android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News : કરોડપતિ ASI લક્ષ્મી દેસાઇની ધરપકડ કેસમાં કાર્યવાહી, જાણો કમિશ્નરે શું લીધો નિર્ણય
calendar_today February 3, 2026

Vadodara News : કરોડપતિ ASI લક્ષ્મી દેસાઇની ધરપકડ કેસમાં કાર્યવાહી, જાણો કમિશ્નરે શું લીધો નિર્ણય

વડોદરા શહેરના રૂપિયા 47 લાખના હેરોઈન કેસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના એએસઆઈ (ASI) લક્ષ્મી દેસાઈની સંડોવણી ખુલતા ખળભળાટ મચી ગયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ પુરાવાઓના આધારે ધરપકડ કર્યા બાદ આજે કોર્ટે આરોપી ASI ના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં એસઓજીના પીઆઈ શૈલેષ રાતડાને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. જ્યારે વાડીના પીઆઈ જે.આર.ગામિતને એસઓજીમાં મુકવામાં આવ્યા છે. SOGના PI શૈલેષ રાતડાને લીવ રિઝર્વમાં મુકાયા વડોદરા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) માં ફરજ બજાવતા ASI લક્ષ્મી દેસાઈની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા નાર્કોટિક્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. નિવૃત્તિને આડે માત્ર 5 મહિના બાકી હતા ત્યારે જ હેરોઈનની હેરાફેરીમાં પોલીસની સંડોવણી ખુલતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં શંકાસ્પદ પ્રવૃત્તિને લઈ પોલીસ કમિશનર દ્વારા નિર્ણય લેવાયો છે. SOGના PI શૈલેષ રાતડાને લીવ રિઝર્વમાં મુકાયા છે.વાડીના PI જે.આર.ગામિતને SOGમાં મુકાયા છે. 47 લાખના હેરોઇન કેસમાં ચાલી રહી છે તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલે ટેકનિકલ સર્વેલન્સ અને આરોપી સપ્લાયરોની પૂછપરછના આધારે મજબૂત કડીઓ મેળવી હતી. લક્ષ્મી દેસાઈ અને ડ્રગ્સ માફિયાઓ વચ્ચેના આર્થિક વ્યવહારો અને સંપર્કોની વિગતો પણ પોલીસના હાથમાં આવી છે.રિમાન્ડ દરમિયાન આ રેકેટમાં અન્ય કોઈ પોલીસ અધિકારી કે મોટા માથાઓ સામેલ છે કે કેમ તેની વિગતો બહાર આવવાની શક્યતા છે. આ પણ વાંચોઃ Bhuj એરપોર્ટ પર મોટી હોનારત ટળી, એર ઇન્ડિયાના વિમાનનું 3 નિષ્ફળ પ્રયાસ બાદ ચોથા રાઉન્ડે સુરક્ષિત લેન્ડિંગ

Read Full Story arrow_forward
Amreli News: ધાર્મિક સ્થળોની આસપાસ ફૂડ સેફ્ટી ટીમ દ્વારા ચેકીંગ, 19 ધંધાર્થીઓને પ્રમાણપત્ર અપાયા
calendar_today February 3, 2026

Amreli News: ધાર્મિક સ્થળોની આસપાસ ફૂડ સેફ્ટી ટીમ દ્વારા ચેકીંગ, 19 ધંધાર્થીઓને પ્રમાણપત્ર અપાયા

અમરેલી જિલ્લા કલેક્ટરની સૂચના અન્વયે જિલ્લામાં અલગ અલગ પવિત્ર યાત્રાધામ ખાતે ખાણીપીણીની દુકાનો પર ફુડ સેફ્ટી ટીમ દ્વારા સમયાંતરે તપાસણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લાઠીના ભુરખીયા મંદિર ખાતે ખાણીપીણીની દુકાનો પર ફૂડ સેફ્ટી ટીમ દ્વારા તપાસણી કરવામાં આવી હતી. ઉપરાંત તમામ દુકાનોને સ્વચ્છતા બાબતે પુરતી કાળજી લેવા અને હાઈજીનિક કન્ડિશન સંબંધિત સૂચનાઓ આપવામાં આવી હતી. ૧૯ જેટલા ધંધાર્થીઓને નોંધણી પ્રમાણપત્ર એનાયત આ ચેકિંગ દરમિયાન વિવિધ પ્રકારના ફૂડનો વેપાર કરતા કુલ ૧૯ જેટલા ધંધાર્થીઓને ફૂડ લાઇસન્સ માટેની પ્રક્રિયા હેઠળ નોંધણી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમરેલી વર્તુળ કચેરી દ્વારા ફૂડ લાઇસન્સ માટે નોંધણીને લઈને રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમરેલી વર્તુળ-કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ પણ વાંચોઃ Ahmedabad News: વસ્ત્રાપુર સરકારી વસાહતના 8મા માળે લાગી ભીષણ આગ

Read Full Story arrow_forward
Surat News: દક્ષિણ ઝોનની વાઈબ્રન્ટ સમિટના બીજા દિવસે સુરત ખાતે MSME કોન્કલેવ યોજાશે
calendar_today February 3, 2026

Surat News: દક્ષિણ ઝોનની વાઈબ્રન્ટ સમિટના બીજા દિવસે સુરત ખાતે MSME કોન્કલેવ યોજાશે

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ગુજરાતમાં મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો. રાજ્યમાં અગાઉ ૧૦ વાઇબ્રન્ટ સમિટના સફળ આયોજન બાદ રાજ્ય સરકારે પ્રથમવાર ગુજરાતના ચાર ઝોનમાં “વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ”નું આયોજન કર્યું છે.આ આયોજનના ભાગરૂપે સુરત ખાતે આગામી તા. ૯ અને ૧૦ એપ્રિલ-૨૦૨૬ના રોજ દક્ષિણ ગુજરાત ઝોનની ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવશે. વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમો પણ યોજવામાં આવશે આ ઝોનમાં તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરત ખાતે યોજાનાર બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ દરમિયાન વિવિધ વિષયો પર સેમિનારો, B2B અને B2G બેઠકો, પ્રદર્શનો વગેરે બહુ આયામી આયોજનો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત કોન્ફરન્સના બીજા દિવસે એટલે કે, તા. ૧૦ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ‘MSME કોન્કલેવ’નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માહિતીસભર સેમીનાર, પેનલ ડીસ્કશન, એક્ઝીબિશન તથા વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. પાંચ શ્રેણીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે ઉપરાંત, આ કોન્ક્લેવમાં દક્ષિણ ઝોનમાં સમાવિષ્ટ ૦૬ જિલ્લાઓમાં કાર્યરત માઇક્રો તથા સ્મોલ એકમો માટે ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ કરનારા વિવિધ એકમોને આ મુજબની કુલ પાંચ શ્રેણીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય અને પાત્રતા ધરાવતા MSME એકમો ઉપરોક્ત એવોર્ડ માટે શ્રેણી મુજબ અરજી કરી શકે છે. જે સંદર્ભે વધુ માહિતી માટે સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે. રાજ્યના ઉદ્યોગ વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આવતા મહત્તમ MSME ઉદ્યોગો અને ઉદ્યોગકારોને આ કાર્યક્રમનો સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ પણ વાંચોઃ Ahmedabad News: વસ્ત્રાપુર સરકારી વસાહતના 8મા માળે લાગી ભીષણ આગ

Read Full Story arrow_forward