android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: બિલ્ડર તુષાર ઘેલાણીને બ્રેઇન ડેડ જાહેર કરાયા, પરિવારે અંગદાનનો નિર્ણય લીધો
calendar_today February 4, 2026

Surat News: બિલ્ડર તુષાર ઘેલાણીને બ્રેઇન ડેડ જાહેર કરાયા, પરિવારે અંગદાનનો નિર્ણય લીધો

સુરતના જાણિતા બિલ્ડર અને ઘેલાણી ગ્રુપના માલિક તુષાર ઘેલાણીએ રિવોલ્વરથી ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર સ્થિતિમાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતાં. પહેલી ફેબ્રુઆરીએ બનેલા આ બનાવ બાદ તુષાર ઘેલાણીને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતાં. રિવોલ્વરમાંથી નીકળેલી ગોળી મગજને ચીરીને નીકળી ગઈ હોવાથી તેમની સ્થિતિ અત્યંત નાજુક હતી. આજે તેમને ડોક્ટરોએ બ્રેઈન ડેડ જાહેર કર્યા હતાં. પરિવારે અંગદાનનો નિર્ણય લીધો ડોક્ટરોએ તુષાર ઘેલાણીને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવતા તેમના પરિવારે તુષાર ઘેલાણીના અંગોનું દાન કરવાની જાહેરાત કરી છે. જેનાથી જરૂરિયાતમંદ લોકોને નવજીવન મળશે. પાંચમી ફેબ્રુઆરીએ તુષાર ઘેલાણીની દીકરીના લગ્ન નક્કી થયા હતાં. ઘરમા લગ્નની શરણાઈઓ વાગતી હતી અને અચાનક તેમણે બંદુકની ગોળી ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમના આ પ્રયાસના કારણે ઘરનો શુભ પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. ઉમરા પોલીસે ઉંડી તપાસ હાથ ધરી છે.આ પણ વાંચોઃ Bhavnagar News: શહેરમાં લાંબા સમયથી સીટી બસની સુવિધાથી લોકો વંચિત, ખાનગી વાહનો મોંઘા પડે છે

Read Full Story arrow_forward
Surat News : ગરીબો સાથે છેતરપિંડી, રૂ. 1800ની સાયકલ રૂ. 2500માં પધરાવી કરોડોનું ફૂલેકું ફેરવતું નેટવર્ક ઝડપાયું
calendar_today February 4, 2026

Surat News : ગરીબો સાથે છેતરપિંડી, રૂ. 1800ની સાયકલ રૂ. 2500માં પધરાવી કરોડોનું ફૂલેકું ફેરવતું નેટવર્ક ઝડપાયું

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા મોટા સાયકલ કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અન્ય રાજ્યોમાંથી બિલ વગરની અને ISI કે BIS માર્ક વગરની હલકી ગુણવત્તાની સાયકલો મંગાવીને સુરત સહિત સમગ્ર રાજ્યમાં વેચવાનું મોટું નેટવર્ક કાર્યરત હતું. ફેડરેશન ઓફ ગુજરાત બાયસિકલ એન્ડ ટોય એસોસિએશનના પ્રમુખ મિલન ઢાકેચાએ જાતે સ્ટિંગ ઓપરેશન કરી આ કૌભાંડના પુરાવા એકઠા કર્યા હતા. ત્યારબાદ પોલીસ કમિશનરને કરવામાં આવેલી રજૂઆતના આધારે ચોકબજાર અને સરથાણા પોલીસની ટીમોએ વિવિધ સ્થળોએ દરોડા પાડી અંદાજે 400 જેટલી શંકાસ્પદ સાયકલોનો જથ્થો કબ્જે કર્યો છે.ચોકબજાર અને સરથાણામાં પોલીસની તવાઈ આ કૌભાંડમાં આશ્ચર્યજનક બાબત એ છે કે, ઠગબાજો રૂ. 1800ની કિંમતની સાયકલને રૂ. 2500 જેવી ઊંચી કિંમતે વેચીને મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા હતા. આ સાયકલોને સરકારી યોજનાની હોવાનું કહીને પણ પધરાવી દેવામાં આવતી હોવાની આશંકા છે. એક અંદાજ મુજબ, છેલ્લા માત્ર ત્રણ મહિનામાં જ સુરતમાં રૂ. 10 થી રૂ. 15 કરોડની આવી બિનઅધિકૃત સાયકલો વેચાઈ હોઈ શકે છે. હાલમાં પોલીસે CrPC કલમ 41(1)d મુજબ ગુનો નોંધીને તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ નેટવર્કના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે ઊંડી તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો : Gandhinagar News : GPSC દ્વારા શિક્ષણ વિભાગમાં બમ્પર ભરતી, વર્ગ-1 ના મહત્વના પદો માટે જાહેરાત

Read Full Story arrow_forward
Gandhinagar News: જળસંચયના કામો ઝડપથી પૂર્ણ કરવા CM ભૂપેન્દ્ર પટેલની સૂચના
calendar_today February 4, 2026

Gandhinagar News: જળસંચયના કામો ઝડપથી પૂર્ણ કરવા CM ભૂપેન્દ્ર પટેલની સૂચના

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ અંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ ચાલુ વર્ષે ચોમાસા પહેલા જળ અભિયાનના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં સુજલામ સુફલામ જળ અભિયાન ફેબ્રુઆરી માસથી જ શરૂ કરવા સૂચના આપી હતી.જે અંતર્ગત આ અભિયાન આગામી તા.21 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. અનેક મહત્વની યોજનાઓ અમલમાં મૂકી પ્રવક્તા મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ પાણીને બચાવવા અને તેના સંગ્રહ માટે અનેક મહત્વની યોજનાઓ અમલમાં મૂકી છે. જે અંતર્ગત મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 8 વર્ષથી જળ સંગ્રહની કામગીરી કરવા માટે રાજ્યના જુદા જુદા વિભાગોના સંકલનથી દર વર્ષે “સુજલામ સુફલામ જળ અભિયાન” હાથ ધરવામાં આવે છે.આ અભિયાન અન્વયે વરસાદ વહેલો આવે તો તે પહેલા પાણીનો સંગ્રહ થાય તે માટે તળાવો ઊંડા કરવાની કામગીરીની દર વર્ષ કરતાં વહેલી શરૂ કરવામાં આવશે.  

Read Full Story arrow_forward