android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Pakistan Blast : પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં નમાઝ બાદ થયો બ્લાસ્ટ, અનેક લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે
calendar_today February 6, 2026

Pakistan Blast : પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં નમાઝ બાદ થયો બ્લાસ્ટ, અનેક લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 06 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surat: રામ રાખે તેને કોણ ચાખે, ભેસ્તાન આવાસમાં 5મા માળેથી પટકાયેલી 3 વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ
calendar_today February 6, 2026

Surat: રામ રાખે તેને કોણ ચાખે, ભેસ્તાન આવાસમાં 5મા માળેથી પટકાયેલી 3 વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

સુરતના ઉન વિસ્તારમાં આવેલ ભેસ્તાન આવાસમાં એક રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં પાંચમા માળેથી એક ત્રણ વર્ષની માસૂમ બાળકી નીચે પટકાઈ હોવા છતાં તેનો જીવ બચી ગયો છે. આ ઘટના જોઈને સ્થાનિકોમાં એક જ ચર્ચા છે કે 'રામ રાખે તેને કોણ ચાખે'.બાળકી પાંચમા માળેથી નીચે પટકાઈઉન સ્થિત ભેસ્તાન આવાસમાં રહેતા પરિવારની 3 વર્ષની બાળકી નિકી શ્યામનાથ પંડિત રમતા-રમતા અચાનક પાંચમા માળેથી નીચે પટકાઈ હતી. પાંચમા માળ જેવી ઊંચાઈએથી બાળકી નીચે પડતા જ આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે, નીચે પડ્યા બાદ પણ બાળકીનો શ્વાસ ચાલુ હોવાથી કુદરતે તેને નવજીવન આપ્યું હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું.તત્કાલિક હોસ્પિટલ ખસેડાઈબાળકી નીચે પટકાતા જ પરિવારજનો અને આડોશ-પાડોશના લોકો તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી નિકીને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હાલમાં બાળકી ડોક્ટરોની દેખરેખ હેઠળ છે અને તેની સારવાર ચાલી રહી છે.માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સોઆ ઘટનાએ સમગ્ર સુરતમાં ચકચાર મચાવી છે, પરંતુ સાથે-સાથે બહુમાળી ઇમારતોમાં રહેતા માતા-પિતા માટે એક ગંભીર લાલબત્તી પણ સમાન છે.નાના બાળકોને બાલ્કની કે બારી પાસે ક્યારેય એકલા ન છોડવા જોઈએ. બારીઓ અને બાલ્કનીમાં સેફ્ટી ગ્રીલ હોવી અત્યંત અનિવાર્ય છે.માતા-પિતાની એક ક્ષણની બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.આ પણ વાંચો: Gandhidham: મનપાની મેગા ડ્રાઈવ, ઓસ્લો સર્કલથી કોટેશ્વર સુધીના 245 ગેરકાયદે દબાણોનો સફાયો

Read Full Story arrow_forward
Ahmedabad News : બળાત્કારી આસારામના આશ્રમનો સફાયો પાક્કો, આશ્રમથી ગ્રાઉન્ડ રિપોર્ટ Exclusive
calendar_today February 6, 2026

Ahmedabad News : બળાત્કારી આસારામના આશ્રમનો સફાયો પાક્કો, આશ્રમથી ગ્રાઉન્ડ રિપોર્ટ Exclusive

અંદાજિત 500 કરોડની કિંમતની આ જગ્યા પરત લેવા માટે ગુજરાત હાઈકોર્ટ હુકમ કર્યો હોવાથી સમગ્ર આશ્રમ ને તોડી પાડી રમતગમતના બાંધકામ કરવામાં આવશે, ત્યારે સંદેશ ન્યુઝ ની ટીમે આસારામ આશ્રમ પર ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યુ, જેમાં બળાત્કારી આસારામના સાધકો પણ માથાભારે હોવાનું કેમેરામાં કેદ થયુ. આસારામે આધ્યાત્મિક કેન્દ્ર તરીકે આશ્રમની સ્થાપના કરી હતી સાબરમતી નદીના પટમાં 1970ના દાયકામાં આસુમલ હરપલાણી એટલે કે આસારામે આધ્યાત્મિક કેન્દ્ર તરીકે આશ્રમની સ્થાપના કરી હતી પરંતુ સમય જતા આ આશ્રમ વ્યવસાયિક સામ્રાજ્ય બન્યું, સાબરમતી નદીના કિનારે એક ઝુંપડાથી શરૂ થયેલું સામ્રાજ્ય, 2013 સુધીમાં ભારત સહિત અન્ય 18 દેશોમાં 400 થી વધુ નાના-મોટા આશ્રમો બનાવ્યા અને કરોડો ભક્તો અને અનુયાયીઓ બનાવી પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું, જે બાદ આસારામે ગેરકાયદેસર રીતે જમીનો પર કબજો કરવા ખોટા રેકોર્ડ બનાવ્યા અને ભક્તોરૂપી ટોળાની મદદ થી જમીનો પર કબજો કરી 45000 ચોરસ મીટરમાં આશ્રમ બનાવ્યો. જે આશ્રમ પર હવે ડિમોલેશનની તલવાર લટકી રહી છે. 67099 ચોરસ મીટરની જમીન પર ગેરકાયદેસર રીતે અતિક્રમણ કર્યું વર્ષ 2009 માં જાહેર કરવામાં આવ્યું હતું કે, માત્ર અમદાવાદના આસારામ આશ્રમમાં 67099 ચોરસ મીટરની જમીન પર ગેરકાયદેસર રીતે અતિક્રમણ કર્યું છે. જે સમયે તેની આર્થિક કિમત 700 કરોડ આંકવામા આવી હતી. જે બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનાવવા માટે આશ્રમનો કેટલોક ભાગ તોડી પાડવામાં આવ્યો હતો, જે બાદ બાકી રહેલી 45000 ચોરસ મીટર જગ્યામાં થયેલા ગેરકાયદેસર બાંધકામ અને અતિક્રમણ પર હવે તંત્રનું બુલડોઝર કોઈ પણ સમયે ચાલી શકે છે. આશ્રમમાં થયેલા 32 ગેરકાયદે બાંધકામ અને દબાણ અંગે AMC દ્વારા નોટીસ આપવામા આવી હતી,જે બાદ આશ્રમ દ્વારા ગુંડા અને ત્યારબાદ હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતા જોકે હાઈકોર્ટે રાહત ન આપતા સમગ્ર આશ્રમ અને તેના ગેરકાયદેસર બાંધકામ હટાવી દેવામા આવે તેવો ઘાટ ઘડાયો છે, ઉપરાંત હાઇકોર્ટે આશ્રમની તમામ જમીન પાછી લેવા રાજ્ય સરકારના પગલાને યોગ્ય ઠેરવ્યો છે. આસારામ આશ્રમ અને આસારામ વિરુદ્ધ ઘણા બધા વિવાદો જોડાયેલા છે જેમાં સરકારી તથા ખાનગી જગ્યા ઉપર અતિક્રમણ,, ગુરુકુળમાં બાળકોના મૃત્યુ, દુષ્કર્મ, આસારામ વિરુદ્ધ કેસના સાક્ષીઓ પર હુમલા વગેરે વિવાદોના તાર આશ્રમ સુધી જોડાયા છે. ઉપરાંત આશ્રમ પર સાધકો રુપિ અસામાજિક તત્વો દ્વારા પત્રકારો અને પોલીસ પર પણ હુમલા કર્યા. હતા એ જ સાધકો આજે પણ પોતાની કરતૂત અને હરકતો ભુલ્યા નથી. અને જ્યારે સંદેશ ન્યુઝની ટીમ આશ્રમ પર કવરેજ કરવા પહોચી. ત્યારે સંદેશની ટીમને પ્રવેશ ન કરવા દેવામા આવ્યો, પરંતુ જ્યારે ટીમ કવરેજ કરતી હતી. ત્યારે પણ ટીમને રોકી આશ્રમ છોડી દેવા ધમકાવ્યા હતા. જોકે સંદેશ ન્યૂઝની ટીમે આશ્રમ નો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કવરેજ કરી હકિકતને ઉજાગર કરી છે. એક તરફ ગુજરાત હાઇકોર્ટે આસારામ આશ્રમની તમામ તમામ અરજીઓ ફગાવી દીધી છે કારણ કે ધાર્મિક ઉપયોગ માટે લેવાયેલી જમીન તેના તમામ નિયમો તોડી ઔદ્યોગિક ઉપયોગ માટે લેવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું, ઉપરાંત આશ્રમને અનેક વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં અતિક્રમણ અને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા, જે વાત હાઈકોર્ટના ધ્યાને આવતા લાંબા સમયથી કાનૂની ગુંચવણમાં અટવાયેલી કરોડો રૂપિયાની જગ્યા હવે સરકારના નિયંત્રણમાં પાછી આવી શકે છે. જે બાદ વર્ષ 2030 માં રમખાણો ઓલમ્પિક અને ત્યારબાદ કોમનવેલ્થ ગેમ માટેના અત્યાધુનિક સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે. આ પણ વાંચો : Botad News : બોટાદ જિલ્લાના રોજગાર ઈચ્છુકો માટે રોજગારીની સુવર્ણ તક, આ તારીખે કરાયું ભરતીમેળાનું આયોજન

Read Full Story arrow_forward