Surendranagar: દારૂની રીલ બનાવીને વાયરલ કરનાર કંકાવટીના યુવાનોને ખાખીએ લાલ આંખ કરતા માફી માંગવી પડી
ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે રહેતા યુવાનોએ દારૂ પીતા હોય તેવી રીલ બનાવી હતી. 5.63 લાખ ફોલોઅર ધરાવતા યુવાને આ રીલ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી હતી. આ વાત પોલીસને ધ્યાને આવતા યુવાનોની તપાસ કરાતા તેઓએ જીરા સોડાની રીલ કરી હોવાનું જણાવ્યુ હતુ. અને યુવાનોએ દારૂને પ્રોત્સાહન આપતી રીલ ડીલીટ કરી માફી પણ માંગી હતી. અને હવેથી આવા વીડિયો નહી બનાવવા બાહેંધરી આપી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward