android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: ચાણસ્મા ખાતે હાઈવે ઉપરનું સર્કલ મોટુ હોવાથી નાનું કરવા માંગ કરાઈ
calendar_today February 4, 2026

Patan: ચાણસ્મા ખાતે હાઈવે ઉપરનું સર્કલ મોટુ હોવાથી નાનું કરવા માંગ કરાઈ

ચાણસ્મા શહેરમાં હાઈવે ચાર રસ્તા પર આવેલું સર્કલ મોટું હોવાથી અકસ્માતો થતાં હોય અને વેપારીઓને પણ અડચણ થતી હોવાથી તેને હાલમાં ચાલી રહેલી ફેરલેન હાઈવેની કામગીરી દરમિયાન નાનું કરવામાં આવે તેવી માંગ નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ મેનેજરને પત્ર લખી કરવામાં આવી છે.ચાણસ્મા શહેર તાલુકાનું મુખ્ય મથક હોવાથી દરરોજ મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો આવતાં હોય છે. સાથે સાથે મહત્વની કચેરીઓ પણ આવેલી છે. જેને લઈ વાહનો અને રાહદારીઓનો ઘસારો રહે છે. તદ્પરાંત બેચરાજી તરફ્ મોટાભાગની કંપનીઓ આવેલી હોવાથી ભારે વાહનો પણ ચાણસ્મા સર્કલ પરથી પસાર થતાં હોય છે. જેને લઈ કેટલીક વખત ટ્રાફ્કિની પણ સમસ્યા સર્જાય છે. જેને લઈ કેન્દ્રીય ન્યાય આયોગના સભ્ય મિહીર પટેલે નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ મેનેજરને એક પત્ર લખી રજૂઆત કરી છે કે. હાલમાં પાટણથી ગોઝારીયા સુધીના 68 નંબરના ફેરલેન હાઈવેનું કામપુર્ણતાના આરે છે. તેમાં ચાણસ્મા હાઇવે સર્કલ આવે છે. જે મોટું હોવાથી ઘણાં અકસ્માતો થાય છે. અને આજુબાજુના વેપારીઓને અડચણ ઉભી થાય છે. તથા પસાર થતા રાહદારીઓને પણ તકલીફ્ થતી હોવાથી સર્કલ નાનું બનાવવામાં આવે તેવી માંગ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad માં રખડતા ઢોરના ત્રાસનો આવશે અંત, મનપા દ્વારા નવી પોલિસીનું કડક અમલીકરણ
calendar_today February 4, 2026

Ahmedabad માં રખડતા ઢોરના ત્રાસનો આવશે અંત, મનપા દ્વારા નવી પોલિસીનું કડક અમલીકરણ

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની વકરી રહેલી સમસ્યા અને તેના કારણે સર્જાતા અકસ્માતોને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રખડતા ઢોર પોલિસીનું કડક અમલીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પોલિસીને ક્ષતિરહિત રીતે લાગુ કરવા માટે મનપા કમિશનર દ્વારા બે વરિષ્ઠ અધિકારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ કમિશનર સૌરભ શાહ અને CNCD (Cattle Nuisance Control Department) ના વડા નરેશ રાજપૂતને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તંત્રનો ઉદ્દેશ્ય શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોને ઢોર મુક્ત બનાવી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.પશુપાલકોની ખેર નથી વહીવટી તંત્ર દ્વારા આ બંને અધિકારીઓ વચ્ચે ઝોન વાઈઝ વહેંચણી કરવામાં આવી છે, જેથી દરેક વિસ્તારમાં પોલિસીના અમલીકરણ પર ઝીણવટભરી નજર રાખી શકાય. નવી વ્યવસ્થા મુજબ, રસ્તા પર ઢોર પકડવાની ઝુંબેશ તેજ કરવામાં આવશે અને પશુઓને રખડતા છોડી દેનારા પશુપાલકો સામે આકરા દંડનીય પગલાં લેવામાં આવશે. આસિસ્ટન્ટ કમિશનર અને CNCD ના HOD ની સીધી દેખરેખ હેઠળ કામગીરી થવાથી વહીવટી પ્રક્રિયામાં ગતિ આવશે અને જવાબદારી નક્કી કરવી સરળ બનશે. મનપાના આ કડક વલણને કારણે શહેરમાં રખડતા ઢોરના દબાણમાં મોટો ઘટાડો થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. આ પણ વાંચો : Ahmedabad News : ચાલુ પ્રસંગે ગેસ સિલિન્ડર ફાટ્યો, MG ફાર્મના કાઉન્ટર પર આગ લાગતા મચી અફરાતફરી

Read Full Story arrow_forward
Mumbai-Pune એક્સપ્રેસ વે પર 8 કલાક ટ્રાફિકજામમાં ફસાયા ઉદ્યોગપતિ સુધીર મહેતા, હેલિકોપ્ટરથી કરાયા એરલિફ્ટ
calendar_today February 4, 2026

Mumbai-Pune એક્સપ્રેસ વે પર 8 કલાક ટ્રાફિકજામમાં ફસાયા ઉદ્યોગપતિ સુધીર મહેતા, હેલિકોપ્ટરથી કરાયા એરલિફ્ટ

મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિકજામ થયો છે. તેની વચ્ચે ઉદ્યોગપતિ અને પિનેકલ ગ્રુપના ચેરમેન ડો.સુધીર મહેતાને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરવામાં આવ્યા છે. ડો.સુધીર મહેતા લગભગ 8 કલાક સુધી એક્સપ્રેસ વે પર ટ્રાફિકમાં ફસાઈ ગયા. ત્યારબાદ તેમને સુરક્ષિત પુણે પહોંચવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી.લાખો લોકો કલાકો સુધી ફસાઈ ગયા ડોક્ટર સુધીર મહેતા ઈકેએ મોબિલિટી અને પિનેકલ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ પણ છે. એરલિફ્ટ બાદ તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રાફિકજામની હવાઈ તસ્વીર શેયર કરી છે. તેમને જણાવ્યું કે ગેસ ટેન્કરની ઘટના બાદ હાઈ સ્પીડ કોરિડોર પર ટ્રાફિક ખરાબ રીતે પ્રભાવિત થયો છે અને લાખો લોકો કલાકો સુધી ફસાઈ ગયા છે. ડોક્ટર સુધીર મહેતાએ એક્સપ્રેસ વે પર ઈમરજન્સી તૈયારીને લઈને ચિંતા વ્યક્ત કરી છે, સાથે જ તેમને કહ્યું કે આવી પરિસ્થિતિઓ માટે સારી વ્યવસ્થા હોવી જોઈએ. તે સિવાય તેમને સલાહ આપી કે એક્સપ્રેસ વે પર અલગ અલગ સ્થળ પર ઈમરજન્સી એગ્ઝિટ પોઈન્ટ બનાવવામાં આવે, જેથી જરૂર પડવા પર વાહનોને પરત મોકલી શકાય. એક્સપ્રેસ વેની પાસે ઘણી જગ્યા પર હેલિપેડ બનાવવામાં આવવા જોઈએ તેમને પ્રસ્તાવ મુક્યો કે એક્સપ્રેસ વેની પાસે ઘણી જગ્યા પર હેલિપેડ બનાવવામાં આવવા જોઈએ. જેનાથી ઈમરજન્સીની સ્થિતિમાં ઝડપથી લોકોને બહાર કાઢી શકાય. ડોક્ટર સુધીર મહેતાના જણાવ્યા મુજબ ઓછા ખર્ચમાં હેલિપેડ બનાવવામાં આવી શકે છે અને તેના માટે ઓછી ખુલ્લી જમીનની જરૂર પડે છે. ઉલ્લેખનીય છે કે આ રૂટ પર વાહનો માટે બે લેન ખોલી દેવામાં આવી છે. ત્યારે અધિકારીઓનું કહેવું છે કે ટ્રાફિક સામાન્ય થવામાં મોડી રાત સુધીનો સમય લાગી શકે છે. આ પણ વાંચો : Pune-Mumbai એક્સપ્રેસ વે પર 24 કલાકથી લાંબો ટ્રાફિક જામ, હજારો વાહનચાલકો થયા પરેશાન

Read Full Story arrow_forward