android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
World Cancer Day : GCRIમાં 26,810થી વધુ દર્દીઓને મળ્યું નવજીવન, 17,800થી વધુ સર્જરી થઈ
calendar_today February 3, 2026

World Cancer Day : GCRIમાં 26,810થી વધુ દર્દીઓને મળ્યું નવજીવન, 17,800થી વધુ સર્જરી થઈ

અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (GCRI)એ ફરી એકવાર સાબિત કર્યું છે કે, તે ફક્ત ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે કેન્સરની સારવાર, સંશોધન, અટકાયત અને પ્રારંભિક ઓળખ માટેનું મુખ્ય રાષ્ટ્રીય કેન્દ્ર બની ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના આરોગ્ય માળખાને સુદૃઢ બનાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GCRIના મજબૂતીકરણ અને વિસ્તરણનો પાયો નાખ્યો હતો. તે જ દિશામાં આગળ વધતાં, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં GCRI રાષ્ટ્રીય સ્તરે કેન્સરની સારવાર માટે એક વિશ્વસનીય કેન્દ્ર તરીકે ઉભરી આવી છે.વર્ષ 2025માં GCRIમાં 26,810થી વધુ નવા કેન્સરના દર્દીઓનું રજિસ્ટ્રેશન થયું વિશ્વ કેન્સર દિવસ 2026ના સંદર્ભમાં જાહેર થયેલા આંકડાઓ મુજબ, વર્ષ 2025માં GCRIમાં 26,810થી વધુ નવા કેન્સરના દર્દીઓનું રજિસ્ટ્રેશન થયું, જેમાંથી 9147 દર્દીઓ ગુજરાત બહારના રાજ્યોમાંથી આવ્યા હતા. તેમાં સૌથી વધુ દર્દીઓ મધ્યપ્રદેશ (4,572), રાજસ્થાન (2678), ઉત્તરપ્રદેશ (1094), મહારાષ્ટ્ર (279) અને બિહાર (288)ના હતા. આ આંકડાઓ દર્શાવે છે કે, GCRI હવે એક સશક્ત નેશનલ રેફરલ સેન્ટર તરીકે સ્થાપિત થઈ ચૂકી છે, જ્યાં દેશના લગભગ તમામ રાજ્યોમાંથી કેન્સરના દર્દીઓ સારવાર માટે પહોંચી રહ્યા છે. અત્યાધુનિક સારવારની સુવિધાઓ પણ ઉપલબ્ધ અત્યાધુનિક ટેક્નોલોજી દ્વારા કેન્સરની સારવાર ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI)એ નવો માપદંડ સ્થાપિત કરી દીધો છે. અહીંયા હવે 50 રોબોટિક આસિસ્ટેડ કેન્સર સર્જરીઝ અને HIPEC (હાઇપરથર્મિક ઇન્ટ્રાપેરિટોનિયલ કીમોથેરાપી) જેવી અત્યાધુનિક સારવારની સુવિધાઓ પણ ઉપલબ્ધ થઇ ગઇ છે. ફક્ત 6 મહિનામાં જ GCRIમાં રેકોર્ડ 50 રોબોટિક આસિસ્ટેડ કેન્સર સર્જરીઓ થઈ છે, તેમજ ગત 3 વર્ષોમાં કેન્સર સંબંધિત 40 HIPEC પ્રોસીજર્સ પણ સફળતાપૂર્વક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, HIPEC એક એવી જટિલ પ્રક્રિયા છે, જે પેટની અંદર ફેલાયેલા કેન્સર માટે ઉપયોગી છે અને હવે આ ટેક્નોલોજી દર્દીઓ માટે GCRIમાં ઉપલબ્ધ છે. આ જ રીતે PET-CT સ્કેન (Positron Emission Tomography - Computed Tomography) પણ કેન્સરની તપાસ અને સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી સૌથી અદ્યતન અને સચોટ તકનીકોમાંની એક છે. સરળ ભાષામાં કહીએ તો, આ બે અલગ-અલગ પ્રકારની તપાસ (PET અને CT) નું એક હાઇબ્રિડ સંયોજન છે, જે શરીરની અંદરની બાબતો વિશે ખૂબ જ વિગતવાર માહિતી આપે છે. GCRIમાં PET-CT તપાસની સંખ્યા પણ વર્ષ 2021માં 1813થી વધીને વર્ષ 2025માં 6,333 થઈ ગઈ છે. વર્ષ 2025માં GCRIમાં 2.59 લાખથી વધુ OPD વિઝિટ્સ કેન્સરની સારવામાં GCRIની વધતી જતી વિશ્વસનીયતાને કારણે વર્ષ 2025માં 2.59 લાખથી વધુ OPD વિઝિટ્સ નોંધવામાં આવી. આ જ સમયગાળામાં 50 બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સહિત 17,800થી વધુ સર્જરીઓ કરવામાં આવી છે. ઉપરાંત, આ જ વર્ષે કેન્સરની સારવાર માટે 50,130થી વધુ કીમોથેરાપીઓ, 5,852 રેડિયેશન ટ્રીટમેન્ટ્સ અને 24.6 લાખથી વધુ લેબોરેટરી તપાસ પણ કરવામાં આવી છે. વધુમાં, કેન્સરની અટકાયત અને પ્રારંભિક ઓળખને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને GCRIએ 2025માં સમગ્ર ગુજરાતમાં 110 સામુદાયિક સ્ક્રીનિંગ કેમ્પ્સ આયોજિત કર્યા, જેમાં 12,000થી વધુ લોકો સામેલ થયા. ઓક્ટોબર 2021થી શરૂ થયેલ ‘નો-કોસ્ટ કેન્સર સ્ક્રીનિંગ OPD’માં અત્યારસુધીમાં 50,000થી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી 118 કેન્સરના મામલાઓની ઓળખ પ્રારંભિક તબક્કામાં કરવામાં આવી છે. વિશ્વ કેન્સર દિવસ પર GCRI કરશે 500 કેન્સર સર્વાઇવરોનું સન્માન આ જ રીતે, HIV સંક્રમિત મહિલાઓ (PLHA) માટે આયોજિત કરવામાં આવેલા HPV DNA સ્ક્રીનિંગ કાર્યક્રમમાં પણ 1400થી વધુ મહિલાઓની તપાસ કરવામાં આવી, જેમાંથી 21 ટકા મહિલાઓ HPV પોઝિટિવ હતી અને આગળની તપાસમાં 57 સર્વિક્સ કાર્સિનોમા ઇન-સિટુ (CIN)ના મામલાઓ સામે આવ્યા, જેના કારણે સમયસર સારવાર શક્ય બની. વિશ્વ કેન્સર દિવસ 2026 નિમિત્તે 4 ફેબ્રુઆરીના રોજ GCRIમાં 10 વર્ષથી વધુ સમયથી કેન્સર-મુક્ત રહેનારા 500 સર્વાઇવરો માટે વિશેષ સન્માન સમારોહ આયોજિત કરવામાં આવશે, જે સમાજને એક મજબૂત સંદેશ આપશે કે સમયસર અને યોગ્ય સારવાર થકી કેન્સર જેવા રોગ પર વિજય મેળવવો સંભવ છે.આ પણ વાંચો : Bhavnagar માં આવાસ કૌભાંડ જેવી સ્થિતિ? 120 માંથી 34 મકાનો ભાડે અને 37 બંધ હાલતમાં મળ્યા

