Valsad: પારડીમાં કન્ટેનર ઘર પર પલટી જતાં જમવા બેઠેલા વ્યક્તિનું મોત, હાઈવે પર ટ્રાફિક જામ
વલસાડ જિલ્લાના પારડીમાં નેશનલ હાઈવે નંબર 48 પર એક અકસ્માતની ઘટના સામે આવી છે. મામલતદાર ઓફિસ નજીક એક કન્ટેનર પલટી મારીને બાજુના ઘર પર પડતા એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.કાર ચાલકની ભૂલ અને સર્જાયો અકસ્માતઘટનાની વિગતો મુજબ, મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા કન્ટેનરને એક કાર ચાલકે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઓવરટેક દરમિયાન કન્ટેનર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કન્ટેનર હાઈવેની નીચે ઉતરી જઈને સીધું પારડી મામલતદાર ઓફિસ નજીક આવેલા એક ઘર પર પલટી મારી ગયું હતું.જમવા બેઠેલા વ્યક્તિ માટે કાળ બન્યું કન્ટેનરઆ અકસ્માત એટલો ભયાનક હતો કે કન્ટેનર સીધું ઘરની દિવાલ તોડીને અંદર પડ્યું હતું. દુર્ભાગ્યવશ, તે સમયે ઘરમાં એક વ્યક્તિ જમવા માટે બેઠો હતો. કન્ટેનર નીચે દબાઈ જવાથી આ વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. એકાએક બનેલી આ ઘટનાથી પરિવાર અને આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પોલીસ કાર્યવાહી અને ટ્રાફિકની સ્થિતિઘટનાની જાણ થતા જ પારડી પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે નેશનલ હાઈવે 48 પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ક્રેન મારફતે કન્ટેનરને ઉંચકવાની અને મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો: Surat: રામ રાખે તેને કોણ ચાખે, ભેસ્તાન આવાસમાં 5મા માળેથી પટકાયેલી 3 વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ
Read Full Story arrow_forward