android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Pakistan Blast : પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં નમાઝ બાદ થયો બ્લાસ્ટ, 50 લોકોના મોત થયા હોવાનો પ્રાથમિક અહેવાલ
calendar_today February 6, 2026

Pakistan Blast : પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં નમાઝ બાદ થયો બ્લાસ્ટ, 50 લોકોના મોત થયા હોવાનો પ્રાથમિક અહેવાલ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 06 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surendranagar : થાનગઢમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, બે માસનો ગર્ભ રહેવાથી ભાંડો ફૂટ્યો
calendar_today February 6, 2026

Surendranagar : થાનગઢમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, બે માસનો ગર્ભ રહેવાથી ભાંડો ફૂટ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.. સગીરાને હાલમાં બે માસનું ગર્ભ રહી ગયો પ્રાપ્ત માહિતી મુજબ સગીરાને હાલમાં બે માસનું ગર્ભ રહી ગયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં આરોપીએ યુવતીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી, ભયના માહોલમાં યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સગીરા ગર્ભવતી બનતા મામલો પ્રકાશમાં આવ્યો સગીરા ગર્ભવતી બનતા મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેના પગલે તેણીને તાત્કાલિક સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં પોસ્કો એક્ટ તેમજ દુષ્કર્મની કલમો હેઠળ ફરિયાદ ઘટનાની ગંભીરતા જોતા થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોસ્કો એક્ટ તેમજ દુષ્કર્મની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. કેસની વધુ તપાસ dysp દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી વધુ વિગતો એકત્ર કરવાની કાર્યવાહી તેજ બનાવી છે. અવરનવાર બનતી દુષ્કર્મની ઘટનાઓ સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય થાનગઢ વિસ્તારમાં સગીર બાળા સાથે થયેલી આ ઘટના સમાજ માટે લાલબત્તી સમાન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. અવરનવાર બનતી દુષ્કર્મની ઘટનાઓ સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બની રહી છે, ત્યારે દોષિતો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે.આ પણ વાંચો-----   Vadodara : પ્રદૂષણ ઘટાડવા પાલિકા એક્શન મોડમાં, શહેરની એલઇડી સ્ક્રીન પર દર્શાવાઇ રહ્યા છે AQI ડેટા

Read Full Story arrow_forward
Vadodara: વર્તમાન બોર્ડની મુદ્દત પૂર્ણ થયાના દોઢ મહિના બાદ બરોડા ડેરીની ચૂંટણી જાહેર, 18 માર્ચે યોજાશે ચૂંટણી
calendar_today February 6, 2026

Vadodara: વર્તમાન બોર્ડની મુદ્દત પૂર્ણ થયાના દોઢ મહિના બાદ બરોડા ડેરીની ચૂંટણી જાહેર, 18 માર્ચે યોજાશે ચૂંટણી

વડોદરાની બરોડા ડેરીની લાંબા સમયથી ચર્ચામાં રહેલી ચૂંટણી આગામી 18 માર્ચના રોજ યોજાવામાં આવશે. ચૂંટણીને લઈ આવતીકાલે સત્તાવાર જાહેરનામું બહાર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.વર્તમાન બોર્ડની મુદ્દત પૂર્ણ થયે દોઢ મહિનો પૂરો ઉલ્લેખનિય છે કે વર્તમાન બરોડા ડેરીના બોર્ડની મુદ્દત પૂર્ણ થયાને દોઢ મહિનો પૂર્ણ થઈ ગયો હોવા છતાં ચૂંટણી ન યોજાતા મુદ્દો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. ફોર્મ ભરવાની પ્રક્રિયા 21 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન ચૂંટણી કાર્યક્રમ મુજબ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા 21 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન હાથ ધરવામાં આવશે. ત્યારબાદ 2 અને 3 માર્ચના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ નક્કી કરવામાં આવી છે. 7 માર્ચના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે, જેના બાદ ચૂંટણીનું સ્પષ્ટ ચિત્ર સામે આવશે.  કલેક્ટર અનિલ ધામેલિયા સહિત કુલ પાંચ અધિકારીઓને હાજર થવા ફરમાન કર્યું હતું આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. હાઇકોર્ટે વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયા સહિત કુલ પાંચ અધિકારીઓને હાજર થવા ફરમાન કર્યું હતું. કોર્ટના આદેશ બાદ ચૂંટણી પ્રક્રિયા શરૂ થતી જોવા મળી રહી છે. સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો બરોડા ડેરીની ચૂંટણીને લઈ સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વિવિધ પેનલો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં રાજકીય હલચલ તેજ બનવાની શક્યતા છે.આ પણ વાંચો----   Vadodara : પ્રદૂષણ ઘટાડવા પાલિકા એક્શન મોડમાં, શહેરની એલઇડી સ્ક્રીન પર દર્શાવાઇ રહ્યા છે AQI ડેટા

Read Full Story arrow_forward