android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Railway News : અમદાવાદ રેલવે મંડળનું ટિકિટ ચેકિંગ અભિયાન સફળ, ટિકિટ વિનાના મુસાફરો પાસેથી વસૂલ્યો રૂ.25.72 કરોડથી વધુનો દંડ
calendar_today February 6, 2026

Railway News : અમદાવાદ રેલવે મંડળનું ટિકિટ ચેકિંગ અભિયાન સફળ, ટિકિટ વિનાના મુસાફરો પાસેથી વસૂલ્યો રૂ.25.72 કરોડથી વધુનો દંડ

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ પોતાના યાત્રીઓની સુવિધાઓને સતત ઉત્તમ બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને માન્ય યાત્રીઓની સુરક્ષિત અને સુખદ યાત્રા સુનિશ્ચિત કરવા માટે અનેક મજબૂત પગલાં લઈ રહ્યું છે. અનધિકૃત યાત્રાને અટકાવવાના ઉદ્દેશથી મંડળ રેલવે મેનેજર વેદ પ્રકાશ, સિનિયર મંડળ કોમર્શિયલ મેનેજર અન્નૂ ત્યાગી અને અન્ય કોમર્શિયલ અધિકારીઓ દ્વારા દરરોજ ટિકિટ તપાસ કામની સમીક્ષા કરવામાં આવી તથા તેમના માર્ગદર્શનમાં વિશેષ ટિકિટ તપાસ અભિયાન સંચાલિત કરવામાં આવ્યા. રૂ.2.48 કરોડની રકમ વસૂલ કરવામાં આવી સિનિયર કોમર્શિયલ અધિકારીઓની દેખરેખમાં કાર્યરત અત્યંત પ્રેરિત ટિકિટ ચેકિંગ ટીમ દ્વારા એપ્રિલ 2025 થી જાન્યુઆરી 2026 દરમિયાન અનેક અભિયાન ચલાવવામાં આવ્યા, જેના પરિણામે રૂ.25.72 કરોડની વસૂલી થઈ, જે પાછલા વર્ષના સમાન સમયગાળા દરમિયાનની સરખામણીમાં લગભગ 54% વધારે છે. ફક્ત જાન્યુઆરી 2026 મહિનામાં વગર ટિકિટ અને અનિયમિત યાત્રાઓ, જેમાં વગર બુકિંગના મામલા પણ સામેલ છે, 32,330 પ્રકરણોની ઓળખ કરીને રૂ.2.48 કરોડની રકમ વસૂલ કરવામાં આવી, જે નિર્ધારિત લક્ષ્યથી 18% વધારે છે. પાટણ-સાબરમતી રેલવે સેક્શન્સમાં સંચાલિત કરવામાં આવ્યું તા. 03.02.2026ના રોજ મંડળ વાણિજ્ય પ્રબંધક અંકુર દેસાઈના નેતૃત્વમાં વિશેષ ટિકિટ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું. આ અભિયાન દરમિયાન 7 ટિકિટ તપાસ સ્ટાફની ટીમ દ્વારા કુલ 181 કેસ પકડાયા, જેમાંથી દંડરૂપે ₹1,15,440નું આવક પ્રાપ્ત થયું .તારીખ 04.02.2026 ના રોજ મંડળ કોમર્શિયલ મેનેજર શ્રી જયેશ મકવાણાના નેતૃત્વમાં વિશેષ ટિકિટ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું, જેના હેઠળ 14702 અમરાપુર અરાવલી એક્સપ્રેસ, 79434 સાબરમતી-પાટણ ડેમૂ, 79432 સાબરમતી-મહેસાણા ડેમૂ, 79436 પાટણ-સાબરમતી ડેમૂ તથા 12547 આગરા કેન્ટ-સાબરમતી એક્સપ્રેસમાં સઘન તપાસ કરવામાં આવી. આ અભિયાનમાં 10 ટિકિટ તપાસ સ્ટાફ અને 4 આરપીએફ સ્ટાફની હાજરી રહી. અભિયાન દરમિયાન વગર ટિકિટના 120, ઉચ્ચ શ્રેણીમાં યાત્રા કરનારા 19, વગર બુકિંગ સામાનના 1 તથા ગંદકી ફેલાવવાના/થૂકવાના 4 પ્રકરણ સહિત કુલ 144 પ્રકરણ પકડવામાં આવ્યા, જેનાથી રૂ.47,010 ની વસૂલાત કરવામાં આવી. આ અભિયાન સાબરમતી-મહેસાણા અને પાટણ-સાબરમતી રેલવે સેક્શન્સમાં સંચાલિત કરવામાં આવ્યું. માન્ય ટિકિટ લઈને જ યાત્રા કરે મુસાફરો આ પ્રકારના પરિણામ અનધિકૃત યાત્રા પર નિયંત્રણ મેળવવા, યાત્રા અનુભવને ઉત્તમ બનાવવા તથા સાર્વજનિક સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રત્યેની પશ્ચિમ રેલવેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ પોતાના યાત્રીઓને વિનમ્ર વિનંતી કરે છે કે તેઓ યોગ્ય અને માન્ય ટિકિટ લઈને જ યાત્રા કરે, જેનાથી તેમને સુગમ, સુરક્ષિત અને આનંદદાયક યાત્રા થાય. આ પણ વાંચો : Railway News : પશ્ચિમ રેલવે દ્વારા હોળીના તહેવાર પર હોલિડે સ્પેશિયલ ટ્રેનોનું આયોજન કરાયું

Read Full Story arrow_forward
Gir Somnath News: વૃદ્ધે ઘરના વાડામાં જ કર્યું ગાંજાનું વાવેતર, 27 લાખનો મુદ્દામાલ જપ્ત!
calendar_today February 6, 2026

Gir Somnath News: વૃદ્ધે ઘરના વાડામાં જ કર્યું ગાંજાનું વાવેતર, 27 લાખનો મુદ્દામાલ જપ્ત!

