Ahmedabad News: 'નો કેટલ ઝોન'માં મનપા અને પોલીસનું મેગા સર્ચ ઓપરેશન
અમદાવાદ શહેરમાં રખડતા પશુઓના ત્રાસને ડામવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને શહેર પોલીસ દ્વારા સંયુક્ત રીતે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા શહેરના અનેક વિસ્તારોને 'નો કેટલ ઝોન' જાહેર કર્યા બાદ, આ વિસ્તારોમાં પશુઓના ગેરકાયદેસર અડ્ડાઓ અને વાડાઓ દૂર કરવા માટે મોટું ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.નો કેટલ ઝોનમાં રખડતા પશુઓને લઇ ચેકિંગતંત્ર દ્વારા ગોતા, નવા વાડજ, નારણપુરા, ખાડિયા, મણીનગર અને કાંકરિયા જેવા વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત નવરંગપુરા સ્ટેડિયમ, ચાંદખેડા, મોટેરા અને સાબરમતી જેવા 'નો કેટલ ઝોન'માં પણ સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. આ કામગીરી દરમિયાન લાયસન્સ ધરાવતા પશુ માલિકોના વાડાઓમાં પણ તપાસ કરવામાં આવી હતી. અમદાવાદ મનપા અને પોલીસની સંયુક્ત કામગીરીતપાસ દરમિયાન 94 જેટલા પશુઓ રખડતા મળી આવતા તેમને તાત્કાલિક શહેર બહાર ખસેડવામાં આવ્યા છે. આ અભિયાન હેઠળ 19 ગેરકાયદેસર વાડા અને 1 પાણીનો હવાડો તોડી પાડવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ પશુ માલિકો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી ચીમકી તંત્ર દ્વારા આપવામાં આવી છે. શહેરને રખડતા પશુમુક્ત બનાવવા માટે પોલીસ અને મનપાની ટુકડીઓ સતત કાર્યરત રહેશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward