android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BMC મેયર અંગે સસ્પેન્સ થશે પૂર્ણ, 7  ફેબ્રુઆરીએ BJP જાહેર કરી શકે છે નામ
calendar_today February 6, 2026

BMC મેયર અંગે સસ્પેન્સ થશે પૂર્ણ, 7 ફેબ્રુઆરીએ BJP જાહેર કરી શકે છે નામ

મુંબઇના રાજકારણમાં વધુ એકવાર હલચલ તેજ બની છે. બીએમસી મેયર પદને લઇને લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે . ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે એટલે કે 7 ફેબ્રુઆરીએ મેયરના નામની જાહેરાત થઇ શકે છે. તેની પર જ દરેકની નજર રહેલી છે. 9 વાગે મળશે બેઠક જાણકારી મુજબ આવતી કાલે 9 વાગ્યે મ્યુનિસિપલ હેડક્વાર્ટરમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાઉન્સિલરોની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં મેયર પદને લઇને અંતિમ રણનીતિ પર ચર્ચા થશે. પાર્ટીના સૂત્રોનું કહેવુ છે કે ત્યાં જ નામ નક્કી કરવામાં આવશે જેથી આગળની પ્રક્રિયા અટક્યા વિના પૂર્ણ થઇ શકે. ભાજપના કાઉન્સિલરોની બેઠક બાદ મ્યુનિસિપલ બેઠક યોજાશે. આ બેઠકમાં મેયરની ચૂંટણીની ઔપચારિક જાહેરાત થવાની અપેક્ષા છે. જો આવું થાય તો ચૂંટણીનો સમય શું હશે અને ત્યારબાદની પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થશે તે સ્પષ્ટ થઈ જશે. પ્રથમ મહિલા મેયરના નામ પર ચર્ચા તીવ્ર આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે, એક મોટી ચર્ચા એ છે કે ભાજપ તેના પ્રથમ મહિલા મેયરના નામની જાહેરાત કરી શકે છે. મુંબઈ ભાજપ પ્રમુખ અમિત સાટમના સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે. પક્ષના સૂત્રો કહે છે કે સંગઠનને નવો સંદેશ આપવા માટે મહિલા નેતૃત્વને આગળ લાવવા પર ગંભીર વિચારણા કરવામાં આવી રહી છે. સવારે 10 વાગ્યે અરજીઓ દાખલ કરવાની રહેશે મેયર પદના ઉમેદવારની જાહેરાત થયા પછી મેયર પદના ઉમેદવાર સહિત તમામ કોર્પોરેટરો સવારે 10 વાગ્યે તેમની અરજીઓ દાખલ કરશે. આ પ્રક્રિયાને ઔપચારિક રીતે ચૂંટણી તૈયારીઓનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. 11 ફેબ્રુઆરીએ સત્તાવાર પસંદગી યોજાશે જોકે, મેયર માટે અંતિમ અને સત્તાવાર પસંદગી 11 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં કરવામાં આવશે. તે દિવસે મુંબઈના આગામી મેયર કોણ હશે તે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે.

Read Full Story arrow_forward
Noida : લગ્નમાં ‘સૂટ-બૂટ’ પહેરેલા મહેમાન? તો રહો સાવધાન , કારણ જાણીને ચોંકી જશો
calendar_today February 6, 2026

Noida : લગ્નમાં ‘સૂટ-બૂટ’ પહેરેલા મહેમાન? તો રહો સાવધાન , કારણ જાણીને ચોંકી જશો

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં લગ્ન સમારોહ દરમિયાન થયેલી એક ચોરીએ બધાને ચોંકાવી દીધા છે. ચોગનપુર ગામમાં આવેલા ગોલ્ડન ડ્રીમ ફાર્મહાઉસમાં એક ડૉક્ટરની પુત્રીના ભવ્ય લગ્ન ચાલી રહ્યા હતા. ફાર્મહાઉસમાં શહેનાઈ વાગી રહી હતી, મહેમાનો ભોજનનો આનંદ માણી રહ્યા હતા અને પરિવારજનો લગ્નવિધિઓમાં વ્યસ્ત હતા. આ ભીડ અને ઉત્સાહનો લાભ લઈને બે અજાણ્યા યુવાનો લગ્નમાં મહેમાન બનીને અંદર આવ્યા. બંનેએ સૂટ અને બુટ પહેરેલા હતા, જેના કારણે કોઈને તેમના પર શંકા ન થઈ. તેઓ સંપૂર્ણ રીતે લગ્નના મહેમાનો જેવા જ લાગી રહ્યા હતા. ₹50 લાખના દાગીના ભરેલી બેગ નિશાન પર લગ્ન દરમિયાન કન્યાના પરિવારની દાગીનાવાળી બેગ એક જગ્યાએ રાખવામાં આવી હતી. બેગમાં અંદાજે ₹50 લાખના સોનાના અને હીરાના દાગીના હતા. લગ્નની વિધિઓ અને મહેમાનોની ભીડ વચ્ચે ચોરોએ તક જોઈ અને ખૂબ જ સરળતાથી બેગ ઉપાડી લીધી. CCTV ફૂટેજ મુજબ, બંને ચોરો કોઈ ઉતાવળ વિના ફાર્મહાઉસમાંથી બહાર નીકળી ગયા. તેમની ચાલ અને આત્મવિશ્વાસ જોઈને એવું લાગે છે કે તેઓ પહેલેથી પ્લાનિંગ કરીને આવ્યા હતા. વિદાય સમયે ખુલાસો, લગ્નનો આનંદ ફિક્કો જ્યારે લગ્નવિધિઓ પૂર્ણ થઈ અને કન્યાની વિદાયનો સમય આવ્યો, ત્યારે પિતાએ દાગીનાવાળી બેગ શોધવાની શરૂઆત કરી. બેગ ન મળતાં પરિવારજનો અને સંબંધીઓએ સમગ્ર ફાર્મહાઉસમાં શોધખોળ કરી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. ત્યારબાદ તાત્કાલિક ફાર્મહાઉસના CCTV કેમેરાની તપાસ કરવામાં આવી. ફૂટેજ જોતા જ સમગ્ર મામલો સ્પષ્ટ થયો કે બે યુવાનો બેગ લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટના સામે આવતા લગ્નનમાં આવેલા તમામ લોકો ચોંકી ગયા હતા પોલીસ તપાસમાં લાગી, ફરિયાદની પ્રક્રિયા ચાલુ ઇકોટેક થર્ડ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે ઘટના મોડી રાત્રે બની હતી. CCTV ફૂટેજના આધારે શંકાસ્પદોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. હાલ પીડિત પરિવાર તરફથી સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ ફાર્મહાઉસ મેનેજમેન્ટે અજાણ્યા ચોરો સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસનું કહેવું છે કે પીડિત પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. અધિકારીઓને આશા છે કે ટૂંક સમયમાં ચોરોને પકડી લેવામાં આવશે. આ પણ વાંચો : AAP leader : ગુરુદ્વારા બહાર ગોળીબાર! AAP નેતા લકી ઓબેરોયની જાલંધરમાં હત્યા

