android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodaraના શિનોરમાં 66 વર્ષીય વૃદ્ધ હનીટ્રેપનો શિકાર, મહિલા સહિત 9 શખ્સોએ લાખો રૂપિયા પડાવ્યા
calendar_today February 6, 2026

Vadodaraના શિનોરમાં 66 વર્ષીય વૃદ્ધ હનીટ્રેપનો શિકાર, મહિલા સહિત 9 શખ્સોએ લાખો રૂપિયા પડાવ્યા

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં એક વૃદ્ધને પ્રેમજાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. એક મહિલા અને આઠ શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચી 66 વર્ષીય વૃદ્ધ પાસેથી કટકે-કટકે રૂ.75 લાખ જેવી માતબર રકમ પડાવી લેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે ભોગ બનનાર વૃદ્ધે શિનોર પોલીસ સ્ટેશનમાં નવ લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે.મહિલા સહિત 9 શખ્સોએ રચ્યું કાવતરું ફરિયાદ મુજબ, શિનોરના અનવર ટેલર નામના શખ્સે વૃદ્ધનો સંપર્ક મનીષા (ઉર્ફે શાંતા) નામની મહિલા સાથે કરાવ્યો હતો. મહિલાએ અવારનવાર વૃદ્ધને અલગ-અલગ જગ્યાએ મળવા બોલાવ્યા હતા. કાવતરાના ભાગરૂપે, જ્યારે મહિલા કુવા પાસેની એક ઓરડીમાં હતી, ત્યારે વૃદ્ધ ત્યાં પહોંચ્યા હતા. ત્યાં મહિલાએ જાતે જ પોતાના અને વૃદ્ધના કપડાં ઉતારી નાખ્યા હતા. વૃદ્ધ ગભરાઈને બહાર નીકળ્યા ત્યાં સુધીમાં ટોળકીએ આ બિભત્સ અવસ્થાનો વીડિયો ઉતારી લીધો હતો. શિનોર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી વીડિયો બનાવ્યા બાદ ટોળકીના અન્ય સભ્યો નકલી પતિ અને સંબંધી બનીને ત્યાં પહોંચી ગયા હતા. તેમણે બિભત્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી. બળાત્કારના જૂઠા કેસમાં ફસાવી દેવાની બીક બતાવી. આ ડર બતાવી ટોળકીએ તબક્કાવાર વૃદ્ધ પાસેથી કુલ રૂ.75 લાખ પડાવી લીધા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી તમામ નવ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ પંથકમાં ભારે ચર્ચા જગાવી છે અને વૃદ્ધોને આવા અજાણ્યા સંપર્કોથી સાવધ રહેવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar News : 9 ફેબ્રુઆરીએ કલોલમાં વીજ પુરવઠો બંધ રહેશે, ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારોને પડશે અસર
calendar_today February 6, 2026

Gandhinagar News : 9 ફેબ્રુઆરીએ કલોલમાં વીજ પુરવઠો બંધ રહેશે, ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારોને પડશે અસર

ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં આગામી 9 ફેબ્રુઆરીના રોજ વીજ પુરવઠો ખોરવાઈ શકે છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ, પૂર્વ-નિર્ધારિત મેન્ટેનન્સ અને લાઈનોના સમારકામની કામગીરીને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં વીજકાપ લાદવામાં આવશે. આ વીજકાપ સવારથી શરૂ કરીને સાંજ સુધી અમલી રહેશે, જેના કારણે ઘરવપરાશ તેમજ નાના-મોટા ઉદ્યોગોને પણ સીધી અસર પહોંચશે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના વીજળી આધારિત કાર્યો અગાઉથી જ આયોજિત કરી લે.UGVCL દ્વારા સત્તાવાર જાહેરાત UGVCL ના સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોમાસા પહેલા અને નિયમિત અંતરે કરવામાં આવતી મેન્ટેનન્સની કામગીરીના ભાગરૂપે આ શટડાઉન લેવામાં આવ્યું છે. આ દરમિયાન જર્જરિત વીજ વાયરો બદલવા, ટ્રાન્સફોર્મરની ચકાસણી અને નડતરરૂપ ઝાડની ડાળીઓના કાપણી જેવી કામગીરી કરવામાં આવશે. 9 ફેબ્રુઆરીએ સવારના 8:00 કે 9:00 વાગ્યાથી લઈને સાંજના 5:00 કે 6:00 વાગ્યા સુધી વીજળી બંધ રહી શકે છે. આ જાહેરાત બાદ કલોલના સ્થાનિકોમાં હાલાકી થવાની શક્યતા સેવાઈ રહી છે, પરંતુ ભવિષ્યમાં વીજ ફોલ્ટ ન સર્જાય તે માટે આ કામગીરી અનિવાર્ય હોવાનું તંત્રએ જણાવ્યું છે. આ પણ વાંચો : Ambaji માં ભાજપ પ્રમુખ વિવાદના ઘેરામાં, વ્યાજખોરીના આક્ષેપ સાથે વેપારી પહોંચ્યા SP કચેરી

Read Full Story arrow_forward
Ahmedabad News: વસ્ત્રાલમાં અકસ્માત કરનાર ઝડપાયો, નશામાં ચૂર હતો કારચાલક
calendar_today February 6, 2026

Ahmedabad News: વસ્ત્રાલમાં અકસ્માત કરનાર ઝડપાયો, નશામાં ચૂર હતો કારચાલક

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં બે દિવસ પૂર્વે સર્જાયેલા ભયાનક અકસ્માત મામલે 'I' ટ્રાફિક પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપી ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. નશામાં ધૂત ચાલકે કચરો કલેક્ટ કરતી વાન પુરઝડપે ચલાવી બે નિર્દોષ વિદ્યાર્થિનીઓનો ભોગ લેવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ તે ફરાર થઈ ગયો હતો.ઘટનાની વિગત વસ્ત્રાલના પ્રણામી બંગલોઝ પાસે આ અકસ્માત તે સમયે સર્જાયો હતો, જ્યારે બે વિદ્યાર્થિનીઓ રસ્તો ઓળંગી રહી હતી અથવા પસાર થઈ રહી હતી. તે સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીમાં જોડાયેલી કચરો કલેક્શન કરવાની વાનના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, વાન એટલી પુરઝડપે હતી કે, વિદ્યાર્થિનીઓને બચવાની તક પણ મળી ન હતી. આ ટક્કર બાદ બંને વિદ્યાર્થિનીઓને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. નશામાં ધૂત હતો ચાલક પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, અકસ્માત સમયે વાન ચાલક દારૂના નશામાં સંપૂર્ણપણે ચકચૂર હતો. નશાની હાલતમાં જાહેર માર્ગ પર જોખમી રીતે ગાડી ચલાવી તેણે આ જીવલેણ અકસ્માત સર્જ્યો હતો. ટ્રાફિક પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજ અને બાતમીદારોની મદદથી આરોપીને દબોચી લીધો છે. પોલીસ કાર્યવાહી 'I' ટ્રાફિક પોલીસે આરોપી વિરૂદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ (Drunk and Drive) તેમજ ગંભીર અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે વસ્ત્રાલના સ્થાનિક રહીશોમાં નશાખોર ડ્રાઈવરો અને બેફામ દોડતી અમદાવાદ મનપાની વાન સામે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી તેની વધુ પૂછપરછ શરૂ કરી છે. આ પણ વાંચો - Ahmedabad News : AMCની ટીપરવાને વસ્ત્રાલમાં 2 વિદ્યાર્થિનીને ફંગોળી સર્જયો અકસ્માત, વિદ્યાર્થિનીઓ 100 ફૂટ સુધી ઢસડાઈ

Read Full Story arrow_forward