રાજ્યમાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે પોલીસ સતર્ક બની છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં પોલીસ દ્વારા ગાંજાના ગેરકાયદે વાવેતરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રહેણાંક મકાનના વાડામાં ખેતી કરી ગાંજાનું વેચાણ કરતા એક 75 વર્ષીય વૃદ્ધને પોલીસે લાખોના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે.રહેણાંક મકાનમાં ચાલતું હતું નશાનું વાવેતર ઘટનાની મળતી માહિતી અનુસાર, ગીર ગઢડાની ઢોરા શેરી અને ઉના રોડ વિસ્તારમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગીર સોમનાથ એસ.ઓ.જી. (SOG) અને એલ.સી.બી. (LCB) ટીમ દ્વારા સંયુક્ત રેડ કરવામાં આવી હતી. જ્યાં ભીખાભાઇ મકવાણા નામના 75 વર્ષીય વૃદ્ધના મકાનના વાડામાં તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીએ પોતાના ઘરના વાડામાં જ ગુપ્ત રીતે ગાંજાનું વાવેતર કર્યું હતું. 27.71 લાખનો મુદ્દામાલ કબ્જે પોલીસને તપાસ દરમિયાન અડધા ફૂટથી લઈને 4 ફૂટ સુધીની લંબાઈના ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા. પોલીસે કુલ 55 કિલો અને 320 ગ્રામ વજનના ગાંજાના છોડ કબ્જે કર્યા છે, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 27.71 લાખ આંકવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી ભીખા મકવાણા પોતાના વાડામાં જ ગાંજાની ખેતી કરી, તેની સુકવણી કર્યા બાદ આસપાસના વિસ્તારમાં છૂટક વેચાણ કરતો હતો. પોલીસની કડક કાર્યવાહી ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(C) અને 20(2)(C) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નશીલા પદાર્થોની હેરાફેરી અને વાવેતર સામે ગીર સોમનાથ પોલીસની આ કામગીરીથી ડ્રગ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Gir Somnath News: તડીપાર ગુજસીટોક આરોપીનું ઘર સળગાવાયું, પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપ!

Read Full Story arrow_forward
Panchmahal: શહેરાની હાઈસ્કૂલમાં વિદ્યાર્થીએ શિક્ષિકાને ઝીંકી જોરદાર થપ્પડ, પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન
calendar_today February 6, 2026

Panchmahal: શહેરાની હાઈસ્કૂલમાં વિદ્યાર્થીએ શિક્ષિકાને ઝીંકી જોરદાર થપ્પડ, પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન

પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાંથી ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લગાડતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરની શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થીએ શિસ્તના નામે પૂછાયેલા પ્રશ્નથી ઉશ્કેરાઈને પોતાની જ મહિલા શિક્ષિકા પર હાથ ઉપાડ્યો હતો. આ સમગ્ર ઘટના વર્ગખંડમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.પરીક્ષામાં મોડો આવતા કારણ પૂછવું ભારે પડ્યુંઘટનાની વિગતો મુજબ, ગત 24 જાન્યુઆરીના રોજ શાળામાં દ્વિતીય કસોટી ચાલી રહી હતી. આ દરમિયાન એક વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં નિર્ધારિત સમય કરતાં મોડો પહોંચ્યો હતો. ખંડ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા મહિલા શિક્ષિકાએ જ્યારે વિદ્યાર્થીને મોડા આવવાનું કારણ પૂછ્યું, ત્યારે શિસ્ત જાળવવાને બદલે વિદ્યાર્થી આવેશમાં આવી ગયો હતો. તેણે તમામ વિદ્યાર્થીઓની હાજરીમાં શિક્ષિકાના ડાબા ગાલ પર જોરદાર થપ્પડ ઝીંકી દીધી હતી.CCTV ફૂટેજમાં કેદ થઈ લજ્જાસ્પદ ઘટનાCCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે થપ્પડનો વેગ એટલો પ્રચંડ હતો કે શિક્ષિકા સંતુલન ગુમાવી બેઠા હતા અને જમીન પર પડતા-પડતા બચ્યા હતા. વર્ગખંડમાં હાજર અન્ય વિદ્યાર્થીઓ આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા અને તુરંત વચ્ચે પડીને ઉશ્કેરાયેલા વિદ્યાર્થીને બહાર લઈ ગયા હતા.પોલીસે શાળામાં કરાવ્યું 'સીન રિકન્સ્ટ્રક્શન'આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ શહેરા પોલીસે કડક વલણ અપનાવ્યું છે. તપાસના ભાગરૂપે પોલીસે પકડાયેલા આરોપી વિદ્યાર્થીને શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કૂલ ખાતે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.શિક્ષિકા અને અન્ય સ્ટાફની હાજરીમાં જ આ પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેથી ગુનાની ગંભીરતા અને પુરાવા મજબૂત કરી શકાય.આ પણ વાંચો: Mehsana: ઊર્જા મંત્રીના હસ્તે UGVCLની અત્યાધુનિક ડિસ્પેન્સરીનું લોકાર્પણ, 3,000 કર્મચારીઓને થશે સીધો લાભ

Read Full Story arrow_forward