android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda News : મુસ્લિમ અને હિન્દુ કિન્નરો વચ્ચે તકરાર, જમાલદાદા અખાડાએ ધમકી આપતા કઠલાલ પોલીસે ગાડીઓ અટકાવી
calendar_today February 5, 2026

Kheda News : મુસ્લિમ અને હિન્દુ કિન્નરો વચ્ચે તકરાર, જમાલદાદા અખાડાએ ધમકી આપતા કઠલાલ પોલીસે ગાડીઓ અટકાવી

ખેડા જિલ્લાના કપડવંજમાં આવેલા ઐતિહાસિક 'શ્રી દાદા ગંગારામ અખાડા' પર કબજો મેળવવાના પ્રયાસને લઈ બે જૂથો વચ્ચે ગંભીર વિવાદ છેડાયો છે. આ વિવાદ મુખ્યત્વે મુસ્લિમ કિન્નરો અને હિન્દુ કિન્નરો વચ્ચે વર્ચસ્વ જમાવવા બાબતે હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના જમાલદાદા અખાડાના કિન્નરો દ્વારા કપડવંજના અખાડાને નિરમૂળ કરી દેવાની અને તેને પોતાના અખાડામાં ભેળવી દેવાની ધમકી આપવામાં આવતા મામલો ગરમાયો છે. સ્થાનિક કિન્નરોએ આક્ષેપ કર્યો છે કે અમદાવાદના જૂથ દ્વારા તેમને ડરાવી-ધમકાવીને અખાડા પર ગેરકાયદેસર રીતે વર્ચસ્વ સ્થાપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.અખાડાના અસ્તિત્વની લડાઈ આ વિવાદની જાણ થતા જ કઠલાલ પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં જ કડક કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદથી કપડવંજ તરફ મોટી સંખ્યામાં આવી રહેલા કિન્નરોના વાહનોના કાફલાને કઠલાલ પોલીસે રસ્તામાં જ અટકાવી દીધો હતો. પોલીસના હસ્તક્ષેપને કારણે સંભવિત ઘર્ષણ ટળ્યું છે, પરંતુ હાલમાં વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અખાડાની પરંપરા અને ધાર્મિક ઓળખને બચાવવા માટે સ્થાનિક કિન્નરો મક્કમ છે, જ્યારે સામી બાજુથી સતત મળી રહેલી ધમકીઓને પગલે પોલીસ તૈનાત કરવામાં આવી છે. આ પણ વાંચો : Patan News : "અમે બંધારણ તોડ્યું નથી", કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાનોની બેઠકમાં મોટો ખુલાસો

Read Full Story arrow_forward
Ahmedabad News: રાણીપ GST બ્રિજ પર અકસ્માત સર્જનાર 'ટેક્સી' શર્મા જેલભેગો
calendar_today February 5, 2026

Ahmedabad News: રાણીપ GST બ્રિજ પર અકસ્માત સર્જનાર 'ટેક્સી' શર્મા જેલભેગો

અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા GST બ્રિજ પર ગત 30 જાન્યુઆરીની રાત્રે સર્જાયેલા કરુણ અકસ્માત મામલે ટ્રાફિક પોલીસે મોટી સફળતા મેળવી છે. હિટ એન્ડ રન કરી ફરાર થઈ ગયેલા કારચાલક જય ઉર્ફે ટેક્સી શર્માની એલ-ટ્રાફિક પોલીસે ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા ચાલક બ્રિજ પરથી સીધો નીચે પટકાયો હતો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાની વિગતો 30 જાન્યુઆરીની મોડી રાત્રે એક દંપતી પોતાના એક્ટિવા પર સવાર થઈને GST બ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી GJ 01 WC 0961 નંબરની કારે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે એક્ટિવા ચાલક યુવક હવામાં ફંગોળાઈને બ્રિજની નીચે રોડ પર પટકાયો હતો, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે એક્ટિવામાં સવાર તેમની પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ કાર્યવાહી અકસ્માત સર્જ્યા બાદ કારચાલક જય ઉર્ફે ટેક્સી શર્મા પોતાની કાર લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે સીસીટીવી ફૂટેજ અને કારના નંબરના આધારે તપાસ તેજ કરી હતી. અંતે, એલ-ટ્રાફિક પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી લીધી છે. પોલીસે કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે, અકસ્માત સમયે તે નશાની હાલતમાં હતો કે કેમ. આ પણ વાંચો - Ahmedabad News : જનતાના આક્રોશ અને 'સંદેશ'ના અહેવાલ સામે તંત્ર ઝૂક્યું, કતલખાનાની દરખાસ્ત ફગાવી દેવાઈ

Read Full Story arrow_forward
Ahmedabad News: ગોમતીપુરમાં ગુનેગારોએ બે ચાલીઓને બાનમાં લઇ આતંક મચાવ્યો
calendar_today February 5, 2026

Ahmedabad News: ગોમતીપુરમાં ગુનેગારોએ બે ચાલીઓને બાનમાં લઇ આતંક મચાવ્યો

અમદાવાદના ગોમતીપુરમાં લુખ્ખાઓનો આતંક સામે આવ્યો છે. છોટાલાલની ચાલી ખાતે અલગ અલગ બે બનાવો સામે આવ્યાં છે. અસામાજિક તત્વોએ આખી બે ચાલીઓને બાનમાં લઈને આતંક મચાવ્યો છે. અન્ય એક બનાવમાં બે વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હુમલાનો વીડિયો વાયરલ થતાં જ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુનેગારોએ સોસાયટીને બાનમાં લઇ આતંક મચાવ્યો અમદાવાદના ગોમતીપુરમાં અસામાજિક તત્વો બેફામ બન્યાં છે. લુખ્ખા તત્વોએ બે ચાલીઓને બાનમાં લઈને આતંક મચાવ્યો હતો. આતંક મચાવનારે સિરાજ અંસારીને ધમકી આપી હતી અને ડરાવીને આતંક મચાવ્યો હતો. પોલીસે આરોપી ફૈઝાલ અંસારીની ધરપકડ કરી હતી. જ્યારે બીજા બનાવમાં અન્ય બે વ્યક્તિઓ પર હુમલો કરાયો હતો.નાઝો, અફસર, મિરાજ અને ફૈઝલે ઝઘડો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. સદ્દામ અને સુફાઈન નામના યુવકોને માર માર્યો હતો. વીડિયો વાયરલ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચોઃ Patan News : "અમે બંધારણ તોડ્યું નથી", કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાનોની બેઠકમાં મોટો ખુલાસો

Read Full Story arrow_forward