android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Narmada : સાંસદ મનસુખ વસાવાના સંબોધનનો વીડિયો એડિટ કરીને વાયરલ કરનારા 3 શખ્સ સામે ફરિયાદ, એક ઝડપાયો
calendar_today February 6, 2026

Narmada : સાંસદ મનસુખ વસાવાના સંબોધનનો વીડિયો એડિટ કરીને વાયરલ કરનારા 3 શખ્સ સામે ફરિયાદ, એક ઝડપાયો

ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર અને ધમકીભરી ટિપ્પણીઓ કરવા બદલ ત્રણ શખ્સો સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.સોશિયલ મીડિયામાં રીલ બનાવી વાયરલ કરી ગત 27 જાન્યુઆરીના રોજ દેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે ભાજપ દ્વારા વિકસિત ભારત જી રામ જી જન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સાંસદે કરેલા સંબોધનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોને એડિટ કરીને કેટલાક શખ્સોએ સાંસદની પ્રતિભા ને હાનિ પહોંચાડવાના ઈરાદે સોશિયલ મીડિયા માં રીલ બનાવી વાયરલ કરી હતી. ત્રણ ઇન્સ્ટાગ્રામ આઈડી ધારકો સામે પોલીસમાં ફરિયાદ આ બાબતે સાંસદના જમાઈ વિક્રાંત વસાવા એ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે આ કેસમાં ત્રણ ઇન્સ્ટાગ્રામ આઈડી ધારકો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં આઈડી ધારક લાલો નાગજી ડામોર, મનોજ પરમાર અને અજિત માવીનો સમાવેશ થાય છે. મનસુખ વસાવા બજેટ સત્રમાં હોવાથી એમના જમાઈએ ફરિયાદ નોંધાવી છે. એક આરોપીની ધરપકડ ત્રણમાંથી એક આરોપીની ધરપકડ કરી લેવાઈ છે જ્યારે અન્ય બે ફરારની શોધખોળ થઈ રહી છે..આ પણ વાંચો-----      Patan : ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો મુદ્દો, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની પ્રતિક્રિયા, નાની મોટી ભૂલો થશે તો તેનું નિરાકરણ થશે

Read Full Story arrow_forward
Amreli: લીલીયાના કણકોટ ગામે ખુલ્લા કૂવામાં પડી જતા સિંહનું મોત, સિંહ પ્રેમીઓમાં રોષ
calendar_today February 6, 2026

Amreli: લીલીયાના કણકોટ ગામે ખુલ્લા કૂવામાં પડી જતા સિંહનું મોત, સિંહ પ્રેમીઓમાં રોષ

અમરેલીના લીલીયાના કણકોટ ગામમાં નર સિંહ ખુલ્લા કૂવામાં પડી જતાં તેનું મોત થયું હતું. આ સિંહની ઉંમર બે થી અઢી વર્ષના આસપાસ હોવાનું અનુમાન છે.અગાઉ માદા સિંહણનું ઇલેક્ટ્રિક શોકથી મોત થયું હતું આ પહેલા પણ આ પંથકમાં માદા સિંહણનું ઇલેક્ટ્રિક શોકથી મોત થયું હતું, જે વન્યજીવન માટે ગંભીર ચિંતાનો વિષય છે. લીલીયા પંથકમાં પડેલા ખુલ્લા કુવાઓના કારણે અનેક વન્ય પ્રાણીઓ માટે જોખમ ઉભુ થયું છે. સિંહના મૃત દેહને કૂવામાંથી બહાર કાઢી પીએમ માટે લઇ જવાયો લીલીયાના કણકોટ ગામે સિંહના મૃત દેહને કૂવામાંથી બહાર કાઢી પીએમ માટે ક્રાંકચ એનિમલ કેર ખાતે ખસેડવામાં આવ્યો છે. તમામ ખુલ્લા કુવાઓને જાળીથી ઢાંકવામાં આવે તેવી માગ વનવિભાગે ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે, અને સિંહ પ્રેમીઓએ માંગ કરી છે કે આ પ્રકારના ખુલ્લા કુવાઓને જાળીથી ઢાંકવામાં આવે, જેથી વધુ પ્રાણીઓનો જીવ બચી શકે. આ પણ વાંચો----   Patan : ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો મુદ્દો, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની પ્રતિક્રિયા, નાની મોટી ભૂલો થશે તો તેનું નિરાકરણ થશે

Read Full Story arrow_forward
Sabarkanta News: લોહીના સંબંધો લજવાયા, ભાભીએ સોપારી આપી દિયરની પતાવી દીધો
calendar_today February 6, 2026

Sabarkanta News: લોહીના સંબંધો લજવાયા, ભાભીએ સોપારી આપી દિયરની પતાવી દીધો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાદોલીયા ગામના યુવકની શંકાસ્પદ હત્યાનો ભેદ ઉકેલાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ખૂની ખેલ પાછળ બીજું કોઈ નહીં પણ મૃતકની સગી ભાભી જ માસ્ટર માઈન્ડ નીકળી છે. પ્રેમ સંબંધની શંકાના ઝઘડામાં ભાભીએ પોતાના જ દિયર વિષ્ણુસિંહ મકવાણાની રૂપિયા 2 લાખની સોપારી આપી ક્રૂર હત્યા કરાવી નાખી છે.પ્રેમ સંબંધ અને સોપારીનું કાવતરું ઘટનાની મળતી માહિતી અનુસાર, આરોપી ભાભી કોકીલાબેનને ગામના જ દોલતસિંહ મકવાણા સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા દિયર વિષ્ણુસિંહને હતી. આ બાબતે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. પોતાનો ભાંડો ફૂટી જવાની બીકે કોકીલાબેને પ્રેમી દોલતસિંહ અને અન્ય સાગરીતો સાથે મળી દિયરને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું. વિષ્ણુસિંહને લગ્ન માટે છોકરી જોવા જવાના બહાને ઈકો ગાડીમાં બેસાડી લઈ જવામાં આવ્યો હતો. ચાલુ કારમાં ગળે ટૂંપો આપી હત્યા ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી જ્યારે રસ્તામાં ચાલુ કારમાં જ વિષ્ણુસિંહને ગળે ટૂંપો આપી રહેંસી નાખવામાં આવ્યો હતો. હત્યા કર્યા બાદ મૃતદેહને કાલીપુરા થી લવારી જવાના માર્ગ પર ફેંકી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસને ગુમરાહ કરવા જતાં પોતે જ ફસાઈ હત્યા બાદ મામલો દબાવવા માટે ભાભી પોતે જ પોલીસને જાણ કરવા ગઈ હતી, પરંતુ તેની વધુ પડતી હોશિયારી જ તેને નડી ગઈ હતી. પ્રાંતિજ પોલીસે શંકાના આધારે મોબાઈલના મેસેજ અને કોલ ડિટેલ્સ તપાસતા ભાભી અને તેના સાગરીતો વચ્ચે થયેલા કાવતરાનો પર્દાફાશ થયો હતો. પોલીસે હાલ એક મહિલા સહિત ચાર આરોપીઓ સામે ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ પણ વાંચો - Sabarkantha માં સફેદ દૂધનો કાળો કારોબાર, પ્રાંતિજના સલાલમાંથી નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

Read Full Story arrow_forward