Read Full Story arrow_forward
Americaની Ankita Patelએ સાંઈ બાબાને ₹1 કરોડનો સોનાનો મુગટ કર્યો અર્પણ
calendar_today February 3, 2026

Americaની Ankita Patelએ સાંઈ બાબાને ₹1 કરોડનો સોનાનો મુગટ કર્યો અર્પણ

સોનાનો મુગટ આશરે 700 ગ્રામ વજનનો હતો અને તેને સાંઈ બાબા સંસ્થાનના સીઈઓ ગોરક્ષ ગાડિલકરને સોંપવામાં આવ્યો હતો. સાંઇ ભક્તની અનોખી આસ્થા લાખો શ્રદ્ધાળુઓની આ શ્રદ્ધા ફક્ત દર્શન પૂરતી મર્યાદિત નથી. પરંતુ સેવા, બલિદાન અને દાન દ્વારા પણ સતત વ્યક્ત થાય છે. અમેરિકાની સાંઈ ભક્ત અંકિતા રાજેન્દ્ર પટેલે સાંઈ બાબાને સુંદર અને કોતરણી કરેલ સોનાનો મુગટ અર્પણ કરીને પોતાની ભક્તિ દર્શાવી હતી. સોનાનો મુગટ આશરે 700 ગ્રામ વજનનો છે અને તેની કિંમત ₹1 કરોડ 1 લાખ 38 હજાર 100 હોવાનો અંદાજ છે. આ મુગટ સત્તાવાર રીતે સાંઈ બાબા સંસ્થાનના સીઈઓ ગોરક્ષ ગાડિલકરને સોંપાયો હતો. અંકિતા પટેલનું કરાયુ સન્માન સોનાનો મુગટ અર્પણ કર્યા બાદ સાંઈ બાબા સંસ્થાને ઉદાર સાંઈ ભક્ત અંકિતા રાજેન્દ્ર પટેલનું સન્માન કર્યું અને તેમના ઉદાર દાન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સાંઈ ભક્તો, ઔદ્યોગિક જૂથો, બેંકો અને સામાજિક સંગઠનો સંસ્થાનના વિવિધ સેવાકીય પહેલોને સતત સમર્થન આપે છે. આ જ દિશામાં, યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ તેના સીએસઆર ફંડ દ્વારા સંસ્થાનની બંને હોસ્પિટલોને કુલ ₹1.93 કરોડના અત્યાધુનિક તબીબી ઉપકરણોનું દાન કર્યું હતુ. અગાઉ પણ કરાયુ છે દાન આ દાનમાં બે અદ્યતન 3D નેફ્રોસ્કોપી મશીનો અને 2D કેમેરા સિસ્ટમનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ સંસ્થાની બંને હોસ્પિટલોમાં કરવામાં આવશે. મુખ્ય કાર્યકારી અધિકારી ગોરક્ષ ગાડિલકરે જણાવ્યું હતું કે આ મશીનો કિડની સંબંધિત રોગોનું વધુ સચોટ, ઝડપી અને અસરકારક નિદાન અને સારવાર શક્ય બનાવશે. આ પ્રસંગે સાંઈ બાબા સંસ્થાને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી પાંડેનું ખાસ સન્માન કર્યું હતું. આ પણ વાંચોઃ પ્રતિબંધ છતાં ચૂંટણી પર આવામી લીગનો પ્રભાવ, Sheikh Hasinaના પક્ષે શું કર્યુ આયોજન?, જાણો

Read Full Story arrow_forward
Ahmedabad News : મણિનગરની દુર્ગા સ્કૂલ વિવાદમાં, વોટર બોટલમાં ગોળી નાખવાની ઘટના બાદ DEO ની લાલ આંખ
calendar_today February 3, 2026

Ahmedabad News : મણિનગરની દુર્ગા સ્કૂલ વિવાદમાં, વોટર બોટલમાં ગોળી નાખવાની ઘટના બાદ DEO ની લાલ આંખ

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી દુર્ગા સ્કૂલમાં એક વિદ્યાર્થીની વોટર બોટલમાં કોઈએ અજાણી ગોળી નાખી દેતા ભારે ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાની જાણ થતાં જ વાલીઓમાં રોષ ફેલાયો હતો અને ઝેર આપવામાં આવ્યું હોવાની અફવાઓને કારણે શિક્ષણ જગતમાં ચકચાર મચી હતી. જોકે, રાહતની વાત એ છે કે પીડિત વિદ્યાર્થી હાલ સંપૂર્ણપણે સ્વસ્થ છે. આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ (DEO) તાત્કાલિક પગલાં લેતા શાળા સંચાલકોને રૂ. 10,000 નો દંડ ફટકાર્યો છે અને કડક નોટિસ પાઠવી છે.CCTV ફૂટેજ મંગાવાયા શિક્ષણ વિભાગ દ્વારા શાળાને આપવામાં આવેલી નોટિસમાં સમગ્ર ઘટનાનો વિસ્તૃત ખુલાસો માંગવામાં આવ્યો છે. શાળામાં સીસીટીવી કેમેરા હોવા છતાં આવી ઘટના કેવી રીતે બની અને તે સમયે સ્ટાફની શું ભૂમિકા હતી, તે જાણવા માટે ડીઈઓ દ્વારા સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષામાં થયેલી આ ગંભીર બેદરકારીને પગલે અન્ય શાળાઓ માટે પણ આ એક લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. હાલ પોલીસ અને શિક્ષણ વિભાગ આ ગોળી કોણે નાખી અને તેનો હેતુ શું હતો તે દિશામાં ઉંડી તપાસ કરી રહ્યા છે. આ પણ વાંચો : Ahmedabad News : એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત, કાચ ભરેલી ટ્રક પલટી મારતા અમદાવાદ-વડોદરા માર્ગ પર ટ્રાફિક જામ

Read Full Story arrow_forward