android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: લીલી દ્રાક્ષનું આગમન
calendar_today February 4, 2026

Patan: લીલી દ્રાક્ષનું આગમન

શિયાળાની ઋતુ હવે પુર્ણતાના આરે છે. અને હવે ઉનાળાનું આગમન થવા જઈ રહ્યું છે. હાલમાં પણ ઉનાળાની ઋતુનો અહેસાસ પણ થઈ રહ્યો છે. જેમાં ઉનાળાનું ખાસ ફ્ળ ગણાતી લીલી દ્રાક્ષનું આગમન પાટણની બજારમાં થઈ ચુક્યું છે. હાલમાં લીલી દ્રાક્ષ છુટકમાં રૂ. 140 ના ભાવે પ્રિત કિલો વેંચાતી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. લીલી દ્રાક્ષ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તદ્પરાંત હદયના સ્વાસ્થ માટે ફાયદાકારક છે. અને આખોની રોશની વધારે છે. તથા હાડકાં મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. સાથે સાથે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: સિદ્ધપુરમાં બ્યુટી પાર્લર ચલાવતી મહિલા સાથે દુષ્કર્મ નરાધમના મિત્રએ પણ બિભત્સ માંગણી કરતા ફરિયાદ
calendar_today February 4, 2026

Patan: સિદ્ધપુરમાં બ્યુટી પાર્લર ચલાવતી મહિલા સાથે દુષ્કર્મ નરાધમના મિત્રએ પણ બિભત્સ માંગણી કરતા ફરિયાદ

સિદ્ધપુર ખાતે બ્યુટી પાર્લર ચલાવતી મહિલાને તેના ઈન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવેલ એક શખ્સે તેની દિકરીના લગ્ન પ્રસંગે તૈયાર કરવા માટે પાર્લર પર લઈ આવી પરત જતી વખતે બ્યુટી પાર્લરની સંચાલિકાને પણ સાથે ઘરે મુકવાના બહાને ગાડીમાં બેસાડીને એક ખેતરમાં ગાડી ઊભી રાખી દુષ્કર્મ આચર્યા બાદ ધમકી આપી અલગ અલગ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લે મિત્રની ઓફ્સિમાં પણ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. તે મિત્રએ પણ મહિલા પાસે બિભત્સ માંગણી કરતાં બંને વિરુદ્ધ મહિલાએ ફરીયાદ નોંધાવતા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સિદ્ધપુરની એક બ્યુટી પાર્લર સંચાલિકાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેના ઈન્સ્ટાગ્રામ મારફ્તે ખોલવાડા ગામનો પ્રકાશજી ચમનજી રાજપુત સંપર્કમાં આવ્યો હતો અને 15 દિવસ અગાઉ તે તેની દિકરીને લગ્ન પ્રસંગે તૈયાર કરવા બ્યુટી પાર્લર પર મુકી ગયો હતો અને થોડી વારમાં પરત લેવા આવ્યો હતો. જે દરમિયાન બ્યુટી પાર્લર સંચાલિકાને પણ ઘરે ઉતારવાનું કહી ગાડીમાં બેસાડયા બાદ તેની દિકરીને ઘરે ઉતારી ગાડી સીધી ગાંગલાસણ રોડ પર આવેલ એક ખેતરમાં ઊભી રાખી લોક મારીને ગાડીમાં જ મહિલા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. અને કોઈને જાણ કરીશ તો તારા પતિને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ઘરે ઉતારી ગયો હતો. એ જ દિવસે મહિલા તેનું પાર્લર બંધ કરતી હતી તે સમયે ત્યાં પહોંચી ફરીથી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ચારેક દિવસ બાદ મહિલા એકટીવા પર જઈ રહી હતી તે દરમિયાન ગાડી લઈને આવી ટક્કર મારવાની ધમકી આપી ગાડીમાં એક સોસાયટી પાસે લઈ જઈ ગાડીમાં જ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ 25 જાન્યુઆરીના દિવસે પ્રકાશ ચમનજી રાજપુત અને તેનો મિત્ર જીગ્નેશ નવીનચંદ્ર રાવલ બ્યુટી પાર્લર પર આવીને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની સાથે જીગ્નેશ રાવલની ઓફ્સિમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે જીગ્નેશ નવીનચંદ્ર રાવલે પણ મહિલા પાસે બિભત્સ માંગણી કરતા તે રડવા લાગતાં બંને જણા ગાડીમાં બેસાડીને ઉતારી ગયાં હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: હારીજમાંથી જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા
calendar_today February 4, 2026

Patan: હારીજમાંથી જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા

હારીજ શહેરમાં રહેણાંક મકાનના પાછળના ભાગે તળાવની પાળ પર કેટલાક શખ્સો ભેગા મળીને ગેરકાયદે હારજીતનો જુગાર??? રમાતા હોવાની બાતમી હારીજ પોલીસને મળતા પોલીસે પંચોને સાથે રાખીને રેડ કરતા જુગાર રમતા કુલ પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. અને તેમની પાસેથી પોલીસે રોકડ રકમ રૂ. 11,800 કબજે કરી તમામની સામે જુગાર ધારાની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. હારીજ પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન બાતમી મળી હતી કે. ખેમાસર વિસ્તારમાં રહેતા દિનેશજી ઉર્ફે વકીલ ગોવાજી ઠાકોર પોતાના રહેણાંક મકાનની પાછળ તળાવની પાળ પર કેટલાક લોકોને ભેગા કરીને જુગાર રમાડી રહ્યો છે. જેના આધારે પોલીસે રેડ કરતા. જુગાર રમતા દિનેશજી ઉર્ફે વકીલ ગોવાજી ઠાકોર સહિત ભલાજી ઠાકોર,ભરતજી ઠાકોર, અનિલકુમાર જોષી અને સમીર કુમાર ઠક્કરને રોકડ રકમ રૂ 11,800 સાથે ઝડપી લીધા હતા. અત્રે નોંધનીય છે કે ઝડપાયેલ શખ્સો પૈકી દિનેશજી તથા ભલાજી અને ભરતજી વિરુદ્ધ અગાઉ પણ હારીજ પોલીસ મથકે જુગાર ધારાની કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward