android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: આશાસ્પદ વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
calendar_today February 6, 2026

Surat News: આશાસ્પદ વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ડાયમંડ સિટી સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક 20 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થિનીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. અભ્યાસમાં તેજસ્વી એવી યુવતીના આ અંતિમ પગલાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, અલથાણ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય ખુશી અગ્રવાલે પોતાના જ ફ્લેટમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ પરિવારજનોને આજે સવારે થઈ હતી, જ્યારે તેઓએ ખુશીને લટકતી હાલતમાં જોઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બનાવની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. વિદ્યાર્થિની અભ્યાસમાં હતી તેજસ્વી મૃતક ખુશી અગ્રવાલ કોલેજના ત્રીજા વર્ષમાં (T.Y.B.Com) અભ્યાસ કરતી હતી. આ વિદ્યાર્થિની ભણવામાં ઘણી હોશિયાર હતી. પરીક્ષાઓના સમયે જ આશાસ્પદ યુવતીના મોતના સમાચારથી તેના મિત્રવર્તુળ અને કોલેજ પરિસરમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. શું માનસિક તણાવ કે અભ્યાસનું ભારણ આ આત્મહત્યા પાછળ જવાબદાર છે? તે દિશામાં પણ તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. પોલીસ તપાસ શરૂ ઘટનાની જાણ થતા જ અલથાણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે પંચનામું કરી વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આત્મહત્યા પૂર્વે ખુશીએ કોઈ સ્યુસાઇડ નોટ લખી છે કે કેમ અને આ પગલું ભરવા પાછળનું સાચું કારણ શું છે, તે જાણવા માટે પોલીસ પરિવારજનોની પૂછપરછ કરી રહી છે. આ પણ વાંચો - Surat: રામ રાખે તેને કોણ ચાખે, ભેસ્તાન આવાસમાં 5મા માળેથી પટકાયેલી 3 વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

Read Full Story arrow_forward
Surat News : વરાછામાં પાટીદાર પરિણીતાના આપઘાતનો મામલો, પતિ અને સાસરી પક્ષના 5 શખ્સોની ધરપકડ
calendar_today February 6, 2026

Surat News : વરાછામાં પાટીદાર પરિણીતાના આપઘાતનો મામલો, પતિ અને સાસરી પક્ષના 5 શખ્સોની ધરપકડ

સુરત શહેરના વરાછા વિસ્તારમાં પાટીદાર પરિણીતાના આપઘાત કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા પતિ, સાસુ, સસરા અને નણંદ સહિત પરિવારના કુલ 5 સભ્યોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પરિણીતાને તેના સાસરી પક્ષ દ્વારા લાંબા સમયથી શારીરિક અને માનસિક ટોર્ચર કરવામાં આવતું હતું. પરિણીતા પર એ હદે પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા કે તેને તેના પિયર પણ જવા દેવામાં આવતી નહોતી. સાસરીયાઓના અસહ્ય ત્રાસ અને સતત થતી હેરાનગતિથી કંટાળીને અંતે પરિણીતાએ મોતનો માર્ગ પસંદ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.વરાછા સુસાઈડ કેસ આ કેસમાં વરાછા પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓને દબોચી લીધા છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી સાસુ અને નણંદને કોર્ટમાં રજૂ કર્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ સેન્ટ્રલ જેલ મોકલી આપવામાં આવ્યા છે. પિયર પક્ષના આક્ષેપો અને પરિણીતાની મજબૂરીની કથા સામે આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્ર કરી રહી છે જેથી પીડિત પરિવારને ન્યાય મળી શકે અને જવાબદારોને કડકમાં કડક સજા થાય. આ પણ વાંચો : Porbandar ની જૂની કોર્ટમાં તંત્રની ઘોર બેદરકારી, હજારોની સંખ્યામાં મળ્યા બિનવારસી ચૂંટણી કાર્ડ

Read Full Story arrow_forward
Vadodara News : 30 વર્ષ બાદ રોડ બન્યો અને 48 કલાકમાં જ તૂટ્યો, અધિકારીઓએ એકબીજાને ખો આપી
calendar_today February 6, 2026

Vadodara News : 30 વર્ષ બાદ રોડ બન્યો અને 48 કલાકમાં જ તૂટ્યો, અધિકારીઓએ એકબીજાને ખો આપી

તાજેતરમાં જ મુખ્યમંત્રીએ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં અધિકારીઓને સૂચના આપી હતી કે, જાહેર કામોમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવાશે નહીં. સરકાર ભ્રષ્ટાચાર બાબતે ઝીરો ટોલરન્સની નીતિમા માને છે. ત્યારે વડોદરામાં 48 કલાક પહેલા બનેલા રોડના કામમાં ગેરરીતિ સામે આવી છે. 48 કલાક પહેલા બનેલો રોડ તૂટી જતાં અનેક સવાલો ઉભા થયાં છે. નવાયાર્ડના સરસ્વતીનગરમાં બનાવેલા રોડ પર હાથથી જ રોડ ઉખડી રહ્યો છે. આ રોડ બન્યાને હજી 48 કલાક નથી થયાં વડોદરામાં નવાયાર્ડના સરસ્વતીનગરમાં ચૂંટણી ટાણે જ તંત્ર દ્વારા 30 વર્ષ બાદ રોડ બનાવવામાં આવ્યો છે. આ રોડ બન્યાને હજી 48 કલાક નથી થયાં ત્યાં તેની કાંકરીઓ હાથથી ઉખડવા માંડી છે. સ્થાનિકોનું કહેવું છે કે, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મુખ્યમંત્રીના આદેશને ઘોળીને પી ગયાં છે. ભ્રષ્ટાચાર આચરવામાં આ લોકો સૌથી મોખરે છે. આ અંગે બ્રિજ શાખાના કાર્યપાલક ઈજનેરે કહ્યું હતું કે, બાજવાનો બ્રિજ અમે નથી બનાવ્યો તેને રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો છે. આ વિસ્તાર કોર્પોરેશનમાં સમાવિષ્ટ નથી. રોડની ગુણવત્તા તપાસ્યા બાદ કોન્ટ્રાક્ટર ડી.બી.પટેલ સામે કાર્યવાહી કરાશે. એન્જિનિયર સંદેશના સવાલોથી ભાગ્યા હતાં બીજી તરફ વડોદરામાં રોડ તૂટવા મામલે ડેપ્યુટી એન્જિનિયર સંદેશના સવાલોથી ભાગ્યા હતાં. ડેપ્યુટી એન્જિનિયર નૈષધ શાહે સવાલો સામે મૌન સેવ્યું હતું. તેમણે એવું કહ્યું હતું કે, મને હમણાં જ ખબર પડી છે. આ બાબતે તપાસ કરવામાં આવશે. જે પણ પગલાં ભરવાના થશે તે ભરીશું. આ રોડ અંદાજે 15થી 15 લાખ રૂપિયાના ખર્ચે બન્યો હતો. આ પણ વાંચોઃ Ahmedabad News : બળાત્કારી આસારામના આશ્રમનો સફાયો પાક્કો, આશ્રમથી ગ્રાઉન્ડ રિપોર્ટ Exclusive

Read Full Story arrow_forward