android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના MOU પર વિવાદનું વંટોળ, ધરમ કામલિયાએ કુલપતિના નિર્ણય સામે સાધ્યું નિશાન
calendar_today February 6, 2026

Rajkot News : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના MOU પર વિવાદનું વંટોળ, ધરમ કામલિયાએ કુલપતિના નિર્ણય સામે સાધ્યું નિશાન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદેશી યુનિવર્સિટીઓ સાથેના કરાર (MOU) મુદ્દે ફરી એકવાર રાજકીય વિવાદ વકર્યો છે. તાજેતરમાં ગોવા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં કુલપતિ ડૉ. ઉત્પલ જોષીએ થાઈલેન્ડ અને મલેશિયાની શૈક્ષણિક સંસ્થાઓ સાથે MOU કર્યા હતા. આ મામલે પૂર્વ સિન્ડિકેટ સભ્ય ધરમ કામલિયાએ ઉગ્ર વિરોધ નોંધાવતા કુલપતિની કાર્યપદ્ધતિ અને બુદ્ધિ ક્ષમતા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે શૈક્ષણિક આદાન-પ્રદાનના બહાને આ કરારો પાછળના કારણો કઈક અલગ જ હોઈ શકે છે, જેને લઈને શિક્ષણ જગતમાં ચર્ચાઓ તેજ બની છે.શિક્ષણના નામે અન્ય હેતુના આક્ષેપો ધરમ કામલિયાએ આકરા શબ્દોમાં ટીકા કરતા જણાવ્યું હતું કે, થાઈલેન્ડ જેવા દેશો સાથે વિદ્યાર્થીઓના આદાન-પ્રદાનનો નિર્ણય તર્કહીન છે. તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતા ઉમેર્યું કે, થાઈલેન્ડની છબી વિશ્વસ્તરે અલગ પ્રકારની છે, ત્યારે ત્યાંની સંસ્થાઓ સાથે ગુજરાતના વિદ્યાર્થીઓ કેવી રીતે અને કયા પ્રકારનું શૈક્ષણિક આદાન-પ્રદાન કરશે તે મોટો પ્રશ્ન છે. યુનિવર્સિટીના આ નિર્ણયથી તેની ગરિમાને ઠેસ પહોંચી હોવાનો દાવો કરી તેમણે આ MOU રદ કરવાની અથવા તેની સ્પષ્ટતા કરવાની માંગ કરી છે. હાલ આ મુદ્દે યુનિવર્સિટી કેમ્પસમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો : Rajkot News : એકલવ્ય ચોકમાં શ્રદ્ધા સાથે ચેડાં, મંદિર જતા પહેલા થાય છે કતલખાનાના દર્શન, જાણો ભક્તોએ શું કહ્યું...

Read Full Story arrow_forward
Surat :  DGVCL કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન, 24 કલાકમાં બે અકસ્માતોની ઘટનાને લઈને વિરોધ, ઓછો સ્ટાફ, નિયમ વિરુદ્ધનું કામ કરાવવાતું હોવાનો આરોપ
calendar_today February 6, 2026

Surat : DGVCL કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન, 24 કલાકમાં બે અકસ્માતોની ઘટનાને લઈને વિરોધ, ઓછો સ્ટાફ, નિયમ વિરુદ્ધનું કામ કરાવવાતું હોવાનો આરોપ

સુરત ખાતે DGVCLના કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓના અનુસંધાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતુંઅમરોલી અને પાલનપોર વિસ્તારમાં કામ કરતાં કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા અમરોલી અને પાલનપોર વિસ્તારમાં કામ કરતાં કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. કર્મચારીઓના દાવા અનુસાર, DGVCL મેનેજમેન્ટ દ્વારા લાઇન પર કામ કરનારા કર્મચારીઓના અકસ્માત બાદ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. 24 કલાકના અંદર બે મોટી દુર્ઘટનાઓ બની હતી 24 કલાકના અંદર બે મોટી દુર્ઘટનાઓ બની હતી, જેના કારણે કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો અને કર્મચારીઓની સુરક્ષા મામલે કાર્યવાહી કરવાની માગ કરાઇ હતી. ઓછો સ્ટાફ, નિયમ વિરુદ્ધનું કામ કરાવવાને લઈને વિરોધ કર્મચારીઓએ આરોપ લગાવ્યો છે કે ઓછા સ્ટાફ અને ઓછા સંસાધનો સાથે કર્મચારીઓ પાસે નિયમ વિરુદ્ધના કાર્ય કરવામાં આવી રહ્યું છે. કર્મચારીઓ વેસુ સ્થિત DGVCLની ઓફિસમાં એકત્ર આજે રાંદેર અને અને ઓલપાડ ડિવિઝનના કર્મચારીઓ વેસુ સ્થિત DGVCLની ઓફિસમાં એકત્ર થયા હતા અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો..આ પણ વાંચો----    Patan : ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો મુદ્દો, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની પ્રતિક્રિયા, નાની મોટી ભૂલો થશે તો તેનું નિરાકરણ થશે

Read Full Story arrow_forward
Rajkot News:  ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ રિકવર
calendar_today February 6, 2026

Rajkot News: ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ રિકવર

રાજકોટ જિલ્લાના જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકની ટીમે એક મોટી સફળતા હાંસલ કરી છે. જેતપુરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી 'સલોના વર્લ્ડ ટ્રેડ લિંક' નામની પેઢીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસે ચોરી થયેલો તમામ મુદ્દામાલ પણ રિકવર કરી લીધો છે.ચોરીની ઘટના અને પોલીસની કાર્યવાહી ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના જેતપુર શહેરની જાણીતી પેઢી 'સલોના વર્લ્ડ ટ્રેડ લિંક'માં રાત્રિના સમયે ઘરફોડ ચોરી થઈ હોવાની ફરિયાદ મળતા જ ઉદ્યોગનગર પોલીસ એક્શન મોડમાં આવી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી. પોલીસની સક્રિયતાને કારણે ગણતરીના કલાકોમાં જ આ ચોરી કરનાર આરોપી પોલીસની પકડમાં આવી ગયો હતો. આરોપી અને મુદ્દામાલ પોલીસે આ ગુનામાં અભિષેક રમાપતી વર્મા નામના શખ્સની ધરપકડ કરી છે. તેની પાસેથી ચોરી કરવામાં આવેલી તમામ રકમ અને ચીજવસ્તુઓ મળી કુલ રૂપિયા 1,68,000નો સંપૂર્ણ મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે. આરોપીએ કેવી રીતે પેઢીમાં પ્રવેશ કર્યો અને અન્ય કોઈ ચોરીમાં તેની સંડોવણી છે કે કેમ, તે દિશામાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસની આ ત્વરિત કામગીરીને પગલે વેપારી આલમમાં રાહત જોવા મળી રહી છે અને પોલીસની કાર્યક્ષમતાની પ્રશંસા થઈ રહી છે. આ પણ વાંચો - Rajkot News: ‘કેપ્ટો’ ડોગે સૂંઘીને પકડ્યો ગાંજાનો જથ્થો, એક મહિલા સહિત બે આરોપીઓ ઝડપાયા

Read Full Story arrow_forward