Read Full Story arrow_forward
Rafale હવે બનશે વધુ ઘાતક, 2028થી ફ્રેન્ચ જેટમાં જોડાશે ભારતની સ્વદેશી ‘અસ્ત્ર’ મિસાઇલ
calendar_today February 6, 2026

Rafale હવે બનશે વધુ ઘાતક, 2028થી ફ્રેન્ચ જેટમાં જોડાશે ભારતની સ્વદેશી ‘અસ્ત્ર’ મિસાઇલ

ભારતીય વાયુસેના (IAF) પોતાની તાકાતમાં મોટો વધારો કરવા જઈ રહી છે. વર્ષ 2028થી ભારતના સૌથી આધુનિક લડાકૂ વિમાન 'રાફેલ'માં સ્વદેશી બનાવટની ‘અસ્ત્ર’ (Astra) એર-ટુ-એર મિસાઇલો ફીટ કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ પગલાંથી ભારતની વિદેશી શસ્ત્રો પરની નિર્ભરતા ઘટશે અને 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને મોટું પ્રોત્સાહન મળશે. અસ્ત્ર Mk-1 અને Mk-2ની શક્તિ હાલમાં 'અસ્ત્ર Mk-1' મિસાઇલ સુખોઈ-30MKI અને તેજસ વિમાનોમાં સફળતાપૂર્વક કાર્યરત છે, જેની રેન્જ 100 કિમીથી વધુ છે. જોકે, રાફેલ માટે વધુ શક્તિશાળી 'અસ્ત્ર Mk-2' પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેની મારક ક્ષમતા 160 કિલોમીટર જેટલી હશે. આ મિસાઇલ દુશ્મનના વિમાનને તેની નજરમાં આવ્યા પહેલા જ તોડી પાડવા સક્ષમ છે. ફ્રેન્ચ કંપનીઓનો સહયોગ રક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ, રાફેલ બનાવનાર ફ્રેન્ચ કંપની દસોલ્ટ એવિએશન અને રડાર સિસ્ટમ બનાવનાર થેલ્સ આ કાર્યમાં ભારતને સહયોગ આપશે. આ કંપનીઓ જરૂરી તકનીકી અને સોફ્ટવેર સહાય પૂરી પાડશે, જેથી અસ્ત્ર મિસાઇલ રાફેલના આધુનિક રડાર અને સિસ્ટમ સાથે યોગ્ય રીતે કાર્ય કરી શકે. મિસાઇલને રાફેલમાં લગાવવા પહેલાં અનેક તબક્કામાં તપાસ કરવામાં આવશે. કડક પરીક્ષણ પ્રક્રિયા આ મિસાઇલને સેવામાં સામેલ કરતા પહેલા ત્રણ તબક્કામાં પરીક્ષણ કરવામાં આવશે. કમ્પ્યુટર સિમ્યુલેશન: વિમાનની ઉડાન ગતિશીલતા પર મિસાઇલની અસર તપાસવા માટે. કેપ્ટિવ ફ્લાઇટ ટ્રાયલ્સ: ઉડાન દરમિયાન મિસાઇલના સેન્સર અને સિસ્ટમની ચકાસણી. લાઇવ ફાયરિંગ: હવામાં વાસ્તવિક લક્ષ્યને તોડી પાડવાનું અંતિમ પરીક્ષણ. આ એકીકરણ બાદ, ભારત દુનિયાના એવા ગણ્યા ગાંઠ્યા દેશોમાં સામેલ થશે જે પોતાના શ્રેષ્ઠ વિમાનોમાં પોતાની જ મિસાઇલોનો ઉપયોગ કરે છે.આ પણ વાંચોઃ India US Trade Deal: કેન્દ્ર સરકારની સ્પષ્ટતા બાદ કયા ક્ષેત્રમાં જોવા મળશે ફેરફાર, જાણો અમેરિકાએ શું કર્યા હતા દાવા?

Read Full Story arrow_forward