android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : દક્ષિણ ગુજરાતના કાપડ, રસાયણ અને સીફૂડ નિકાસને યુરોપિયન યુનિયનની શૂન્ય-ડ્યુટી એક્સેસથી મોટો લાભ
calendar_today February 6, 2026

Surat News : દક્ષિણ ગુજરાતના કાપડ, રસાયણ અને સીફૂડ નિકાસને યુરોપિયન યુનિયનની શૂન્ય-ડ્યુટી એક્સેસથી મોટો લાભ

આ કરાર ભારતના વિશ્વસનીય, પારદર્શક અને બહુપક્ષીય વેપાર અભિગમને મજબૂત બનાવે છે તથા નિકાસ, રોકાણ અને ઔદ્યોગિક વૃદ્ધિ માટે નવા અવસરો ઊભા કરે છે. આ એફટીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. EU માટે ગુજરાતની કુલ નિકાસમાં આશરે 25% હાલમાં યુરોપિયન યુનિયન તરફ ભારતની નિકાસ આશરે રૂ. 1.44 લાખ કરોડ (USD 16.6 બિલિયન) છે. એક વિકસતી અર્થવ્યવસ્થા તરીકે, ભારતે 97% ટેરિફ લાઇન અને 99.5% વેપાર મૂલ્યમાં યુરોપિયન બજારોમાં પસંદગીની ઍક્સેસ મેળવી છે. 70.4% ટેરિફ લાઇન, જે ભારતની 90.7% નિકાસને આવરી લે છે, તેમાં તાત્કાલિક ડ્યુટી નાબૂદ કરવામાં આવશે. આમાં કાપડ, ચામડાં અને ફૂટવેર, ચા-કોફી, મસાલા, રમકડાં, રમતગમત સામાન, રત્નો અને ઝવેરાત, દરિયાઈ ઉત્પાદનો, પ્રોસેસ્ડ ફૂડ, બેકરી વસ્તુઓ, ઓટોમોબાઇલ્સ, સ્ટીલ, ફાર્માસ્યુટિકલ્સ અને રસાયણો જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન આ ક્ષેત્રોએ EU માટે ગુજરાતની કુલ નિકાસમાં આશરે 25% ફાળો આપ્યો હતો. EU કાપડ અને વસ્ત્રો માટે ભારતનું બીજું સૌથી મોટું નિકાસ સ્થળ છે કાપડ અને વસ્ત્રોમાં શૂન્ય-ડ્યુટી ઍક્સેસ તથા 12% સુધીના ટેરિફ ઘટાડા સાથે EUનું USD 263.5 બિલિયનનું આયાત બજાર ભારત માટે ખુલશે. હાલ ભારતની વૈશ્વિક કાપડ અને વસ્ત્રોની નિકાસ USD 36.7 બિલિયન છે, જેમાંથી EUને USD 7.2 બિલિયનની નિકાસ થાય છે. EU ને ભારતની કાપડ નિકાસ રેડીમેડ ગાર્મેન્ટ્સ (RMG) (~60%), ત્યારબાદ કોટન ટેક્સટાઇલ (17%), અને મેન-મેડ ફાઇબર અને MMF ટેક્સટાઇલ (12%) દ્વારા કરવામાં આવે છે, જેમાં ગુજરાતનું સુરત MMF અને સિન્થેટિક ટેક્સટાઇલનું ઉત્પાદન કરે છે. આ કરારથી યાર્ન, કોટન યાર્ન, મેન-મેડ ફાઇબર એપેરલ, રેડીમેડ ગાર્મેન્ટ્સ, હોમ ટેક્સટાઇલ્સ તથા પુરુષો-સ્ત્રીઓના વસ્ત્રોમાં નવી તકો સર્જાશે. સુરત શહેર મેન-મેડ ફાઇબર અને સિન્થેટિક ટેક્સટાઇલ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર હોવાથી દક્ષિણ ગુજરાતને વિશેષ લાભ મળશે. કાપડ એકમો આ ક્ષેત્રને ઉચ્ચ-મૂલ્ય નિકાસ માટે મજબૂત આધાર પૂરો પાડે છે વારસાગત કારીગરી અને મજબૂત MSME આધાર ધરાવતું રત્ન અને ઝવેરાત ક્ષેત્ર EU બજારમાં નોંધપાત્ર સ્પર્ધાત્મક લાભ મેળવવા તૈયાર છે. વિશ્વના અગ્રણી હીરા પ્રોસેસિંગ હબ પૈકીના એક સુરતમાં 5,000થી વધુ એકમો કાર્યરત છે. FTA હેઠળ EUના USD 79.2 બિલિયનના આયાત બજારમાં પ્રાધાન્યક્ષમ ઍક્સેસ સાથે ભારતની USD 2.7 બિલિયનની ઝવેરાત નિકાસમાં ઝડપી વૃદ્ધિની અપેક્ષા છે. સુરત SEZમાં 250થી વધુ જ્વેલરી, હીરા પ્રોસેસિંગ અને કાપડ એકમો આ ક્ષેત્રને ઉચ્ચ-મૂલ્ય નિકાસ માટે મજબૂત આધાર પૂરો પાડે છે. ભારતની EUને દરિયાઈ નિકાસ હાલ USD 1 બિલિયન છે FTA હેઠળ 26% સુધીના ટેરિફ ઘટાડા સાથે EUના USD 53.6 બિલિયનના દરિયાઈ આયાત બજારમાં ભારતને સંપૂર્ણ પ્રાધાન્યક્ષમ ઍક્સેસ મળશે. આથી ગુજરાતમાંથી મૂલ્યવર્ધિત સીફૂડ નિકાસમાં નોંધપાત્ર વધારો થશે. 2047 સુધીમાં ભારત વૈશ્વિક રાસાયણિક બજારમાં લગભગ 12% હિસ્સો ધરાવતું USD 1 ટ્રિલિયનનું રાસાયણિક ઉત્પાદન કેન્દ્ર બનવાની અપેક્ષા છે. ભારત–EU FTA હેઠળ રાસાયણિક નિકાસના 97.5% મૂલ્ય પર શૂન્ય ડ્યુટી લાગુ પડશે, જેના કારણે 12.8% સુધીના ટેરિફ દૂર થશે અને અકાર્બનિક, કાર્બનિક તથા કૃષિ રસાયણ ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતા વધશે. દક્ષિણ ગુજરાત રાજ્યના અગ્રણી રાસાયણિક કેન્દ્ર તરીકે સુરત આર્થિક ક્ષેત્ર ગુજરાતના રાસાયણિક GVAમાં આશરે 70% ફાળો આપે છે, જે આ વૃદ્ધિને મજબૂત આધાર પૂરો પાડે છે. સ્થિતિસ્થાપક અને ટકાઉ નિકાસ વૃદ્ધિને વેગ આપવા સક્ષમ બનાવશે એપ્રિલ 2026માં સુરતમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)–દક્ષિણ ગુજરાત, ભારત–EU FTA દ્વારા સર્જાતી તકોને કાર્યરત કરવા માટે વ્યૂહાત્મક મંચ બની રહેશે. કાપડ, રત્નો અને ઝવેરાત, રસાયણો અને પેટ્રોકેમિકલ્સ તથા દરિયાઈ ઉત્પાદનો જેવા ઉચ્ચ-વિકાસ ક્ષેત્રોને એકત્ર કરીને, VGRC દક્ષિણ ગુજરાતની ઔદ્યોગિક શક્તિઓને EUની વધતી માંગ સાથે જોડશે. આ પ્રાદેશિક પરિષદ ઉદ્યોગોને અનુકૂળ બજાર ઍક્સેસનો લાભ લઈ ભવિષ્યમુખી, સ્થિતિસ્થાપક અને ટકાઉ નિકાસ વૃદ્ધિને વેગ આપવા સક્ષમ બનાવશે. આ પણ વાંચો : Gandhinagar News : રાજ્યમાં પોષણ સાથે સુરક્ષાનો વ્યાપ વધ્યો, 5.14 લાખ નવા લાભાર્થીઓ આંગણવાડીની વિવિધ યોજનાથી લાભાન્વિત

