android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkotમાં ભાજપના કોર્પોરેટરને બરતરફ કરવા દરખાસ્ત કરાઈ, જુઓ Video
calendar_today February 6, 2026

Rajkotમાં ભાજપના કોર્પોરેટરને બરતરફ કરવા દરખાસ્ત કરાઈ, જુઓ Video

રાજકોટમાં નેહલ શુક્લને બરતરફ કરવાના પત્રને લઇ સ્ટે. કમિટી ચેરમેન જયમીન ઠાકરનું નિવેદન સામે આવ્યું છે, જેમાં જયમીન ઠાકરનું કહેવું છે કે, નેહલ શુક્લ સિનિયર કોર્પોરેટર છે, તેઓએ એક બોર્ડમાં રજા રિપોર્ટ મુક્યો છે અને નેહલ શુક્લ બરતરફ ન થઈ શકે અને ભાજપ દ્વારા લીગલ અભિપ્રાય લેવામાં આવશે. નેહલ શુક્લ ત્રણ જનરલ બોર્ડ બેઠકમાં ગેરહાજર રાજકોટ મનપાનાં ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા ભાજપનાં કોર્પોરેટર નેહલ શુક્લ ત્રણ બોર્ડમાં ગેરહાજર હોવાથી તેમને બરતરફ કરવા અંગે કમિશ્નરને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી. આ મામલે ભાજપમાં આંતરિક જૂથવાદ હોવાને કારણે ભાજપનાં જ અન્ય નેતાઓના ઈશારે આ કૃત્ય કરાયું હોવાની ચર્ચાઓ ઉઠી હતી. જેને લઈ આજે મનપાની સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જનરલ બોર્ડની બુક તપાસી હતી. જેમાં એક બોર્ડ બેઠકમાં નેહલ શુક્લ દ્વારા રજા રિપોર્ટ મુકવામાં આવ્યો હતો. ત્રણ પૈકી એક બોર્ડ માટે રજા રિપોર્ટ રજૂ કરાયો હોવાથી પોતાની દ્રષ્ટિએ નેહલ શુક્લને બરતરફ કરી શકાય તેમ નથી. આ પણ વાંચો : Surat News : દક્ષિણ ગુજરાતના કાપડ, રસાયણ અને સીફૂડ નિકાસને યુરોપિયન યુનિયનની શૂન્ય-ડ્યુટી એક્સેસથી મોટો લાભ

Read Full Story arrow_forward
Suratના ખજોદમાં ડમ્પિંગ સાઇટની આગ ચોથા દિવસે પણ બેકાબુ, જુઓ Video
calendar_today February 6, 2026

Suratના ખજોદમાં ડમ્પિંગ સાઇટની આગ ચોથા દિવસે પણ બેકાબુ, જુઓ Video

સુરતના ખજોડામાં લાગેલી આગ હજી પણ બેકાબું છે અને કોન્ટ્રાકટર સામે પોલીસ ફરિયાદ કરી બ્લેકલિસ્ટ કરવા કોંગ્રેસની માગ છે, લાખો ટન કચરો સળગતા સુરતની હવા ઝેરી બની AQIમાં પણ વધારો થયો છે અને GPCB અને પાલિકાની ઢીલાશ સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે, આગના ધુમાડાના કારણે વૃદ્ધઓ અને બાળકોના આરોગ્ય પર પણ અસર જોવા મળી છે, કચરા કૌભાંડની તપાસ થાઈ તે પેહલા જ આગ લાગતા અનેક સવાલો ઉઠી રહ્યા છે અને ડમ્પિંગ સાઈડના CCTV ચકાસે તો સમગ્ર હકીકત બહાર આવી શકે છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) હરકતમાં આવ્યું છે સુરત શહેરના ખજોદ વિસ્તારમાં આવેલી કચરાની ડમ્પિંગ સાઈટ પર લાગેલી ભીષણ આગનો મામલો હવે ગંભીર વળાંક લઈ રહ્યો છે. છેલ્લા 48 કલાકથી વધુ સમય વીતી જવા છતાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી, ત્યારે પ્રદૂષણ અને પર્યાવરણના જોખમને ધ્યાને રાખી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) હરકતમાં આવ્યું છે. આ પણ વાંચો : Rajkotમાં ભાજપના કોર્પોરેટરને બરતરફ કરવા દરખાસ્ત કરાઈ, જુઓ Video

Read Full Story arrow_forward
Gandhidham: મનપાની મેગા ડ્રાઈવ, ઓસ્લો સર્કલથી કોટેશ્વર સુધીના 245 ગેરકાયદે દબાણોનો સફાયો
calendar_today February 6, 2026

Gandhidham: મનપાની મેગા ડ્રાઈવ, ઓસ્લો સર્કલથી કોટેશ્વર સુધીના 245 ગેરકાયદે દબાણોનો સફાયો

ગાંધીધામમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને રસ્તાઓ ખુલ્લા કરવા માટે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આક્રમક દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો પર ખડકાયેલા ગેરકાયદે બાંધકામો પર પાલિકાનું બુલડોઝર ફરી વળતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવાયાગાંધીધામ મનપા દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરીમાં શહેરના અતિ વ્યસ્ત એવા ઓસ્લો સર્કલથી કોટેશ્વર ચાર રસ્તા સુધીના માર્ગને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ સમગ્ર પટ્ટામાં રસ્તાની બંને બાજુએ વર્ષોથી જામી ગયેલા કાચા-પાકા દબાણોને હટાવવા માટે તંત્રએ 5 જેસીબી મશીનોની મદદ લીધી હતી. કુલ 245 જેટલા ગેરકાયદે દબાણો તોડી પાડીને રસ્તાને મૂળ સ્થિતિમાં લાવવાની કામગીરી કરવામાં આવી છે.રસ્તાઓ થયા ખુલ્લા થતા વાહનચાલકોને રાહતઆ વિસ્તારમાં ગેરકાયદે કેબિનો, ઓટલા અને શેડના કારણે રસ્તાઓ સાંકડા થઈ ગયા હતા, જેના પરિણામે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. મનપાની આ કાર્યવાહીને પગલેઓસ્લો સર્કલથી કોટેશ્વર સુધીનો મુખ્ય માર્ગ હવે પૂરતી પહોળાઈમાં ઉપલબ્ધ થયો છે.ગેરકાયદેસર રીતે રસ્તો રોકનાર તત્વો સામે કડક કાયદાકીય સંદેશ ગયો છે.રસ્તાઓ ખુલ્લા થવાથી રાહદારીઓ અને વાહનચાલકોના સમયની બચત થશે અને અકસ્માતનો ભય ઘટશે.આ પણ વાંચો:Surat: કતારગામ TP સ્કીમનો વિવાદ હવે દિલ્હી દરબારમાં, 'સીપીગ્રામ્સ' પરની ફરિયાદથી તંત્રમાં દોડધામ

Read Full Story arrow_forward