android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : ગુજરાત હાઈકોર્ટની સરકારને ફટકાર, કન્ટેમટ પીટીશનમાં સેક્રેટરીને કોર્ટના આકરા સવાલ
calendar_today February 6, 2026

Ahmedabad News : ગુજરાત હાઈકોર્ટની સરકારને ફટકાર, કન્ટેમટ પીટીશનમાં સેક્રેટરીને કોર્ટના આકરા સવાલ

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના વહીવટી તંત્રની શિથિલતા અને કોર્ટના આદેશોની અવગણના કરવા બદલ સરકારી બાબુઓનો જોરદાર ઉધડો લીધો છે. એક વન કર્મચારીને તેનો બાકી પગાર ચૂકવવા માટે હાઈકોર્ટે અગાઉ સ્પષ્ટ હુકમ કર્યો હતો, તેમ છતાં મહિનાઓ વીતી ગયા છતાં વહીવટી મંજૂરીના બહાને કર્મચારીને નાણાં ચૂકવવામાં આવ્યા નહોતા. આ મામલે થયેલી કન્ટેમટ ઓફ કોર્ટ (અદાલતની અવમાનના) પીટીશનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટ લાલઘૂમ થઈ હતી અને જવાબદાર અધિકારીઓ પાસેથી લેખિત ખુલાસો માંગ્યો છે.હાઈકોર્ટ લાલઘૂમ કોર્ટે ખાસ કરીને નાણા વિભાગની કાર્યશૈલી પર વેધક સવાલો ઉઠાવતા ફાયનાન્સ સેક્રેટરીને પૂછ્યું હતું કે, "શું નાણા વિભાગ હાઈકોર્ટના હુકમની કોઈ કદર કરતું નથી? શું વિભાગ આદેશ છતાં પગાર ચૂકવવાની અનુમતિ આપતું નથી?" હાઈકોર્ટે સ્પષ્ટ ચીમકી આપી છે કે અદાલતના આદેશોનું પાલન કરવું એ કોઈ વિકલ્પ નથી પણ ફરજ છે. જો આગામી સમયમાં યોગ્ય અમલવારી નહીં થાય, તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે તેવી ઝાટકણી કાઢતા સરકારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટીમાં શોક, NSS કેમ્પમાં આવેલી વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં કર્યો આપઘાત

Read Full Story arrow_forward
Banaskantha માં દારૂના દૈત્ય સામે એક વિધવા મહિલાની લડત, જાહેરમાં પીડા વ્યક્ત કરતા આખું ગામ સ્તબ્ધ થઈ ગયું
calendar_today February 6, 2026

Banaskantha માં દારૂના દૈત્ય સામે એક વિધવા મહિલાની લડત, જાહેરમાં પીડા વ્યક્ત કરતા આખું ગામ સ્તબ્ધ થઈ ગયું

બનાસકાંઠા જિલ્લાના નાના જામપુર ગામે યોજાયેલી એક સામાજિક બેઠકમાં દારૂબંધી અને વ્યસનમુક્તિને લઈને એક હચમચાવી નાખે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગામની એક વિધવા મહિલાએ સ્ટેજ પરથી અત્યંત ભાવુક થઈને ગ્રામજનો અને સમાજને દારૂ છોડવા માટે વિનંતી કરી હતી. દારૂના કારણે પોતાના પતિને ગુમાવનાર આ મહિલાએ જાહેરમાં પોતાની પીડા ઠાલવતા કહ્યું હતું કે, "જે રીતે હું વિધવા થઈ છું અને મારા બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, તેવી હાલત બીજી કોઈ મહિલાની ન થાય." આ મહિલાની આજીજી સાંભળીને બેઠકમાં હાજર રહેલા તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.મહિલાનો કરુણ વીડિયો આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. મહિલાએ પોતાની આપવીતી જણાવતા વિનંતી કરી હતી કે જો પુરુષો વ્યસન છોડશે તો જ અનેક પરિવારો બરબાદ થતા બચશે. આ વાયરલ વીડિયોએ ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ અને સામાજિક જાગૃતિની જરૂરિયાત પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકો આ મહિલાની હિંમતને બિરદાવી રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે આ અપીલ બાદ ગામમાં દારૂબંધીનો કડક અમલ થશે અને લોકો વ્યસનથી દૂર રહેશે. આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાત હાઈકોર્ટની સરકારને ફટકાર, કન્ટેમટ પીટીશનમાં સેક્રેટરીને કોર્ટના આકરા સવાલ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં NSS કેમ્પમાં આવેલી 21 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત, ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
calendar_today February 6, 2026

Gujarat Latest News Live : ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં NSS કેમ્પમાં આવેલી 21 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત, ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 06 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward