android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana કોર્ટનો કડક સંદેશ, સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 25 વર્ષની સખત કેદ
calendar_today February 4, 2026

Mehsana કોર્ટનો કડક સંદેશ, સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 25 વર્ષની સખત કેદ

મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા પર અત્યાચાર ગુજારવાના ગંભીર ગુનામાં એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. વર્ષ 2025 માં બનેલી આ ઘટનામાં, આરોપી સંકેતજી ઠાકોરે સગીરાને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અને ધારદાર દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે અવલોકન કર્યું હતું કે આવા કિસ્સાઓમાં નબળો અભિગમ સમાજ માટે જોખમી છે, અને તેથી જ આરોપીને 25 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.2025 ના ગુનામાં ઝડપી ન્યાય કોર્ટે સજાની સાથે સાથે આરોપીને રૂ. 1 લાખથી વધુનો દંડ પણ ફટકાર્યો છે, જેની રકમ પીડિતાને વળતર પેટે ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. 2025 માં નોંધાયેલા આ ગુનામાં ખૂબ જ ટૂંકા ગાળામાં ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરી પીડિતાને ન્યાય અપાવવામાં આવ્યો છે, જે ન્યાયતંત્રની સફળતા દર્શાવે છે. ચુકાદો સાંભળ્યા બાદ આરોપીને તુરંત જ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આ ચુકાદાથી સમાજમાં એવો કડક સંદેશ ગયો છે કે મહિલાઓ અને બાળકીઓ પર અત્યાચાર ગુજારનારને કાયદો ક્યારેય માફ નહીં કરે. આ પણ વાંચો : Ahmedabad News : અસલાલી તળાવ વિવાદ હાઈકોર્ટમાં, 40 વર્ષથી વસતા પરિવારોના ડિમોલિશન પર સ્ટેની માંગ

Read Full Story arrow_forward
ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત PM કિસાન પોર્ટલમાં ખેડૂતોના 88 ટકા રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ : મંત્રી જીતુ વાઘાણી
calendar_today February 4, 2026

ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત PM કિસાન પોર્ટલમાં ખેડૂતોના 88 ટકા રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ : મંત્રી જીતુ વાઘાણી

ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન પોર્ટલની માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના ડિજિટલ એગ્રી સ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોગ્રામ અંતર્ગત પી.એમ.કિસાનમાં 88 ટકા ખેડૂતોના KYC અને જમીનોના લેન્ડ રેકોર્ડ્સ તેમજ રજિસ્ટ્રેશનની કામગીરી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. ફાર્મર રજીસ્ટ્રેશન અંતર્ગત પી.એમ.કિસાન પોર્ટલમાં ખેડૂતોના રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરીને ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે.કેન્દ્ર સરકાર દ્વારા સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ હેઠળ રૂપિયા 206 કરોડની ગ્રાન્ટ ગુજરાતને મળી વધુમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ 59 લાખ લાભાર્થીઓએ ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેની નોંધ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી છે. જેના પરિણામે ભારત સરકાર દ્વારા સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ હેઠળ રૂપિયા 206 કરોડનું સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકેની નાણાકીય ગ્રાન્ટ રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ છે. દેશભરના ખેડૂતો આ યોજનાનો લે છે લાભ ઉલ્લેખનીય છે કે પીએમ કિસાન યોજના હેઠળ દેશભરના 8 કરોડ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. દર ચાર મહિને ખેડૂતોને 2000-2000ના હપ્તામાં આ પૈસાની ચુકવણી કરવામાં આવે છે, જેથી ખેડૂત ખેતી કામ માટે આ પૈસાનો ઉપયોગ કરી શકે. અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને 21 હપ્તા આ યોજના હેઠળ ચુકવી દેવામાં આવ્યા છે અને આર્થિક રીતે મદદ કરવામાં આવી છે.  આ પણ વાંચો : Banaskantha News: બંધારણના ઉલ્લંઘન મુદ્દે ઠાકોર સમાજમાં બે ભાગ,જાબડીયાના લોકોનું ગબ્બર અને અર્જુન ઠાકોરને સમર્થન

Read Full Story arrow_forward
Junagadh માં જીવદયા પ્રેમીઓમાં રોષ, ઇવનગર ડમ્પિંગ સાઇટ પરથી ગાયોના મૃતદેહ મળતા ખળભળાટ
calendar_today February 4, 2026

Junagadh માં જીવદયા પ્રેમીઓમાં રોષ, ઇવનગર ડમ્પિંગ સાઇટ પરથી ગાયોના મૃતદેહ મળતા ખળભળાટ

જૂનાગઢ શહેરની ઇવનગર ડમ્પિંગ સાઇટ પરથી ગાયોના મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે વિપક્ષી નેતા લલિત પરસાણાએ આ સાઇટ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જોવા મળ્યું કે અનેક ગાયોના મૃતદેહ ગંદકીના ઢગલા વચ્ચે રઝળતી હાલતમાં પડ્યા હતા. લલિત પરસાણાએ આક્ષેપ કર્યો છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મૃત પશુઓના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે લાખોના ખર્ચે ભઠ્ઠી બનાવવામાં આવી હોવા છતાં, તેનો ઉપયોગ કરવામાં આવતો નથી અને ગૌમાતાના દેહને અપમાનજનક રીતે ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે.જીવદયા પ્રેમીઓમાં રોષ: આ સંવેદનશીલ મુદ્દે જ્યારે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે મૌન સેવી લીધું હતું. વિપક્ષી નેતાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, પશુઓના મૃતદેહનો યોગ્ય નિકાલ ન થવાને કારણે આસપાસના વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની અને પર્યાવરણને નુકસાન થવાની ભીતિ છે. તેમણે તંત્ર પાસે માંગ કરી છે કે આ ગંભીર બેદરકારી બદલ જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે અને ભવિષ્યમાં ગૌવંશની ગરિમા જળવાય તે રીતે મૃતદેહનો નિકાલ કરવામાં આવે. આ પણ વાંચો : Mehsana કોર્ટનો કડક સંદેશ, સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 25 વર્ષની સખત કેદ

Read Full Story arrow_forward