android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: ખાડિયા પોલીસ સ્ટેશનમાં ડિટેઇન કરેલા વાહનોમાં લાગી આગ, 50થી વધુ વાહનો બળીને ખાખ
calendar_today February 6, 2026

Ahmedabad News: ખાડિયા પોલીસ સ્ટેશનમાં ડિટેઇન કરેલા વાહનોમાં લાગી આગ, 50થી વધુ વાહનો બળીને ખાખ

અમદાવાદમાં ખાડિયા પોલીસ સ્ટેશન પાસે ડિટેઈન કરેલા વાહનો મુકવામાં આવ્યા હતાં. ઘણા સમયથી મુકવામાં આવેલા આ વાહનો જર્જરિત હાલતમાં પડી રહ્યા હતાં. આજે અચાનક આ વાહનોમાં આગ લાગી હતી. આગ લાગવાને કારણે આસપાસના વિસ્તારમાં દોડધોમ મચી જવા પામી હતી. ફાયર વિભાગને આગની ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. 50 જેટલા વાહનોમાં આગ લાગતા બાળીને ખાક અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિટેઈન કરવામાં આવેલા વાહનો પોલીસ સ્ટેશન પાસે મુકવામાં આવ્યા હતાં. આ વાહનોમાં અચાનક આજે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસ સુત્રોએ કહ્યું હતું કે, ગરમીને કારણે વાહનોમાં આગ લાગી હોવાની શક્યતાઓ છે. લગભગ 50 જેટલા વાહનોમાં આગ લાગતા બાળીને ખાક થઈ ગયા હતાં. આ દરમિયાન તેની આસપાસ પણ લોકોના વાહનો પડ્યા હોવાથી ભય ફેલાયો હતો. પોલીસે એક તરફનો ટ્રાફિક રોકીને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. આ પણ વાંચોઃ Botad : લોન ઉઘરાણીના બહાને અજાણ્યા 3 શખ્સે ઘરમાં ઘુસી મહિલાઓને માર્યો માર, ચારને ઇજા

Read Full Story arrow_forward
Agriculture News : શેરડીના પાકને વેધકોથી મુક્ત કરવા શું કરવું, જાણો શું છે નવી રીત
calendar_today February 6, 2026

Agriculture News : શેરડીના પાકને વેધકોથી મુક્ત કરવા શું કરવું, જાણો શું છે નવી રીત

શેરડીના પાકમાં વેધકો જેવા કે ડૂંખ, ટોચ, મૂળ અને આંતરગાંઠ જેવી વેધકના કારણે ખૂબ નુકસાન થતું હોય છે. જેને અટકાવવા નવસારી કૃષિ યુનિવર્સિટીએ સંકલિત વ્યવસ્થાપન માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ પગલાં અપનાવીને ખેડૂતો પાકને સુરક્ષિત કરીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે છે.નવસારી કૃષિ યુનિવર્સિટીની યાદીમાં જણાવ્યા મુજબ, વેધકોના નિયંત્રણ માટે આ મુજબના પગલાં અપનાવવા જરૂરી છે, જેમ કે શેરડીના ખેતરમાં વધારાના પાણી નીતાર માટે યોગ્ય વ્યવસ્થા કરવી, જેથી જીવાતોના વિકાસને અટકાવી શકાય. શેરડીનો એકથી વધુ બડઘા પાક લેવો નહીં. પરજીવી ટ્રાયકોગામાનો વ્યાપારી ધોરણે ઉછેર જીવાતમુક્ત અને ગુણવત્તાયુક્ત બિયારણ જ પસંદ કરવું. ખેતરમાં પ્રકાશપિંજર અને ફેરોમોન ટ્રેપ મૂકીને જીવાતોની મોજણી કરવી, જેથી વહેલી તકે ઉપદ્રવને ઓળખી શકાય. શેરડીના ટોચ વેધક, ડૂંખ, સાંઠા અને આંતરગાંઠ વેધકના ઈંડાના સમૂહો એકઠા કરી નાશ કરવો અથવા વાંસમાંથી બનાવેલા બુસ્ટર મૂકીને ઈંડાના પરજીવીને બચાવી શકાય. આ ઉપરાંત ઉપદ્રવવાળા છોડનો ઇયળ સહિત નાશ કરવો.વધુમાં, નવસારી કૃષિ યુનિવર્સિટીની જૈવિક નિયંત્રણ પ્રયોગશાળામાં વેધકોના ઈંડાના પરજીવી ટ્રાયકોગામાનો વ્યાપારી ધોરણે ઉછેર થાય છે. પોતાનું ઈંડુ મુકી વેધકોના ઈંડાંનો નાશ કરે છે આ ટ્રાઈકોકાર્ડમાંથી નીકળતી માદા ભમરી વેધકોના ઈંડાંમાં પોતાનું ઈંડુ મુકી વેધકોના ઈંડાંનો નાશ કરે છે. એક ટ્રાઈકોકાર્ડના આઠ ભાગ કરી દરેક ભાગને ૧પ × ૧પ મીટરના અંતરે પાનની નીચેની બાજુએ ટ્રાયકોકાર્ડનો ભાગ ખુલ્લો રહે તે રીતે સ્ટેપલ કરવા. હેકટર દીઠ ર થી ૩ ટ્રાયકોકાર્ડની જરૂરીયાત રહેશે. દર ૧પ દિવસના અંતરે ટ્રાયકોકાર્ડ છોડતા રહેવું. ટ્રાયકોકાર્ડને હવાની અવરજવર થઈ શકે તેવી વાંસની ટોપલી અથવા અન્ય એવા સાધનમાં વહન કરવું. ટ્રાયકોકાર્ડ પર દર્શાવેલ તારીખ સુધીમાં કે તે પહેલા ઉપયોગ કરી પરજીઓ છોડી દેવા. ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ ટાળવો ટ્રાયકોકાર્ડને સવાર અથવા સાંજના સમયે ખેતરમાં છોડવા. ટ્રાયકોકાર્ડને સીધો સૂર્યપ્રકાશ ન લાગે તે રીતે ઈંડા જમીન તરફ રહે તેમ પાન પર સ્ટેપલ કરવા. ટ્રાયકોગામા છોડવાના અઠવાડિયા પહેલા અને છોડ્યાના અઠવાડિયા બાદ ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ ટાળવો.આ ઉપરાંત રાસાયણિક જંતુનાશક દવાનો ઉપયોગ કરવાની જરૂરીયાત જણાય તો ફિપ્રોનીલ ૦.૩૦ ટકા જીઆર ૩૦ કિ.ગ્રા. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪૦ ટકા જીઆર ૧૮.૭૫ કિ.ગ્રા. પ્રમાણે રોપણી બાદ એક મહિને અને ત્યારબાદ પાળા ચઢાવતી વખતે જમીનમાં આપવી. દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવી જોઈએ.આ પગલાં અપનાવીને ખેડૂતો વેધકોના ઉપદ્રવને ઘટાડી શકે છે.  આ પણ વાંચોઃ Ahmedabad News: ખાડિયા પોલીસ સ્ટેશનમાં ડિટેઇન કરેલા વાહનોમાં લાગી આગ, 50થી વધુ વાહનો બળીને ખાખ