Read Full Story arrow_forward
Gandhinagar News: GMCનું 1903 કરોડનું બજેટ રજૂ, કોઈ નવો ટેક્સ નહીં અને PM ઈ-બસની ભેટ!
calendar_today February 6, 2026

Gandhinagar News: GMCનું 1903 કરોડનું બજેટ રજૂ, કોઈ નવો ટેક્સ નહીં અને PM ઈ-બસની ભેટ!

ગુજરાતના પાટનગર ગાંધીનગરના સર્વાંગી વિકાસ માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27નું 1903.08 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા આ બજેટમાં ગયા વર્ષની સરખામણીએ પોણા અગિયાર ટકા (11 ટકા)નો વધારો સૂચવવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે, ગાંધીનગરના શહેરીજનો પર કોઈ નવો વેરો ઝીંકવામાં આવ્યો નથી.રિબેટ યોજનામાં મોટો ફાયદો ગાંધીનગર મનપાના ડ્રાફ્ટ બજેટમાં મિલકત વેરા અને વાહન વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ઉલટું, એડવાન્સ ટેક્સ ભરનારા નાગરિકો માટે રિબેટ યોજનાનો સમયગાળો બે માસથી વધારીને ત્રણ માસ કરવામાં આવ્યો છે, જે કરદાતાઓ માટે મોટી રાહત છે. ગાંધીનગર મનપા આ બજેટમાં 150 કરોડ રૂપિયાની સરપ્લસ આવકનો અંદાજ ધરાવે છે. ગાંધીનગર શહેરના વિકાસ માટે મહત્ત્વની જાહેરાતો પીએમ ઈ-બસ સેવા: ગાંધીનગરમાં ટૂંક સમયમાં પીએમ ઈ-બસ સેવા શરૂ થશે. પ્રથમ તબક્કામાં 40 અને બીજા તબક્કામાં 60 ઈલેક્ટ્રિક બસો દોડશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર: રાંધેજાથી કોબા સુધીના વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. ભૌતિક સુવિધાઓ માટે 1186.71 કરોડ રૂપિયા અને સામાજિક સુવિધાઓ માટે 219.45 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે સ્વચ્છતા અને આરોગ્ય: સફાઈ માટે 161.75 કરોડ રૂપિયા અને આરોગ્ય માટે 40.18 કરોડ રૂપિયા ખર્ચાશે. આ ઉપરાંત શહેરમાં નવા 3 ફાયર સ્ટેશન પણ બનાવવામાં આવશે. ટેકનોલોજીનો ઉપયોગ: પાણીના વિતરણ અને ક્વોલિટીની ચકાસણી હવે કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ દ્વારા થશે.ગાંધીનગર મનપા પોતાની આવક વધારવા માટે હાઈ વેલ્યુ પ્લોટના વેચાણ અને પ્લોટ મોનીટાઈઝેશન (રૂપિયા 50 કરોડ) પર ધ્યાન કેન્દ્રિત કરશે. શિક્ષણ માટે પણ રૂપિયા 16.90 કરોડની ફાળવણી બજેટમાં કરવામાં આવી છે.આ પણ વાંચો - Gandhinagar news: ચ-5 સર્કલ પર અકસ્માતમાં યુવકનું મોત

Read Full Story arrow_forward
Surat News: પલસાણાના વારેલીમાં આખલાનો આતંક, સીસીટીવીમાં કેદ થયા ભયાનક દ્રશ્યો!
calendar_today February 6, 2026

Surat News: પલસાણાના વારેલીમાં આખલાનો આતંક, સીસીટીવીમાં કેદ થયા ભયાનક દ્રશ્યો!

દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા સુરતના પલસાણા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ હવે નાગરિકો માટે જોખમી બની રહ્યો છે. સુરતના પલસાણાના વારેલી ગામે છેલ્લા એક મહિનાથી આખલાઓએ આતંક મચાવ્યો છે. અહીં જાહેરમાં લડતા આખલાઓએ અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.બાઈકોનો કચરઘાણ અને CCTV ફૂટેજ વારેલીના રહેણાંક અને બજાર વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે થયેલી ભયાનક લડાઈના દ્રશ્યો સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આખલાઓ લડતા-લડતા પાર્ક કરેલી મોટરસાયકલો પર ચઢી જાય છે. આ લડાઈમાં અનેક બાઈકોના ભૂકા બોલી ગયા છે. સદનસીબે, લડાઈ વખતે કોઈ વ્યક્તિ આડફાટમાં ન આવતા મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ રોજબરોજની આ લડાઈ કોઈ નિર્દોષનો જીવ લેશે તેવી ભીતિ સેવાઈ રહી છે. તંત્રની ઘોર નિંદ્રા હાઈકોર્ટ દ્વારા રખડતા ઢોરના મુદ્દે સરકાર અને સ્થાનિક તંત્રને અનેકવાર ફિટકાર લગાવવામાં આવી હોવા છતાં, પલસાણા પંથકમાં તેની કોઈ અસર જોવા મળતી નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે, છેલ્લા એક મહિનાથી આખલાઓ બેફામ બન્યા છે, છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે. રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો હંમેશા ફફડાટમાં રહે છે કે ક્યારે કોઈ આખલો તેમના પર હુમલો કરી દેશે. વારંવારની રજૂઆતો છતાં આખલાઓને ડબ્બે પૂરવાની કોઈ કાર્યવાહી ન થતા હવે લોકો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી રહ્યા છે. આ પણ વાંચો - Surat News : દક્ષિણ ગુજરાતના કાપડ, રસાયણ અને સીફૂડ નિકાસને યુરોપિયન યુનિયનની શૂન્ય-ડ્યુટી એક્સેસથી મોટો લાભ

Read Full Story arrow_forward