android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: મુજપુરથી દેશી દારૂ ઝડપાયો, એક શખ્સ વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધયો
calendar_today February 5, 2026

Patan: મુજપુરથી દેશી દારૂ ઝડપાયો, એક શખ્સ વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધયો

ગાંધીના ગુજરાતમાં પાસ પરમીટ વગર કેફી પદાર્થો વેચવા કે પીવા ઉપર પાબંધી હોવા છતાં અવાર નવાર આવા કેફી પદાર્થો જેમાં ગાંજો અફીણ ઇંગ્લિશ શરાબ દેશી શરાબ જેવા નસીલા પદાર્થો પોલીસના હાથે અવાર નવાર ઝડપાના બનાવો પોલીસ ચોપડે નોંધાએલા જોવા મળેછે સાથે આવા પદાર્થો નું સેવન કરતા કે હેરાફેરી કરતા શખ્સો ઉપર પણ પોલીસ ચાંપતી નજર રાખી તેવોના ઉપર કાર્યવાહી કરવામાં આવતી હોયછે છતાં પણ આવા કેફી પદાર્થો નું વેચાણ કરતા હોયછે આવોજ પાસ પરમીટ વગરનો શરાબ શંખેશ્વર તાલુકાના મુજપુર ગામે ઝડપાયો હતોપોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહીતી અનુસાર શંખેશ્વર પોલીસના માણસો મુજપુર ગામે પેટ્રોલીંગ માં હતાતે દરમિયાન બાતમીના આધારે મુજપુર ખાતે રહેતો ઠાકોર દશરથજી સોનાજી ના ઘરે રેડ કરતાં તે ઘરે મળી આવ્યો ના હોઈ તેના ઘરની ઓસરીમાં તપાસ કરતાં દેશી શરાબ લીટર 6 પોલીસ રેડ દરમિયાન મળી આવ્યો હતો આથી શંખેશ્વર પોલીસ સ્ટેસને મુજપુર ના દશરથજી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: હારીજ નગરપાલિકાને જેટિંગ ટેન્કર ફાવળતા હવે ગટરો સાફ્ થશે
calendar_today February 5, 2026

Patan: હારીજ નગરપાલિકાને જેટિંગ ટેન્કર ફાવળતા હવે ગટરો સાફ્ થશે

હારીજ નગરમાં અગાઉના સમયમાં ફાળવેલ જેટિંગ ટેન્કર છેલ્લા ઘણા સમયથી દુરસ્ત હાલતમાં હોવાથી નગરપાલિકા દ્વારા નવા જેટિંગ ટેન્કર માટેની માંગણી કરતા તેનો સ્વીકાર કરી. નવું જેટિંગ ટેન્કર ફાળવતાં હવે નગરમાં ઊભરાતી ગટરોની સમસ્યાઓમાંથી છુટકારો મળશે. તેવો આશાવાદ નગરજનોએ વ્યક્ત કર્યો હતો.ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરમાં ગટરના ગંદા પાણીથી ગંદકી ન ફેલાય તથા શહેરી વિસ્તારમાં ઉભરાતી ગટરોના કાયમી ઉકેલ માટે જેટિંગ ટેન્કરની ફાળવણી કરવામાં આવી છે. જેમાં હારીજમાં અગાઉ ફાળવેલ જેટિંગ ટેન્કર દુરસ્ત થઈ જતાં પાલીકાના પ્રમુખ તથા ઉપપ્રમુખની હાજરીમાં જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રોહિતભાઈ ગોસ્વામી દ્વારા સરકાર સમક્ષ હારીજ નગરપાલિકાને નવું જેટિંગ ટેન્કર ફાળવવા માટે રજુઆત કરતા નવું જેટિંગ ટેન્કર ફાળવવામાં આવ્યું છે. જેને લઈ હવે હારીજ નગરમાં ગટરો ચોકઅપ થઈ જતાં ઊભરાવાની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે અને નગરજનોને રાહત થશે તેમ પાલીકાના સત્તાધીશોએ જણાવ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dholka: વાહન પાછળ ટ્રક ટકરાતા ચાલકની કેબિનનો ખુડદો, 3ના મોત, 1 ગંભીર
calendar_today February 5, 2026

Dholka: વાહન પાછળ ટ્રક ટકરાતા ચાલકની કેબિનનો ખુડદો, 3ના મોત, 1 ગંભીર

બગોદરા-ધોળકા હાઈવે પર બુધવાર મોડી રાતે એક અજાણ્યા વાહન પાછળ આઇશર ટ્રક ઘૂસી જતા એક ગોઝારો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. બગોદરાથી ધોળકા તરફ્ જઈ રહેલી આઇસર ટ્રક કોઈ અજાણ્યા વાહનની પાછળ ધડાકાભેર ઘુસી જતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં આઇસર ટ્રકના કેબીનનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. ટ્રકમાં સવાર એક પુરુષ, એક સ્ત્ર્રી અને પાંચ વર્ષનું બાળક અંદર જ કચડાઈ ગયા હતા. મૃતકો પતિ-પત્ની અને પાંચ વર્ષનું બાળક હોવાનું બહાર આવ્યું છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ખાનપુર લાટ ગામના પાટીયા નજીક બનેલી આ ઘટનામાં આઈસર ટ્રકના ડ્રાઈવરને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફ્કિ જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ધોળકા પોલીસે મૃતદેહોને ધોળકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward