android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot હત્યાકાંડ: બહેનને મેસેજ કરવાના મનદુઃખમાં જાહેરમાં ખેલાયેલા ખૂની ખેલ મામલે ACPનું નિવેદન
calendar_today February 3, 2026

Rajkot હત્યાકાંડ: બહેનને મેસેજ કરવાના મનદુઃખમાં જાહેરમાં ખેલાયેલા ખૂની ખેલ મામલે ACPનું નિવેદન

રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક ધોળા દિવસે બનેલી યુવાનની ઘાતકી હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ મામલે એસીપી (ACP) દ્વારા સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં હત્યા પાછળનું કારણ અને ઘટનાક્રમની વિગતો સ્પષ્ટ કરવામાં આવી છે.હત્યારા મહેશ જેઠવાએ નિલેશ પર છરી ઝીંકી એસીપીના જણાવ્યા અનુસાર, આજે બપોરે અંદાજે 4 વાગ્યાની આસપાસ સ્પીડવેલ કણકોટ રોડ પર આ હિંસક ઘટના બની હતી. આરોપી મહેશ જેઠવાએ જાહેરમાં નિલેશ ટોકિયો નામના યુવક પર તીક્ષ્ણ છરી વડે આડેધડ હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, હત્યારાએ નિલેશ પર 6 થી 7 જેટલા છરીના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાજર રહેલા અન્ય લોકોએ હત્યારાને અટકાવવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો. બહેનને મેસેજ કરવાના મનદુઃખમાં ખેલાયો ખુની ખેલ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક નિલેશ આરોપી મહેશ જેઠવાની બહેનને મેસેજ કરતો હતો. આ બાબતનું મનદુઃખ રાખીને મહેશે જાહેરમાં ખૂની ખેલ ખેલ્યો હતો. હત્યાના કૃત્યને અંજામ આપ્યા બાદ, આરોપી મહેશ જેઠવા પોતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ (સરન્ડર) કર્યું હતું. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાહેરમાં થયેલા આ હત્યાકાંડથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા પ્રસરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kolkata Earthquake : કોલકાત્તામાં ભૂકંપનો મોટો ઝટકો, રિક્ટર સ્કેલ પર 5.9ની તીવ્રતા નોંધાઈ
calendar_today February 3, 2026

Kolkata Earthquake : કોલકાત્તામાં ભૂકંપનો મોટો ઝટકો, રિક્ટર સ્કેલ પર 5.9ની તીવ્રતા નોંધાઈ

3 ફેબ્રુઆરી મંગળવારે રાત્રે કોલકાત્તાના ઘણા વિસ્તારમાં ભૂકંપના ઝટકાનો અનુભવ થયો છે. જેના કારણે લોકો પોતાના ઘર અને બિલ્ડિંગની બહાર નીકળી ગયા છે. ભૂકંપના ઝટકાને કારણે આસપાસમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારમાં નોંધાયું છે અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.9ની નોંધાઈ છે.  10-15 સેકન્ડ સુધી જમીન હલી અધિકારીઓના જણાવ્યા મુજબ પાડોશી દેશ મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ મંગળવાર રાત્રે કોલકાત્તા અને પૂર્વ ભારતના કેટલાક ભાગમાં સામાન્ય ઝટકાનો અનુભવ થયો છે. શહેરના લોકોએ રાત્રે લગભગ 9.05 વાગ્યે 10-15 સેકન્ડ સુધી જમીન હલી હોવાની જાણકારી આપી છે. જેના કારણે ઘણા લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા. જો કે અત્યાર સુધીમાં કોઈ વ્યક્તિ ઘાયલ થયું હોય કે નુકસાન પહોંચ્યું હોય તેવી જાણકારી સામે આવી નથી. ભૂકંપનું કેન્દ્ર લગભગ 10 કિલોમીટરની ઉંડાઈ પર હતું GFZ મુજબ મ્યાનમારમાં આજે સવારે 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, ભૂકંપનું કેન્દ્ર લગભગ 10 કિલોમીટરની ઉંડાઈ પર હતું. જેના કારણે ઝટકા એક મોટા ક્ષેત્રમાં વધારે સ્પષ્ટ રીતે અનુભવાયા. ઉલ્લેખનીય છે કે મ્યાનમાર દુનિયાની સૌથી સક્રિય સિસ્મિક ઝોનમાંથી એક છે. જ્યાં મોટી ફોલ્ટ લાઈન આવેલી છે. આ પહેલા માર્ચ 2025માં પણ મ્યાનમારમાં 7.7 તીવ્રતાનો મોટો ઝટકો આવ્યો હતો. જેને મ્યાનમારમાં ભારે તબાહી મચાવી હતી અને થાઈલેન્ડ તથા ચીન સુધી અસર જોવા મળી હતી.  આ પણ વાંચો : RBI MPC Meeting : 4 ફેબ્રુઆરીથી શરૂ થશે બેઠક, શું લોનધારકોને થશે ફાયદો?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : રાજકોટમાં જાહેરમાં યુવકની બર્બર હત્યા, બહેનને મેસેજ કરવાની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ
calendar_today February 3, 2026

Gujarat Latest News Live : રાજકોટમાં જાહેરમાં યુવકની બર્બર હત્યા, બહેનને મેસેજ કરવાની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward