android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahesana: વડનગર પોલીસે ડીસાથી અમદાવાદ કતલખાને જતું પિકઅપ ડાલુ પકડી 24 પશુઓને બચાવ્યા
calendar_today February 3, 2026

Mahesana: વડનગર પોલીસે ડીસાથી અમદાવાદ કતલખાને જતું પિકઅપ ડાલુ પકડી 24 પશુઓને બચાવ્યા

વડનગર પોલીસે સિપોર ગામેથી પસાર થતા એક શંકાસ્પદ વાહનની રોકી તપાસ કરતા 24 જેટલા પશુઓને કતલખાને જતા બચાવી લેવાયા હતા. કુલ રૂ.3.32 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની અટકાયત કરાઈ હતી. જ્યારે 2 વોન્ટેડ રહેતા કુલ 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.ડીસાથી પશુઓને કુંરતાપૂર્વક વાહનમાં ભરી અમદાવાદ ખાતે લઈ જવાતા હોવાની બાતમી વડનગર પોલીસને મળી હતી. જેને આધારે પ્રો.PSI ડી.એ.પરમાર અને તેમની ટીમે સિપોર ગામ પાસે વોચ ગોઠવી હતી. જ્યાંથી પસાર થતું એક શંકાસ્પદ પિકઅપ ડાલુ ઝડપી પાડવામાં આવ્યું હતું. જે ડાલામાં જોતા પાડા અને પાડી મળી કુલ 24 જેટલા નાના-મોટા પશુઓને ઘાસચારા અને પાણી સહિતની વ્યવસ્થા વગર ક્રૂરતાથી ભરેલા મળી આવ્યા હતા. જેથી પોલીસે પશુઓને મુક્ત કરાવતા 72,000ની કિંમતના પશુઓને પાંજરાપોળ ખાતે મોકલી, GJ-08 AY 2319 નંબરનું પિકઅપ ડાલુ, 2 મોબાઈલ મળી કુલ 2.32 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ડાલા ચાલક શોએબ અનવરખાન પઠાણ ઉ.વ.22 અને આમિર ઉર્ફે મુંન્નો અનવરખાન પઠાણ ઉ.વ.24, બન્ને રહે.બીડી કામદાર સોસાયટી, નવાડીસા વાળાની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે તેમની પ્રાથમિક પૂછતાજમાં ડીસાના સમીર કાલુભાઈ કુરેશીએ ભરી આપી અમદાવાદના ભોલા કુરેશીને પહોંચાડવાના હોવાની વિગતો સામે આવી હતી. જે બન્ને વોન્ટેડ હોઈ પોલીસે કુલ 4 શખ્સો વિરુદ્ધ વડનગર પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad News: ઢોર પકડવાની કામગીરીમાં અવરોધ ઊભો કરનાર પશુપાલક સામે ફરિયાદ
calendar_today February 3, 2026

Ahmedabad News: ઢોર પકડવાની કામગીરીમાં અવરોધ ઊભો કરનાર પશુપાલક સામે ફરિયાદ

અમદાવાદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતા અભિયાનમાં અડચણ ઊભી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં પશુ પકડવાની કામગીરી કરી રહેલી ટીમની ફરજમાં રુકાવટ નાખી પશુઓને ભગાડી દેનાર શખ્સ વિરુદ્ધ બોડકદેવ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.બોડકદેવના ન્યુ સાયન્સ પાર્ક રોડ પાસેનો બનાવ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ (ઢોર ત્રાસ અંકુશ વિભાગ)ની ટીમ શહેરના ન્યુ સાયન્સ પાર્ક રોડ પાસે રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન જીગર ભરવાડ નામનો શખ્સ ત્યાં આવી પહોંચ્યો હતો. આરોપ છે કે તેણે કોર્પોરેશનના કર્મચારીઓ સાથે ઘર્ષણ કર્યું હતું અને પકડાયેલા પશુઓને બળજબરીપૂર્વક ભગાડી દીધા હતા. સરકારી કામગીરીમાં સીધી દખલગીરી અને અવરોધ ઊભો થતા સ્થળ પર તંગદિલી સર્જાઈ હતી. બોડકદેવ પોલીસે જીગર ભરવાડ સામે ગુનો દાખલ કર્યો પોતાની કાયદેસરની ફરજમાં રુકાવટ આવતા CNCD વિભાગના કર્મચારીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. બોડકદેવ પોલીસે જીગર ભરવાડ નામના શખ્સ સામે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ અને જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે રખડતા પશુ મુક્ત અમદાવાદ અભિયાનમાં જે કોઈ પણ વ્યક્તિ અડચણ ઊભી કરશે અથવા કર્મચારીઓ પર હુમલો કે દબાણ લાવશે, તેની સામે કડક પોલીસ પગલાં લેવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gir Somnath News : કોડીનાર વિમાનસી હત્યા કેસ, મુખ્ય આરોપી કશ્યપ પુરોહિતને આજીવન કેદ, પિતાને પણ સજા
calendar_today February 3, 2026

Gir Somnath News : કોડીનાર વિમાનસી હત્યા કેસ, મુખ્ય આરોપી કશ્યપ પુરોહિતને આજીવન કેદ, પિતાને પણ સજા

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં વર્ષ 2018માં ધનતેરસના પવિત્ર દિવસે બનેલા અરેરાટીભર્યા વિમાનસી હત્યા કેસમાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી કશ્યપ પુરોહિતને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2018માં આરોપી કશ્યપે વિમાનસી નામની યુવતી પર છરી વડે હિંસક હુમલો કરી, તેને 35 જેટલા ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. આ ઘટનાએ સમયે સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી હતી. અદાલતે તમામ પુરાવા અને સાક્ષીઓની તપાસ બાદ આ ક્રૂર ગુના બદલ કશ્યપને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલની સજા સંભળાવી છે.પિતાને પણ સજા આ કેસમાં માત્ર કશ્યપ જ નહીં, પરંતુ તેના પિતા વિજય પુરોહિતને પણ ગુનામાં મદદ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. પુત્રના આ પાપમાં સાથ આપવા અને પુરાવાઓ સાથે ચેડાં કરવામાં મદદ કરવા બદલ પિતાને 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જોકે, આ કેસમાં સંડોવાયેલી અન્ય એક યુવતીને પૂરતા પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કરી છે. આ ચુકાદાથી વિમાનસીના પરિવારજનોએ વર્ષો બાદ ન્યાયનો અનુભવ કર્યો છે. આ કેસ એ સાબિત કરે છે કે કાયદો ગમે તેટલો સમય લે, પણ ગુનેગારને તેના કર્મોની સજા જરૂર મળે છે. આ પણ વાંચો : Ahmedabad માં ઘરેલું હિંસા, ગાડીના હપ્તા ભરવા પત્નીને ટોર્ચર કરતા સાસરિયા સામે ગુનો દાખલ

Read Full Story arrow_forward