android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Naxalite Encounter: બીજાપુર-મહારાષ્ટ્ર સીમા પર અથડામણ, ગઢચિરોલીમાં 3 નક્સલી ઠાર
calendar_today February 6, 2026

Naxalite Encounter: બીજાપુર-મહારાષ્ટ્ર સીમા પર અથડામણ, ગઢચિરોલીમાં 3 નક્સલી ઠાર

આ સાહસિક ઓપરેશન દરમિયાન ગઢચિરોલી પોલીસની C-60 યુનિટના જવાન દીપક ચિન્ન મદાની (38) ગંભીર રીતે ઘાયલ થયા બાદ શહીદ થયા હતા. ભામરાગઢ તાલુકાના ફોડેવાડા વિસ્તારમાં 3 ફેબ્રુઆરીથી ચાલી રહેલા આ અભિયાનમાં શુક્રવાર સવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી, જ્યારે ઘટનાસ્થળેથી એક મહિલા અને એક પુરુષ નક્સલીના મૃતદેહો મળી આવ્યા. તે પહેલાં ગુરુવારે પણ એક નક્સલી માર્યો ગયો હતો.પોલીસે સ્થળ પરથી ભારે માત્રામાં હથિયારો જપ્ત કર્યા છેપોલીસે સ્થળ પરથી ભારે માત્રામાં હથિયારો જપ્ત કર્યા છે, જેમાં એક AK-47 અને એક SLR રાઇફલનો સમાવેશ થાય છે. માર્યા ગયેલા નક્સલીઓની ઓળખ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.એક અન્ય જવાન જોગા મદાવિ પણ ગોળી વાગવાથી ઘાયલ થયા છે આ અથડામણમાં એક અન્ય જવાન જોગા મદાવિ પણ ગોળી વાગવાથી ઘાયલ થયા છે. તેમને વધુ સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા ગઢચિરૌલી ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત હાલ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.નક્સલીઓ સામે ચાલી રહેલા વિશાળ અભિયાનનો ભાગ અબૂઝમાડ વિસ્તાર તેની દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિ માટે જાણીતો છે. તેને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધુ તેજ કર્યું છે, જેથી છુપાયેલા અન્ય નક્સલીઓનો પતો લગાવી શકાય. મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં આવેલ આ સીમાવર્તી વિસ્તારમાં સુરક્ષા દળો લાંબા સમયથી નક્સલ વિરોધી અભિયાનોને ગતિ આપી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે આ કાર્યવાહી નક્સલીઓ સામે ચાલી રહેલા વિશાળ અભિયાનનો ભાગ છે અને આવનારા સમયમાં પણ આ પ્રકારના ઓપરેશનો સતત ચાલુ રાખવામાં આવશે.આ પણ વાંચો: Civil Aviation Report : 754 વિમાનોમાંથી 50%માં ખામી, યાદીમાં ટોપ પર એર ઈન્ડિયા અને ઈન્ડિગો

Read Full Story arrow_forward
PM Modi Malaysia Visit 2026: સેમીકન્ડક્ટર અને રેયર અર્થમાં ભારતના અર્થતંત્રને તેજ ગતિ આપશે મલેશિયા યાત્રા
calendar_today February 6, 2026

PM Modi Malaysia Visit 2026: સેમીકન્ડક્ટર અને રેયર અર્થમાં ભારતના અર્થતંત્રને તેજ ગતિ આપશે મલેશિયા યાત્રા

સેમીકન્ડક્ટર અને રેયર અર્થ એલીમેન્ટ્સમાં સહયોગ પર ખાસ ભાર મુકાયો છે. મલેશિયા દુનિયાનું પ્રમુખ REE ઉત્પાદન કેન્દ્ર યૂનિયન બજેટ 2026માં સેમીકન્ડક્ટર મિશન 2.0 અને રેયર અર્થ કોરિડોર્સ બાદ આ યાત્રા વેપાર માટે મહત્ત્વની માનવામાં આવી રહી છે. મલેશિયા દુનિયાનું પ્રમુખ REE ઉત્પાદન કેન્દ્ર છે. પીએમ મોદીના આ પ્રવાસ બાદ ભારતને રોકાણ અને ટેક્નોલોજીમાં મોટો ફાયદો મળી શકે છે. જેના કારણે સપ્લાઇ ચેન મજબૂત થશે. ચીન પર નિર્ભરતા 20-30% ઓછી થઇ શકે છે. EV, રિન્યૂએબલ એનર્જી અને ડિફેન્સ સેક્ટરને પણ મોકળો માર્ગ મળશે. બન્ને દેશ વેપારને 25 અરબ ડૉલર સુધી લઇ જવાનું લક્ષ્ય રાખે છે. ક્રિટિકલ મિનરલ્સ પર કામ શરુ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ હતુ કે, રેયર અર્થ પરમાનેન્ટ મૈગ્નેટ્સનુ સ્થાનિક ઉત્પાદનથી સેલ્ફ રિલાયન્સ વધશે. અને ચીન પર નિર્ભરતા ઓછી થશે. મલેશિયાની સાથે ટેક્નોલોજી શેયરિંગથી આ કાર્ય સરળ થશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ક્રિટિકલ મિનરલ્સ પર કામ કરી રહ્યા છે. બેંચમાર્ક મિનરલ ઇન્ટેલિજન્સમાં રેયર અર્થ એક્સપર્ટ અને રિસર્ચ મેનેજરે ભારતની નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશનની પ્રશંસા કરી હતી. મલેશિયા સાથે સહયોગ કરવાથી પ્રોડક્ટ ઉત્પાદન તેજ થશે. યાત્રાથી શું થઇ શકે છે ફાયદા? 1. સપ્લાઇ ચેન મજબૂતઃ મલેશિયાથી REE અને સેમીકન્ડક્ટર પાર્ટસ સરળતાથી મળશે. જેના કારણે ભારતની ઉત્પાદન ક્ષમતા વધશે. અને ચીન પર નિર્ભરતા ઓછી થશે. 2. રોકાણ અને ટેક્નોલોજીઃ મલેશિયાની સાથે JVથી 3 અરબ ડૉલરનું રાજસ્વ અને 24 હજાર 800 નોકરીની તક પેદા થશે. સેમીકન્ડક્ટર માર્કેટ 2026 સુધી 64 અરબ ડૉલર અને 2030 સુધી 110 અરબ ડૉલર પહોંચશે. 3. ક્લીન એનર્જી અને EV: REEથી EV બેટરી અને મોટર સસ્તી થશે. મલેશિયા 2030 સુધી EVનું પ્રોડક્શન 15% વધારી શકે છે. જેમાં ભારત તેની મદદ કરી શકે છે. 4. ટ્રેડ બૂસ્ટઃ બન્ને દેશોનો વેપાર 25 અરબ ડૉલર સુધી પહોંચી શકે છે. MICECA કરારની સમીક્ષતાથી નિકાસ કરાશે. 5. રણનૈતિક પાર્ટનરશિપઃ રક્ષા, ડિજિટલ ટેક અને હેલ્થમાં સહયોગ વધશે. જે ભારતને ASEANમાં મજબૂત પકડ અપાવશે. આ પણ વાંચોઃ Bangladesh US Deal News: ચૂંટણી પહેલા Muhammad Yunus-Donald Trump વચ્ચેના 'ગુપ્ત સોદા'એ જગાવી ચર્ચા

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : વડોદરામાં સગીરને જન્મટીપની સજા ફટકારાઇ, વિદ્યાર્થીની હત્યા મામલે નામદાર કોર્ટનો ચુકાદો
calendar_today February 6, 2026

Gujarat Latest News Live : વડોદરામાં સગીરને જન્મટીપની સજા ફટકારાઇ, વિદ્યાર્થીની હત્યા મામલે નામદાર કોર્ટનો ચુકાદો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 06 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward