android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh: ભવનાથ મહાદેવ મંદિરના શિખર પર 55 કિલો પિત્તળના નવનિર્મિત ધ્વજદંડની શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપના
calendar_today February 6, 2026

Junagadh: ભવનાથ મહાદેવ મંદિરના શિખર પર 55 કિલો પિત્તળના નવનિર્મિત ધ્વજદંડની શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપના

જૂનાગઢમાં યોજાનારા મિની કુંભ મેળા એટલે કે મહાશિવરાત્રીના મેળાને લઈને અત્યારે ભવનાથ તળેટીમાં ભક્તિમય માહોલ જામ્યો છે. ભવનાથ મંદિરમાં નૂતન ધ્વજદંડનું સ્થાપન કરવામાં આવ્યું છે. 55 કિલો પિત્તળના નવનિર્મિત ધ્વજદંડની શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપના મહાશિવરાત્રીના પાવન પર્વ પૂર્વે ભવનાથ મહાદેવ મંદિરના શિખર પર 55 કિલો પિત્તળના નવનિર્મિત ધ્વજદંડની શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપના કરવામાં આવી છે. આ ધ્વજદંડની વિશેષતા એ છે કે તેમાં ટોચ પર ત્રિશુલ પણ અંકિત કરવામાં આવ્યું છે, જે મહાદેવની શક્તિનું પ્રતીક છે. ભવ્ય ધ્વજદંડ તૈયાર કરતા અંદાજે 22 દિવસ જેટલો સમય લાગ્યો આ ભવ્ય ધ્વજદંડ તૈયાર કરતા અંદાજે 22 દિવસ જેટલો સમય લાગ્યો હતો. મંદિરના ઊંચા ઘુમ્મટ પર આ ભારેખમ દંડ સ્થાપિત કરવો એક પડકારજનક કાર્ય હતું. ક્રેન મારફતે અને કારીગરોની 8 કલાકની સતત મહેનત બાદ સફળતાપૂર્વક આ સ્થાપન પૂર્ણ કરવામાં આવ્યું છે. 11 ફેબ્રુઆરી ના પવિત્ર દિવસે આ નવા ધ્વજદંડ પર વિધિવત રીતે ધ્વજારોહણ કરાશે આગામી 11 ફેબ્રુઆરી ના પવિત્ર દિવસે આ નવા ધ્વજદંડ પર વિધિવત રીતે ધ્વજારોહણ કરવામાં આવશે. આ સાથે જ મેળાની સત્તાવાર તૈયારીઓ અને ધાર્મિક વિધિઓનો પ્રારંભ થશે.મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે ભવનાથ વિસ્તારમાં સુશોભન અને વ્યવસ્થાના ભાગરૂપે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિર પરિસરને લાઈટિંગ અને ફૂલોથી શણગારવાની કામગીરી પણ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે.  નવો ધ્વજ દંડ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર જૂનાગઢનો આ મેળો માત્ર ઉત્સવ નથી, પણ સાધુ-સંતો અને ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ વખતે નવો ધ્વજ દંડ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પણ વાંચો------      Patan : ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો મુદ્દો, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની પ્રતિક્રિયા, નાની મોટી ભૂલો થશે તો તેનું નિરાકરણ થશે

Read Full Story arrow_forward
Gandhinagar News: કચ્છના છારીઢંઢને સત્તાવાર રીતે રામસર સાઈટ તરીકે જાહેર કરાયું
calendar_today February 6, 2026

Gandhinagar News: કચ્છના છારીઢંઢને સત્તાવાર રીતે રામસર સાઈટ તરીકે જાહેર કરાયું

કચ્છના છારીઢાંઢ જળપ્લાવિત વિસ્તારને વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતા જળપ્લાવિત વિસ્તારોમાં સ્થાન મળ્યું છે.છારીઢાંઢ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વને ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવ્યું અને એ સાથે જ ભારતની જળપ્લાવિત વિસ્તારોનાં સંરક્ષણની યાત્રામાં નવું છોગુ ઉમેરાયું છે.વન વિભાગ તરફથી વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને છારીઢાંઢને મળેલા વૈશ્વિક રામસર સાઇટનાં પ્રમાણપત્રને વિધિવત રીતે અર્પણ કર્યુ હતું. છારીઢાંઢને વૈશ્વિક ઓળખ મળી મુખ્યમંત્રીએ આ સિદ્ધિ બદલ મંત્રી અને સમગ્ર વન વિભાગની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.છારીઢાંઢ ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા જળપ્લાવિત વિસ્તાર તરીકે ‘રામસર’ સાઇટનું પ્રમાણપત્ર મળ્યું છે. છારીઢાંઢ રણ અને ઘાસનાં મેદાનોની વચ્ચે આવેલો જળપ્લાવિત વિસ્તાર છે, જ્યાં દર વર્ષે હજારો પ્રવાસી પક્ષીઓ આવે છે.તેમાં વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતા ગ્રે હાયપોકોલિયસ પક્ષીનો સમાવેશ થાય છે.વર્ષ ૨૦૦૮માં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ની જોગવાઈઓ હેઠળ છારીઢાંઢને ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરવામાં આવ્યું હતું અને તેના સરંક્ષણ માટે જરૂરી તમામ પગલાઓ લેવામાં આવ્યા અને આજે તેના ફળસ્વરૂપે, છારીઢાંઢને વૈશ્વિક ઓળખ મળી છે. છારીઢાંઢનું પર્યાવરણીય મહત્વ છારીઢાંઢનો જળપ્લાવિત વિસ્તાર પક્ષી નિરીક્ષકો માટે મહત્વનું સ્થળ છે.કેમ કે અહીંયા એક સાથે બે લાખથી વધુ પક્ષીઓ જોવા મળી જાય છે અને 187થી વધુ પ્રજાતિનાં પક્ષીઓ અહીં નોંધાયા છે.ખાસ કરીને એક જ સ્થળે ૪૦,૦૦૦થી વધુ કુંજ (કોમન ક્રેન) પક્ષીઓ જોવા મળે છે.છારીઢાંઢની આસપાસ કુલ ૨૮૩ પ્રજાતિનાં પક્ષીઓ નોંધાયા છે, જેમાં ૧૧ વૈશ્વિક સ્તરે જોખમગ્રસ્ત અને ૯ ‘નિયર થ્રેટન્ડ’ પ્રજાતિનાં પક્ષીઓનો સમાવેશ થાય છે, જે તેના ઊંચા સંરક્ષણ મૂલ્યને દર્શાવે છે.અત્યાર સુધી બાવનથી વધુ દેશોનાં પ્રવાસીઓ છારીઢાંઢની મુલાકાત લઇ ચુક્યા છે અને આ દેશોમાંથી નિયમીતરીતે આ વિસ્તારની જૈવવિવિધતા જોવા માટે અહીં આવે છે. સરકાર દ્વારા લેવામાં આવેલા વન્ય જીવોના સંરક્ષણ માટેના પગલા જૈવિક સમૃદ્ધિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ઓગસ્ટ ૨૦૦૮માં છારીઢાંઢને કન્ઝર્વેશન રિઝર્વ તરીકે જાહેર કર્યું હતું. રાજ્યનું આ પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ હતું. આજે છારીઢાંઢ કચ્છ જિલ્લામાં સર્વાધિક પક્ષી વૈવિધ્ય ધરાવતું સ્થળ છે, જ્યાં ૧૮૭ પ્રજાતિનાં પક્ષીઓ જોવા મળ્યાં છે. જે રાજ્યની કુલ પક્ષી વૈવિધ્યતાના ૩૫ ટકાથી વધુનું પ્રતિનિધિત્વ કરે છે. માત્ર એપ્રિલ ૨૦૨૫માં જ આશરે ૫૦૦થી ૬૦૦ ગ્રે હાયપોકોલિયસ પક્ષીઓ અહીં જોવા મળ્યા હતા. છારીઢાંઢ જળપ્લાવિત વિસ્તાર ૨૨,૭૦૦ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે અને તે૧૨ ગામોને આરી લે છે.આ પણ વાંચોઃ Ahmedabad News: ખાડિયા પોલીસ સ્ટેશનમાં ડિટેઇન કરેલા વાહનોમાં લાગી આગ, 50થી વધુ વાહનો બળીને ખાખ

Read Full Story arrow_forward
Rajkotના ધોરાજીમાં મિશ્ર હવામાનને પગલે ઋતુજન્ય રોગચાળો વકર્યો
calendar_today February 6, 2026

Rajkotના ધોરાજીમાં મિશ્ર હવામાનને પગલે ઋતુજન્ય રોગચાળો વકર્યો

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાયેલા મિશ્ર હવામાનને કારણે ઋતુજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમીના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને તાવ, શરદી અને ઉધરસના દર્દીઓની સંખ્યામાં 20 થી 30 ટકાનો વધારો નોંધાયો છે, જેના કારણે સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થયું છે.સિવિલ હોસ્પિટલની સ્થિતિ અને સુવિધાઓ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં હાલ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર: વધતી OPD: દરરોજ સરેરાશ 600 જેટલા દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે આવી રહ્યા છે. લેબોરેટરી ટેસ્ટ: રોગચાળાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દરરોજ 200 થી વધુ દર્દીઓના બ્લડ રિપોર્ટનું લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તંત્રની સજ્જતા: દર્દીઓના ધસારાને પહોંચી વળવા માટે હોસ્પિટલ તંત્ર સંપૂર્ણ સજ્જ છે. હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ તેમજ જરૂરી દવાઓ અને ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ હોવાનું સત્તાધીશોએ જણાવ્યંૂ છે. આરોગ્ય વિભાગની અપીલ મિશ્ર ઋતુમાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ઉકાળેલું પાણી પીવું, તાજો ખોરાક લેવો અને જો તાવ કે શરદીના લક્ષણો જણાય તો તરત જ નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા સૂચના અપાઈ છે. હોસ્પિટલ તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી પરિસ્થિતિ વધુ વણસે નહીં. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward