Ahmedabad News: અમદાવાદમાં ગૌમાતાને કતલખાને લઈ જવાતા આક્રોશ
અમદાવાદ શહેરમાં ગૌમાતાને કતલખાને લઈ જવાનો સિલસિલો યથાવત રહેતા ફરી એકવાર તણાવની પરિસ્થિતિ સર્જાઈ છે. ગત રાત્રે પાલડી વિસ્તારમાં ગૌરક્ષકો અને કતલખાને ગાયો લઈ જઈ રહેલા લોકો વચ્ચે ઉગ્ર માથાકૂટ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગૌરક્ષકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. કારને રોકી કસાઇને ઝડપી લીધો મળતી માહિતી મુજબ, એક કારમાં ચાર ગાયોને કતલખાને લઈ જવાઈ રહી હતી. ગૌભક્તોને આ અંગે જાણ થતાં તેમણે કારને રોકી કસાઇને ઝડપી લીધો હતો. આ સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.આ દરમિયાન કતલખાને લઈ જતા લોકોએ ધરણીધરથી ચંદ્રનગર સુધીના BRTS માર્ગ પર ભારે નુકસાન કર્યું હોવાનું સામે આવ્યું છે.BRTS ટ્રેકને નુકસાન પહોંચતા વાહન વ્યવહાર પર પણ અસર પડી હતી. ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
Read Full Story arrow_forward