Rajkot મહાનગરપાલિકા દ્વારા વધુ એક પાણી કાપ, શહેરના 5 વોર્ડમાં શનિવારે પાણી વિતરણ નહીં થાય
રાજકોટ શહેરમાં પાણી વિતરણ માટે મહાનગરપાલિકાએ વધુ એક પાણી કાપ જાહેર કર્યો છે. શનિવારે જુદા-જુદા 5 વોર્ડના અનેક વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે. વોર્ડ નં. 8, 10, 11, 12 અને 13 ના વિસ્તારોમાં પાણી નહી મળે મવડી (પુનીતનગર) પમ્પિંગ સ્ટેશન હેઠળ આવતા વોર્ડ નં. 8, 10, 11, 12 અને 13 ના વિસ્તારોમાં પાણી નહી મળે પમ્પિંગ સ્ટેશન ખાતે GSRની સફાઇ કરાશે વોટર મેનેજમેન્ટ યુનિટે જણાવ્યુ છે કે મવડી (પુનીતનગર) પમ્પિંગ સ્ટેશન ખાતે GSR (ગ્લોબલ સ્ટોરીજ રિઝર્વાયર) ની સફાઈ કરવામાં આવશે તેમજ જેટકો ફિલ્ટર પ્લાન્ટથી આવતી પાઈપલાઈન જોડાણનું કામ કરવામાં આવશે. આ કારણે આ વિસ્તારોમાં પાણીનો સપ્લાય સ્થગિત કરવામાં આવી છે. પાણી બચત કરવી પ્રજાને સલાહ આપવામાં આવી છે કે પાણી સંગ્રહ કરી રાખી લેવું અને પાણી બચત પર ધ્યાન આપવું.આ પણ વાંચો----- Gandhinagar : કેન્દ્રિય બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન, ડબલ એન્જિન સરકાર ડબલ વેગથી વિક્સિત ભારત માટે ગુજરાત લીડ લેશે
Read Full Story arrow_forward