Read Full Story arrow_forward
Junagadh: સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરી કાર પડાવી લઇ બારોબાર સગેવગે કરી દેનારો શખ્સ ઝડપાયો
calendar_today February 6, 2026

Junagadh: સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરી કાર પડાવી લઇ બારોબાર સગેવગે કરી દેનારો શખ્સ ઝડપાયો

ટેકનોલોજીનો દુરુપયોગ કરી નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતી ટોળકીઓ સક્રિય થઈ છે. ઓનલાઇન ખરીદી કરતા લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. જૂનાગઢના સી-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ વિશ્વાસઘાત અને છેતરપિંડીના એક અત્યંત ગંભીર ગુનાનો પર્દાફાશ કરી પોલીસે ગુનેગારને તેના અંજામ સુધી પહોંચાડી દીધો છે.અજાણી વ્યક્તિઓ સાથે વ્યવહાર કરતાં પહેલા સાવચેત રહેવું અનિવાર્ય સોશિયલ મીડિયા દ્વારા અજાણી વ્યક્તિઓ સાથે વ્યવહાર કરતા પહેલા સાવચેત રહેવું અનિવાર્ય છે. તમારી એક ભૂલ ગુનેગારોને મોટું મેદાન પૂરું પાડી શકે છે. આવું જ કાંઈક બન્યું જૂનાગઢમાં.ભોગ બનનાર હરપાલસિંહ ચૌહાણની 8,81,000 ની કિંમતની સિલ્વર કલરની બલેનો કાર પર નજર બગાડી, યશ જસાભાઈ બાબરિયા નામના શખ્સે અત્યંત સુનિયોજિત રીતે આ કૌભાંડ આચર્યું હતું. કાર ભાડે રાખવાના બહાને માલિકનો વિશ્વાસ જીત્યો આ ચાલક શખ્સે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્ક સાધી, કાર ભાડે રાખવાના બહાને માલિકનો વિશ્વાસ જીત્યો હતો.ગાડી પચાવી લીધા બાદ, પકડાઈ જવાના ડરથી આરોપીએ શાપર પાસે ગાડીની બેટરી અને જીપીએસ સિસ્ટમ તોડી નાખી હતી, જેથી પોલીસ તેનું લોકેશન ટ્રેસ ન કરી શકે. આ શખ્સ કારને ટોઈંગ કરાવી રાજકોટ લઈ ગયો હતો, જ્યાં તે અન્ય કોઈ ગુનાહિત ગેંગને આ ગાડી સોંપી સગેવગે કરવાની તૈયારી કરતો હતો. પોલીસે ણતરીના કલાકોમાં જ આ શખ્સને દબોચી લીધો આરોપી ગમે તેટલો ચાલક હોય, પણ કાયદાના હાથ લાંબા હોય છે. જૂનાગઢ પોલીસે ગુનાની ગંભીરતા સમજી, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના જોરે ગણતરીના કલાકોમાં જ આ શખ્સને દબોચી લીધો છે. પોલીસે મુદ્દામાલ રિકવર કરી આરોપીની કડક પૂછપરછ હાથ ધરી છે જેથી તેની પાછળ સંકળાયેલી અન્ય ગેંગનો પણ પર્દાફાશ થઈ શકે. માન ભરવાડ અને એક ગમારા નામના શખ્સની સંડોવણી પણ બહાર આવી તેની પૂછપરછમાં અન્ય બે શખ્સો, માન ભરવાડ અને એક ગમારા નામના શખ્સની સંડોવણી પણ બહાર આવી છે. હાલ મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને અન્ય ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસે ચક્રગતિમાન કર્યા છે. છેતરપિંડી આચરનારા તત્વોને છોડાશે નહી જૂનાગઢ પોલીસની આ કડક કાર્યવાહીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી છેતરપિંડી આચરનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં..આ પણ વાંચો-----   Patan : ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો મુદ્દો, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની પ્રતિક્રિયા, નાની મોટી ભૂલો થશે તો તેનું નિરાકરણ થશે

Read Full Story arrow_forward