરશે. નોંધનીય છે કે, શાળાની બીજા ધોરણમાં અભ્યાસ કરતી દીકરી સામ્યા પ્રજાપતિએ વીડિયો કોલ દ્વારા સીએમને શાળામાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણને ધ્યાનમાં લઈ સીએમ આવતીકાલે શનિવારે શાળામાં જઈ બાળકો સાથે મુલાકાત કરશે. આ પણ વાંચો----   Gandhinagar News: 5.14 લાખ નવા લાભાર્થીઓ આંગણવાડીની વિવિધ યોજનાથી લાભાન્વિત

Read Full Story arrow_forward
Ahmedabad News : કોમનવેલ્થ ગેમ્સ પહેલા શહેરના AQIમાં સુધારો કરાશે, જાણો AMC કેવી રીતે કરશે કામગીરી?
calendar_today February 6, 2026

Ahmedabad News : કોમનવેલ્થ ગેમ્સ પહેલા શહેરના AQIમાં સુધારો કરાશે, જાણો AMC કેવી રીતે કરશે કામગીરી?

અમદાવાદમાં હવા પ્રદૂષણ મર્યાદા બહાર વધી રહ્યું છે. વાહનો અને બાંધકામ સાઈટોના કારણે એર પોલ્યુશનમાં વધારો થયો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ હાઈ લેવલ પર જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં AQI સુધારવા મહાનગર પાલિકા દ્વારા મથામણ શરૂ કરવામાં આવી છે. શહેરમાં 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ પહેલા એર ક્વોલિટી ઈન્ડેક્સ સુધારવા કામગીરી કરવામાં આવશે. અમદાવાદમાં AQI સુધારવા AMCની મથામણ અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ સુધારવા માટે મહાનગર પાલિકા દ્વારા મથામણ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં આઇઆઇટી કાનપુર સાથે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરનો AQI સુધારવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. વર્ષ 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ પહેલા શહેરની એર ક્વોલિટી સુધારવા કામગીરી કરવામાં આવશે. AI અને Near Real Time મોનિટરિંગ સિસ્ટમનો ઉપયોગ થશે. અમદાવાદ શહેરના હોટ સ્પોટ ઓળખવામાં આવશે.મોનિટરિંગ ગ્રીડ, મોબાઈલ લેબનો ઉપયોગ કરાશેઆ પણ વાંચોઃ Patan News: રાધનપુરમાં વિક્રમ ઠાકોરને ચીમકી, તાકાત હોય તો ઉત્તર ગુજરાતમાં પોગ્રામ કરી બતાવો

Read Full Story arrow_forward
Sabarkantha : હિંમતનગરમાં પોલીસનો દરોડો, બનાવટી ચા-બીડી-સિગારેટનો રૂ. 2.41 લાખનો જથ્થો ઝડપાયો
calendar_today February 6, 2026

Sabarkantha : હિંમતનગરમાં પોલીસનો દરોડો, બનાવટી ચા-બીડી-સિગારેટનો રૂ. 2.41 લાખનો જથ્થો ઝડપાયો

હિંમતનગર શહેરમાં સાબરકાંઠા SOG પોલીસે દરોડો પાડીને બનાવટી ચા, બીડી અને સિગારેટના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી કરી છે. ગાયત્રી મંદિર રોડ પર આવેલી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા એક વેપારી પાસેથી કુલ રૂ. 2.41 લાખનો બનાવટી માલ જપ્ત કરવામાં આવ્યો છે. બનાવટી ચા, બીડી તથા સિગારેટનો મોટો જથ્થો કબજે કર્યો SOGને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે સ્થળ તપાસ દરમિયાન અજીત શાહ નામના વેપારી પાસેથી વિવિધ જાણીતી કંપનીઓના નામે બનાવટી ચા, બીડી તથા સિગારેટનો મોટો જથ્થો કબજે કર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે અજીત શાહ વિવિધ બ્રાન્ડની ચાની નકલ બનાવી ડુપ્લીકેટ ઉત્પાદનો બજારમાં વેચતો હતો. પોલીસ તપાસ શરુ આ સમગ્ર મામલે સાબરકાંઠા SOGએ આરોપી અજીત કિરીટભાઈ શાહ વિરુદ્ધ હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે બનાવટી માલ ક્યાંથી બનાવવામાં આવતો હતો અને કોને સપ્લાય કરવામાં આવતો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો----    Patan : ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો મુદ્દો, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની પ્રતિક્રિયા, નાની મોટી ભૂલો થશે તો તેનું નિરાકરણ થશે

Read Full Story arrow_forward