android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: બાળકોમાં મોબાઈલનું વળગણ 'ધીમું ઝેર'; મનોચિકિત્સકની વાલીઓને ગંભીર ચેતવણી
calendar_today February 6, 2026

Ahmedabad News: બાળકોમાં મોબાઈલનું વળગણ 'ધીમું ઝેર'; મનોચિકિત્સકની વાલીઓને ગંભીર ચેતવણી

આજના ડિજિટલ યુગમાં બાળકોમાં વધતું જતું મોબાઈલ એડિક્શન (સ્ક્રીનનું વળગણ) એક ગંભીર સામાજિક અને માનસિક સમસ્યા બની રહ્યું છે. પ્રખ્યાત મનોચિકિત્સક ડો. પ્રશાંત ભીમાણીએ આ બાબતે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, બાળકોને મોબાઈલ આપવો એ તેમના માનસિક વિકાસ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.બાળકોનું સ્ક્રીન એડીકશન ખૂબ ગંભીર ડો. ભીમાણીના મતે, મોબાઈલ સ્ક્રીન પર દેખાતી હિંસા, આક્રમક ગેમ્સ અને અનિચ્છનીય કન્ટેન્ટ બાળકના કોમળ માનસ સાથે સીધી રીતે સંકળાઈ જાય છે. આનાથી બાળકના સ્વભાવમાં ચીડિયાપણું, એકાગ્રતાનો અભાવ અને સામાજિક વિમુખતા જેવા લક્ષણો જોવા મળે છે. મોબાઈલનું વળગણ બાળકની વિચારવાની શક્તિને રૂંધે છે. બાળકોનો સ્ક્રીન ટાઇમ વાલીઓએ નક્કી કરવો બાળકોને આ વ્યસનમાંથી મુક્ત કરવા માટે ડો. પ્રશાંત ભીમાણીએ વાલીઓને નીચે મુજબના નક્કર પગલાં લેવા અપીલ કરી છે: સ્ક્રીન ટાઈમનું નિયંત્રણ: વાલીઓએ બાળકો માટે મોબાઈલ વાપરવાનો સમય નક્કી કરવો જોઈએ. વૈકલ્પિક ટાઈમ ટેબલ: સ્ક્રીન ટાઈમ સિવાયના સમયમાં બાળક કઈ પ્રવૃત્તિ કરશે (જેમ કે રમતગમત, વાંચન કે ચિત્રકામ) તેનું ચોક્કસ ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. વાલીઓએ આદર્શ બનવું: બાળકોની હાજરીમાં માતા-પિતાએ પણ પોતાનો સ્ક્રીન ટાઈમ ઓછો કરવો અનિવાર્ય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
RBI : તમારી સાથે થઇ છે ઓનલાઇન છેતરપિંડી? મળશે 25000 ! RBIનો મહત્વનો નિર્ણય
calendar_today February 6, 2026

RBI : તમારી સાથે થઇ છે ઓનલાઇન છેતરપિંડી? મળશે 25000 ! RBIનો મહત્વનો નિર્ણય

RBI એ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી પરંતુ વધતી જતી ઓનલાઈન છેતરપિંડીને રોકવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઓનલાઇન ફ્રોડથી પીડિત લોકો માટે મોટી જાહેરાત કરી છે. ઓનલાઇન ફ્રોડ થશે તો મળશે 25000 જેમાં ઓનલાઇન ફ્રોડનો ભોગ બનેલા લોકોને 25000 રૂપિયા આપવાનો પ્રસ્તાવ છે.  આ માળખાનો હેતુ વધતા બેંકિંગ છેતરપિંડીને રોકવા અને બેંકોને વધુ કડક નિયમો અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. વધુમાં, RBI એ બેંકિંગ સિસ્ટમને મજબૂત બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.RBI ગવર્નરે જણાવ્યું છે કે દેશના બેંકિંગ અને NBFC ક્ષેત્રો હાલમાં મજબૂત સ્થિતિમાં છે. ગ્રાહક સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે RBI એક નવો નિયમ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ નિયમ હેઠળ છેતરપિંડીભર્યા વ્યવહારોને કારણે થયેલા નુકસાન માટે ₹25,000 સુધીનું વળતર આપી શકાય છે. વધુમાં ડિજિટલ ચુકવણીઓને વધુ સુરક્ષિત બનાવવા માટે એક ચર્ચા પત્ર બહાર પાડવામાં આવશે જેમાં વ્યવહાર મર્યાદા નક્કી કરવા અને વરિષ્ઠ નાગરિકો જેવા ચોક્કસ વપરાશકર્તાઓ માટે વધારાના રક્ષણ માટેના સૂચનોનો સમાવેશ થાય છે.રેપો રેટ પર શું નિર્ણય લેવામાં આવ્યો? આ વર્ષની પ્રથમ નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠક 4 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી, અને આજે તેના નિર્ણયોની જાહેરાત કરવામાં આવી હતી. RBI એ રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો છે. અગાઉ ડિસેમ્બર 2025માં RBI એ રેપો રેટમાં 0.25% ઘટાડો કર્યો હતો જે તેને 5.25% પર લાવ્યો હતો. આ દર હાલ માટે યથાવત રહેશે. RBI GDP વૃદ્ધિ અંદાજ RBI એ હજુ સુધી નાણાકીય વર્ષ 2027 માટે સંપૂર્ણ વર્ષના GDP વૃદ્ધિ અંદાજ પૂરા પાડ્યા નથી. ગવર્નરે જણાવ્યું હતું કે નવી GDP શ્રેણી જાહેર થયા પછી એપ્રિલના નાણાકીય નીતિ નિવેદનમાં આ અંદાજ પૂરો પાડવામાં આવશે. જોકે આગામી ક્વાર્ટર માટે વૃદ્ધિ અંદાજ વધારવામાં આવ્યો છે. પ્રથમ ક્વાર્ટરમાં વાસ્તવિક GDP વૃદ્ધિ 6.9% અને બીજા ક્વાર્ટરમાં 7.0% રહેવાનો અંદાજ છે. 

Read Full Story arrow_forward
India US Trade Deal: કેન્દ્ર સરકારની સ્પષ્ટતા બાદ કયા ક્ષેત્રમાં જોવા મળશે ફેરફાર, જાણો અમેરિકાએ શું કર્યા હતા દાવા?
calendar_today February 6, 2026

India US Trade Deal: કેન્દ્ર સરકારની સ્પષ્ટતા બાદ કયા ક્ષેત્રમાં જોવા મળશે ફેરફાર, જાણો અમેરિકાએ શું કર્યા હતા દાવા?

ભારત સરકારે સ્પષ્ટ કર્યુ છે કે, અમેરિકાથી ઘઉં, ચોખા, દૂધ-દહીંની આયાત નહી કરે. આ કરારમાં એરોપ્લેન, તેલ અને ટેક્નોલોજી સામેલ છે. કેન્દ્ર સરકારની સ્પષ્ટતો ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી મામલે મોટી માહિતી સામે આવી છે. બન્ને દેશ વચ્ચે $50 હજાર કરોડની 'મહાડીલ' નક્કી કરવામાં આવી છે. ભારત સરકાર પોતાની શરતો પર યથાવત્ છે. આ મેગા ડીલમાં ખેડૂતોની સુરક્ષા પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. ખેડૂતોના પાકને નુકસાન ન પહોંચે તે માટે ધ્યાન રાખવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યુ છે કે, ભારત અમેરિકા સાથેની મિત્રતાના પગલે પોતાના દેશના ખેડૂતોને નુકસાન નહી પહોંચાડે. ખેડૂતો માટે રાહતના સમાચાર ભારત અમેરિકા વેપાર કરારમાં સૌથી વધુ કૃષિ ક્ષેત્રે પર સૌ કોઇનું ધ્યાન હતુ. ભારતે ઘઉં, ચોખા, સોયાબીન, મકાઇ અને દૂધ-દહીની વસ્તુઓને ટ્રેડ ડીલની બહાર રાખવાનું નક્કી કર્યુ છે. અમેરિકા સબ્સિડીવાળા માર્ગે કૃષિ ઉત્પાદન અને ડેરી આઇટમ ભારતના બજારમાં નહીં પ્રવેશે. જો આવુ થાય છે તો, ભારતના ખેડૂતો અને ડેરી ઉત્પાદનો સાથે સ્પર્ધા કરવું મુશ્કેલ થઇ જશે. સરકાર તેને 'રેડ લાઇન' માને છે. આ સીમા ઓળંગવી ન જોઇએ. આ ડીલ સ્થાનિક અર્થતંત્ર માટે કવચ સમાન છે. ટ્ર્મ્પના દાવામાં કેટલી હકીકત ? રાજનીતિમાં નિવેદનો અને હકીકતો વચ્ચે હમેંશા અંતર જોવા મળે છે. આ ડીલમાં પણ કંઇક આવુ જ હતુ. ડોનાલ્ડ ટ્ર્મ્પ અને તેમના તંત્રના કેટલાક અધિકારીઓએ દાવો કર્યો હતો કે, ભારત તેમના કૃષિ બજાર અમેરિકા માટે ખોલશે. આ દાવા બાદ ખેડૂતો ચિંતામાં જોવા મળ્યા હતા. પરંતુ હવે ચિત્ર સ્પષ્ટ થયુ છે કે, ભારત ખેડૂતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યુ છે કે, આ કરારનો અર્થ આયાત-નિકાસમાં તેજી લાવવાનો છે. ન કોઇ સ્થાનિક બજારને નુકસાન પહોંચાડવાનો છે. આ પણ વાંચોઃ Saudi Arabiaમાં રાજકીય હલચલની વચ્ચે Mohammed Bin Salman પાસે સત્તાનું સુકાન, જાણો શું છે મામલો?

Read Full Story arrow_forward