android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad માં ઘરેલું હિંસા, ગાડીના હપ્તા ભરવા પત્નીને ટોર્ચર કરતા સાસરિયા સામે ગુનો દાખલ
calendar_today February 3, 2026

Ahmedabad માં ઘરેલું હિંસા, ગાડીના હપ્તા ભરવા પત્નીને ટોર્ચર કરતા સાસરિયા સામે ગુનો દાખલ

અમદાવાદના રાણીપમાં રહેતી એક યુવતીએ પોતાના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને દહેજની માંગણીની ગંભીર ફરિયાદ નોંધાવી છે. યુવતીના આક્ષેપ મુજબ, લગ્ન બાદ થોડા જ સમયમાં સાસરિયાઓએ પોતાનું અસલી રૂપ બતાવવાનું શરૂ કર્યું હતું અને તેને ડગલે ને પગલે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે પરિણીતાને જાણવા મળ્યું કે તેના પતિને અન્ય કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધો છે. આ બાબતે વિરોધ કરવા છતાં પતિના વર્તનમાં કોઈ સુધારો આવ્યો ન હતો, ઉલટાનું સાસુ-સસરાએ નવી ગાડી અને અન્ય ખર્ચાઓ માટે પરિણીતા પાસે ₹15 લાખની મસમોટી રકમની માંગણી શરૂ કરી હતી.ઘરેલુ હિંસા પીડિતાએ પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, પતિએ નવી ગાડી ખરીદવા માટે તેના પાસેથી અગાઉ ₹2 લાખ રોકડા લીધા હતા. આટલેથી ન અટકતા, પતિ હવે ગાડીના માસિક હપ્તા પણ પત્નીના પગાર કે પિયરમાંથી ભરાવવા માટે સતત દબાણ કરી રહ્યો હતો. પૈસા ન લાવવા બદલ યુવતીને અવારનવાર મેણા-ટોણા મારીને હેરાન કરવામાં આવતી હતી. અંતે સાસરી પક્ષના વધતા જતા અત્યાચાર અને પતિના આડા સંબંધોથી ત્રસ્ત થઈને યુવતીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આ મામલે સ્ત્રી અત્યાચાર અને દહેજ ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો : Ahmedabad News : અધિકારી દંપતીનો વિવાદ રસ્તે આવ્યો, ઘરેલુ હિંસાની ફરિયાદથી ચકચાર

Read Full Story arrow_forward
Ahmedabad News: નિરમા યુનિવર્સિટી પાસેથી 3 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, એક આરોપીની ધરપકડ
calendar_today February 3, 2026

Ahmedabad News: નિરમા યુનિવર્સિટી પાસેથી 3 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, એક આરોપીની ધરપકડ

ગુજરાત સરકાર અને પોલીસ ડ્રગ્સની હેરાફેરીને રોકવા માટે પોલીસ પ્રયાસો કરી રહી હોવાની વાતો કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ જેવા શહેરમાં નાના ડ્રગ્સ પેડલરોની સક્રિયતા વધી રહી છે. શહેરમાં ફરીવાર 3.10 લાખ રૂપિયાની કિંમતનું 31 ગ્રામ ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. ડ્રગ્સ સહિત એક આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી અમદાવાદમાં એસજી હાઈવે પર સ્થિત નિરમા યુનિવર્સિટી પાસેથી પોલીસે 3.10 લાખ રૂપિયાની કિંમતનું 31 ગ્રામ એમડી ડ્રગ્સ પકડ્યું છે. દાણીલીમડાના આમિન મંસુરીની ડ્રગ્સ સાથે પોલીસે ધરપકડ કરી છે. ડ્રગ્સનો જથ્થો આપનાર બનાસકાંઠાનો હિતેન્દ્ર ઉગમતાર ફરાર થઈ ગયો છે. ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Read Full Story arrow_forward
Surat News: કોર્ટમાં ખોટી જુબાની આપવી ભારે પડી, હત્યા કેસમાં ફરી ગયેલા 6 સાક્ષીઓને જેલની સજા
calendar_today February 3, 2026

Surat News: કોર્ટમાં ખોટી જુબાની આપવી ભારે પડી, હત્યા કેસમાં ફરી ગયેલા 6 સાક્ષીઓને જેલની સજા

ન્યાયતંત્રને ગેરમાર્ગે દોરનારા સાક્ષીઓ માટે સુરત કોર્ટે એક લાલબત્તી સમાન ચુકાદો આપ્યો છે. હત્યાના એક ગંભીર કેસમાં પોલીસ સમક્ષ નિવેદન આપ્યા બાદ કોર્ટમાં પોતાની જુબાનીથી ફરી જનારા 6 સાક્ષીઓને કોર્ટે 6 માસની કેદ અને દંડની સજા ફટકારી છે.પોલીસમાં જુબાની આપીને કોર્ટ સમક્ષ ફરી ગયા હતા સુરતમાં બનેલી એક હત્યાની ઘટનામાં આ છ વ્યક્તિઓ મુખ્ય સાક્ષી હતા. તપાસ દરમિયાન તેમણે પોલીસ સમક્ષ આરોપી વિરુદ્ધ સ્પષ્ટ જુબાની આપી હતી, પરંતુ જ્યારે કેસ કોર્ટમાં ચાલવા પર આવ્યો ત્યારે આ સાક્ષીઓ 'હોસ્ટાઈલ' (ફરી ગયા) થયા હતા અને આરોપીને ઓળખવાનો કે ઘટના વિશે જાણવાનો ઇનકાર કર્યો હતો. સાક્ષીઓના ફરી જવાથી આરોપી છૂટી જવાની ભીતિ હતી. આરોપીની ફરી ધરપકડ કરી જેલ કસ્ટડીમાં મોકલાયા સરકારી વકીલ અને પોલીસની સતર્કતાને કારણે આ કેસને ફરીથી રીઓપન કરવામાં આવ્યો હતો. તમામ સાક્ષીઓને ફરીથી સમન્સ પાઠવી બોલાવવામાં આવ્યા હતા અને તેમના નિવેદનો ફરી લેવામાં આવ્યા હતા. કોર્ટે નોંધ્યું કે સાક્ષીઓએ જાણીજોઈને ન્યાયની પ્રક્રિયામાં અવરોધ ઊભો કર્યો હતો અને ખોટી જુબાની આપી હતી. કોર્ટે તમામ 6 સાક્ષીઓને 6 માસની કેદ અને રૂ.300નો દંડ ફટકાર્યો છે. સાક્ષીઓની ફેર-તપાસ બાદ મુખ્ય આરોપીની ફરી ધરપકડ કરી તેને જેલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward