India US Trade Deal News: મુખ્ય 4 શરતો બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે વેપાર કરારને આપી મંજૂરી
પીએમ મોદીએ આ નિર્ણયનું ઉષ્માભેર સ્વાગત કરતા કહ્યું કે, તે વિશ્વના બે સૌથી મોટા લોકશાહી દેશો વચ્ચે પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવશે. પરસ્પર સહયોગને વધુ મજબૂત મળશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-અમેરિકા વેપાર કરારની જાહેરાત કરતી વખતે ભારત પર લાદવામાં આવેલા ભારે ટેરિફમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી. જે હવે ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. અઠવાડિયાની અનિશ્ચિતતા પછી થયેલા આ કરારને બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ આ નિર્ણયનું જોરદાર સ્વાગત કર્યું અને કહ્યું કે તે વિશ્વના બે સૌથી મોટા લોકશાહી દેશો વચ્ચે પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવશે. વેપાર કરારની ચાર શરતો શું છે? 1. વેપાર કરારની શરતો હેઠળ, ભારત અમેરિકન ઉત્પાદનો પરના ટેરિફ અને નોન-ટેરિફ અવરોધો ઘટાડશે અને અમેરિકન કંપનીઓ માટે તેનું બજાર વધુ ખુલ્લું મૂકશે. 2. અમેરિકા રશિયા પાસેથી તેલ ખરીદી પર લાદવામાં આવેલા 25 ટકા વધારાના ટેરિફને દૂર કરવા સંમત થયું છે. જોકે આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને વિવિધ એજન્સીઓએ વિવિધ માહિતી પૂરી પાડી છે. 3. ટ્રમ્પે આ કરારને યુક્રેન યુદ્ધ સાથે સીધો જોડ્યો, કહ્યું કે રશિયા પાસેથી તેલ ન ખરીદવાથી મોસ્કો પર દબાણ આવશે અને યુદ્ધનો અંત લાવવામાં મદદ મળી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત અમેરિકા અને કદાચ વેનેઝુએલા પાસેથી વધુ તેલ ખરીદશે. 4. વધુમાં, આ કરાર હેઠળ, ભારત અમેરિકા પાસેથી ઊર્જા, ટેકનોલોજી, કૃષિ ઉત્પાદનો, પેટ્રોલિયમ, સંરક્ષણ, ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ, ટેલિકોમ અને વિમાન સહિત ઉત્પાદનોની ખરીદીમાં વધારો કરશે, જે યુએસ નિકાસને મોટો વેગ આપવાની અપેક્ષા છે. ઉદ્યોગ જગતમાં કેવી છે હલચલ ? ભારતીય ઉદ્યોગના ટોચના નેતાઓએ ભારત-અમેરિકા વેપાર કરાર ભારતની વૃદ્ધિની મહત્વાકાંક્ષાઓને નવી ગતિ આપશે અને દેશને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઉત્પાદન અને નવીનતાનું કેન્દ્ર બનવામાં મદદ કરશે. ભારતી એન્ટરપ્રાઇઝના સ્થાપક અને ચેરમેન સુનિલ મિત્તલ, આદિત્ય બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલા અને મહિન્દ્રા ગ્રુપના અનિશ શાહ સહિતના ઉદ્યોગ નેતાઓએ તેને ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. આ પણ વાંચોઃ Donald Trumpએ સોશિયલ મીડિયા પર India Gateનો ફોટો કર્યો શેર, રાષ્ટ્રપતિના કેપ્શને જગાવી ચર્ચા
Read Full Story arrow_forward