android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: 1 વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ, તબીબોએ આપ્યું નવજીવન
calendar_today February 6, 2026

Vadodara News: 1 વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ, તબીબોએ આપ્યું નવજીવન

આણંદ જિલ્લાના માલસર ગામના એક વર્ષના માસૂમ બાળક માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલ (GMERS) ના તબીબો દેવદૂત સાબિત થયા છે. છેલ્લા દોઢ મહિનાથી ગંભીર બીમારી સામે ઝઝૂમતા બાળકની શ્વાસનળીમાં ફસાયેલો LED બલ્બ જટિલ ઓપરેશન દ્વારા સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો છે. આ માસૂમ બાળક છેલ્લા દોઢ મહિનાથી સતત તાવ અને ખાંસીની તકલીફથી પીડાતું હતું. પરિવારજનોએ અનેક ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવી, જ્યાં તબીબો તેને ન્યુમોનિયા માનીને તે મુજબની દવાઓ આપી રહ્યા હતા.અશક્ય ઓપરેશન કરી તબીબોએ બાળકીને બચાવી જોકે, કોઈ ફરક ન પડતા અંતે પરિવાર થાકીને ગોત્રી સરકારી હોસ્પિટલ ખાતે આવ્યો હતો. ગોત્રી હોસ્પિટલના ENT (કાન-નાક-ગળું) વિભાગના તબીબોએ બાળકની ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે એક્સ-રે અને અન્ય રિપોર્ટ્સમાં શ્વાસનળીમાં કોઈ અજાણી વસ્તુ ફસાયેલી હોવાનું જણાયું હતું. તબીબોએ અત્યંત જટિલ ગણાતી 'બ્રોનકોસ્કોપી' (Bronchoscopy) પદ્ધતિ દ્વારા તે વસ્તુ બહાર કાઢી હતી. દોઢ મહિનાની બીમારી બાદ સત્ય સામે આવ્યુંજ્યારે શ્વાસનળીમાંથી એ વસ્તુ બહાર આવી ત્યારે તે એક નાનો LED બલ્બ હતો, જેને જોઈને તબીબો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ સફળ ઓપરેશન બાદ બાળક હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને મુક્તપણે શ્વાસ લઈ રહ્યું છે. તબીબોએ વાલીઓને ખાસ અપીલ કરી છે કે નાના બાળકો રમતા-રમતા આવી નાની વસ્તુઓ મોઢામાં ન નાખે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Sabarkantha માં સફેદ દૂધનો કાળો કારોબાર, પ્રાંતિજના સલાલમાંથી નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
calendar_today February 6, 2026

Sabarkantha માં સફેદ દૂધનો કાળો કારોબાર, પ્રાંતિજના સલાલમાંથી નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામમાં માનવ જિંદગી સાથે ગંભીર ચેડાં કરતું નકલી દૂધનું મસમોટું નેટવર્ક ઝડપાયું છે. જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બાતમીના આધારે 'શ્રી સત્યા ડેરી પ્રોડક્ટ' નામની ફેક્ટરી પર ઓચિંતા દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે અહીં દૂધ બનાવવા માટે પશુઓની નહીં પણ ઘાતક રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ફેક્ટરીમાં યુરિયા ખાતર, કોસ્ટિક સોડા અને અન્ય જોખમી કેમિકલ્સ મિશ્રિત કરી નકલી દૂધ તૈયાર કરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી 71 લાખ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.LCBની મોટી કાર્યવાહી આ દરોડા દરમિયાન પોલીસે એક સગીર સહિત કુલ 5 કર્મચારીઓને રંગેહાથ ઝડપી લીધા છે, જોકે ફેક્ટરીનો મુખ્ય સંચાલક રાકેશ ઉર્ફે ધમો નારાયણ પોલીસને થાપ આપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. નકલી દૂધ બનાવવા માટે જે પદ્ધતિ અને રસાયણોનો ઉપયોગ થતો હતો તે લાંબા ગાળે જીવલેણ સાબિત થઈ શકે છે. હાલમાં LCB દ્વારા ફરાર મુખ્ય આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને આ કેમિકલ યુક્ત દૂધ કયા કયા શહેરોમાં સપ્લાય કરવામાં આવતું હતું તે દિશામાં ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો : Valsad ના રેંટલાવમાં કાળજું કંપાવતી ઘટના, બેફામ કારચાલકે રાહદારીને હવામાં ફંગોળ્યો

Read Full Story arrow_forward
Ambaji માં ભાજપ પ્રમુખ વિવાદના ઘેરામાં, વ્યાજખોરીના આક્ષેપ સાથે વેપારી પહોંચ્યા SP કચેરી
calendar_today February 6, 2026

Ambaji માં ભાજપ પ્રમુખ વિવાદના ઘેરામાં, વ્યાજખોરીના આક્ષેપ સાથે વેપારી પહોંચ્યા SP કચેરી

બનાસકાંઠા જિલ્લાના અંબાજી ભાજપ પ્રમુખ સામે વ્યાજખોરી અને ધમકાવવાના ગંભીર આક્ષેપો ઉઠતા રાજકીય આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે. અંબાજીના જ એક સ્થાનિક વેપારી રાજેશ માળીએ પાલનપુર એસપી (SP) કચેરી ખાતે લેખિત રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી છે. પીડિત વેપારીનો આક્ષેપ છે કે તેમણે ભાજપ પ્રમુખ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા, જેની મુદ્દલ અને વ્યાજની રકમ ચૂકવી દીધી હોવા છતાં પ્રમુખ દ્વારા વધુ નાણાંની માંગણી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, પતાવટ માટે મૂકવામાં આવેલા સોના-ચાંદીના દાગીના પણ પચાવી પાડી પરત ન આપતા હોવાની રજૂઆત કરવામાં આવી છે.ધમકી આપી હોવાનો આક્ષેપ વેપારીએ પોતાની અરજીમાં વધુમાં જણાવ્યું છે કે, સત્તાના નશામાં ભાજપ પ્રમુખ તેમને અવારનવાર ધમકીઓ આપી રહ્યા છે અને જો વધુ નાણાં નહીં ચૂકવે તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી છે. સતત મળી રહેલી ધમકીઓથી ફફડી ઉઠેલા વેપારીએ અંતે પોલીસનો સહારો લીધો છે. રાજ્ય સરકાર એક તરફ વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવી રહી છે, ત્યારે શાસક પક્ષના જ હોદ્દેદાર સામે આવા આક્ષેપો થતા તંત્ર માટે આ કસોટીનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ મામલે તટસ્થ તપાસ કરીને ગુનો નોંધે છે કે કેમ. આ પણ વાંચો : Rajkot News : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના MOU પર વિવાદનું વંટોળ, ધરમ કામલિયાએ કુલપતિના નિર્ણય સામે સાધ્યું નિશાન

Read Full Story arrow_forward