android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: ખેડૂત માતા-પુત્રની જાણ બહાર 2.90 લાખનું ધિરાણ લેવાઈ ગયું !
calendar_today February 3, 2026

Patan: ખેડૂત માતા-પુત્રની જાણ બહાર 2.90 લાખનું ધિરાણ લેવાઈ ગયું !

સમી તાલુકાના ભદ્રાડા ગામમાં એક ખેડૂત માતા-પુત્ર સામે છેતરપીંડીનો મામલો સામે આવ્યો છે. ગામમાં આવેલ સેવા સહકારી મંડળીમાં સભાસદ માતા અને પુત્રની જાણ બહાર મંડળીના પ્રમુખ, મંત્રી અને તત્કાલીન મેનેજરે ઉતારા મેળવી બારોબાર બંનેના ખાતામાં રૂ. 2.90 લાખનું ધિરાણ મેળવી લીધુ હતું. ખેડુત જ્યારે મામલતદાર કચેરીમાં ઉતારા કઢાવવા ગયા હતાં તે સમયે તેમની જમીન પર બોજો પડેલ હોવાની વિગતો બહાર આવતા ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ બેંક ખાતે અરજી કરી તપાસ કરાવતાં માતા પુત્રના નામે રૂ.2.90 લાખનું ધિરાણ બોલતું હોવાનું સામે આવતા ખેડુતે? મંત્રીને જાણ કરતા તેઓ દ્વારા ધિરાણ ચુકવી દેવાની હૈયાધારણ આપી હતી. પરંતુ ભરપાઈ ન કરતાં આખરે સમી પોલીસ મથકે ત્રણેય વિરુદ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.સમી તાલુકાના ભદ્રાડા ગામના ખેડુત રામાભાઈ પરમારે સમી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ભદ્રાડા ગામે આવેલ સેવા સહકારી મંડળી 2/2025 થી ફ્ડચામાં મુકેલી છે. જેમાં તે સભાસદ હતાં. જેથી તમામ માહિતી મંત્રી કાન્તિભાઈ સચદે પાસે રહેતી હતી. જેથી તેમની સંયુક્ત જમીનમાં કોઈ ધિરાણ ન લીધેલ હોવા છતાં પણ 13 વર્ષ અગાઉ રૂ.1.50 લાખનું ધિરાણ તેમના નામે મંડળીના પ્રમુખ, મંત્રી અને તત્કાલીન મેનેજરે સાથે મળીને મેળવી લીધુ હતું. તેમજ તેમની માતા અજીબેન પરમારનું ખાતુ ન હોવા છતાં પણ ખાતુ ખોલાવીને તેમના નામે પણ ત્રિપુટીએ રૂ.1.40 લાખનું ધિરાણ મેળવી લીધું હતું. જેની જાણ બે વર્ષ અગાઉ સમી મામલતદાર કચેરીમાં ખેડૂત ઉતારા કઢાવવા માટે ગયા હતા તે સમયે ઉતારામાં ભદ્રાડા સેવા સહકારી મંડળીમાંથી ધિરાણ મેળવ્યું હોવાનો બોજો દાખલ કરેલ હોવાનું જાણીને તેઓ ચોંકી ઉઠયા હતા. અને તેઓ દ્વારા ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ બેંકની મુખ્ય ઓફ્સિ મહેસાણા ખાતે અરજી કરી ધિરાણ અંગેની માહિતી માંગતા બંને માતા પુત્રના નામે બાકી ધિરાણ અંગેની જાણ થતા પ્રમુખ તથા મંત્રીને વાત કરતાં મંત્રી કાન્તિભાઈ સચદેએ પૈસા ભરી બોજો હટાવી લેવા હૈયાધારણ આપી હતી. પરંતુ હજુ સુધી ભરપાઈ ન કરી તેમની સાથે છેતરપિંડી આચરનાર ભદ્રાડા સેવા સહકારી મંડળીના પ્રમુખ ઠાકોર ઈશ્વરભાઈ કુંવરાભાઈ તથા મંત્રી કાન્તિભાઈ અંબારામભાઈ સચદે અને બેંકના તત્કાલીન મેનેજર વિરુદ્ધ સમી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: 73 વર્ષીય વૃદ્ધાને આધાર કાર્ડની સિસ્ટમે મૃત જાહેર કરી દીધા
calendar_today February 3, 2026

Patan: 73 વર્ષીય વૃદ્ધાને આધાર કાર્ડની સિસ્ટમે મૃત જાહેર કરી દીધા

પાટણમાં રહેતા એક 73 વર્ષિય વૃધ્ધા હાલમાં જીવીત હોવા છતાં પણ આધારકાર્ડ કોમ્પ્યુટર ડેટામાં તેઓ મૃત હોવાનું જણાતાં વૃધ્ધા ચોંકી ઉઠયા હતા. આ અંગે તેઓ દ્વારા પાટણ મામલતદાર કચેરી તથા જીલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી તપાસ કરાવ્યા બાદ જરૂરી પ્રક્રિયા કરી આધારકાર્ડ ફરથી શરૂ કરાવવા મથામણ ચાલુ કરી છે. તો બીજી તરફ્ પાટણના એક રાજકીય અગ્રણી દ્વારા પણ સંબંધિત વિભાગને લેટર લખી રજૂઆત કરી છે.મળતી માહિતી મુજબ પાટણ શહેરમાં આવેલ જ્વાળામુખીની પોળમાં રહેતા 73 વર્ષિય દવે રીટાબેન ભરતભાઈ આજથી બે મહિના અગાઉ બેંકમાં પૈસા ઉપાડવા માટે ગયાં હતાં. તે સમયે તેમની ફ્ગિંર પ્રિન્ટ ન આવતાં અને ત્યારબાદ સસ્તા અનાજની દુકાન પર પણ ફ્ગિંર પ્રિન્ટ ન આવતાં તેઓ મામલતદાર કચેરી પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરાવતાં તેઓ મૃત હોવાની કોમ્પ્યુટર સિસ્ટમમાં એન્ટ્રી હોવાનું ધ્યાને આવતા વૃધ્ધા કલેકટર કચેરી પહોંચ્યા હતા અને ફરીથી આધારકાર્ડ શરૂ કરાવવા પ્રકિયા હાથ ધરી છે. સરકારી કોમ્પ્યુટર ડેટા એન્ટ્રીએ જીવીત વૃધ્ધાને મૃત જાહેર કરતાં હાલમાં વૃધ્ધાના આધારકાર્ડ વિના સઘળા લાભો છીનવાઈ ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે. આ અંગે વૃધ્ધા રીટાબેન દવેએ સંદેશ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મારૂં આધારકાર્ડ બંધ હોવાથી અને હાલમાં મૃત હોવાનું કમ્પ્યુટરમાં બતાવતાં ફ્ગિંર પ્રિન્ટ નથી આવતી. અને સરકારી અનાજ કે બેંકમાંથી પૈસા પણ નથી ઉપડતાં. જેથી સત્વરે આધારકાર્ડ ચાલું કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ બાબતે પાટણ જીલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારે પણ સંબંધિત વિભાગને રજૂઆત કરતાં જણાવ્યું છે કે પાટણ જીલ્લાના ચાર જેટલા લોકોના આધારકાર્ડ મૃત જાહેર કર્યા છે જે તમામ હાલમાં જીવીત છે. અરજદારોના પેન્શન સહિત બેંક જેવા વિભાગોમાં આધારકાર્ડ વગર તકલીફ્ પડી રહી છે. જેથી સત્વરે ચાલું કરવામાં આવે તેવી માંગ કરી છે. અત્રે નોંધનીય છે કે સુત્રો દ્વારા અન્ય બે મહિલાઓ સહિત એક પુરૂષના પણ આધારકાર્ડ બંધ થઈ ગયાં છે જે હાલમાં જીવીત છે તેવું જાણવા મળ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: સિદ્ધપુરમાં માર્ગ અને મકાન વિભાગના કર્મચારીને ત્રણ શખ્સોએ મારતાં ફરિયાદ
calendar_today February 3, 2026

Patan: સિદ્ધપુરમાં માર્ગ અને મકાન વિભાગના કર્મચારીને ત્રણ શખ્સોએ મારતાં ફરિયાદ

સિદ્ધપુર નજીક સરસ્વતી નદી પરનો બ્રિજનું કામ મંજૂર થતાં માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઈજનેર તેમના સહ કર્મીઓ સાથે હદની માપણી કરવા ગયા હતા. તે સમયે ત્રણ શખ્સોએ આવી અમને પુછયા વગર કેમ માપણી કરો છો. કહી ઉશ્કેરાઈ જઈ સહ કર્મીનો મોબાઈલ ફોન તથા ડાયરી ઝુંટવી ફેંકી દીધી હતી અને ઈજનેરને ગડદા પાટુંનો માર મારી કપડા ફડી નાખ્યાં એક નામ જોગ તથા બે અજાણ્યા શખ્સો સામે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.સિદ્ધપુર માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઈજનેર પરેશભાઈ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તેમના સહ કર્મીઓ સાથે સિદ્ધપુર નજીક સરસ્વતી નદીના બ્રિજનું કામ મંજૂર થયું હોવાથી. તેની હદની માપણી માટે ગયાં હતાં. જે દરમિયાન મનોહરસિંહ ઉદેસિંહ ઠાકોર તથા અજાણ્યા બે માણસો આવીને ?કામગીરી કરી રહેલા કર્મચારીઓને અમને પુછયા વગર કેમ માપણી કરો છો કહી ઉશ્કેરાઈ જઈ ગાળો બોલતાં સાથે રહેલા સહ કર્મીએ તેના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવતાં મોબાઈલ ફોન તથા ડાયરી ઝુંટવી ફેંકી દીધી હતી. તેમજ ગડદા પાટુંનો માર મારી કપડા ફડી નાખ્યાં હતાં. આ અંગે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં એક નામજોગ સહિત કુલ ત્રણ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward