android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Business News : અમેરિકી બજારોમાં હવે ગુંજશે 'મેડ ઈન ઈન્ડિયા', ટેક્સટાઇલ અને જ્વેલરી સેક્ટર માટે વિજયાદશમી જેવો માહોલ
calendar_today February 3, 2026

Business News : અમેરિકી બજારોમાં હવે ગુંજશે 'મેડ ઈન ઈન્ડિયા', ટેક્સટાઇલ અને જ્વેલરી સેક્ટર માટે વિજયાદશમી જેવો માહોલ

ભારત અને અમેરિકા વચ્ચે થયેલા મહત્વપૂર્ણ વેપાર કરારને ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC) ના ગુજરાત ચેપ્ટર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. આ કરાર મુજબ, અમેરિકાએ ભારતીય નિકાસ પરના અસરકારક ટેરિફ રેટને 50% થી ઘટાડીને માત્ર 18% કરવાની સંમતિ આપી છે, જે તાજેતરના વેપાર તણાવને ઘટાડવામાં મોટી ભૂમિકા ભજવશે. IACC ગુજરાતના ચેરમેન અમિત દોશીએ આ પગલાને આવકારતા જણાવ્યું હતું કે, આ કરાર ઉદ્યોગ જગત અને રોકાણકારો માટે સકારાત્મક સંકેત છે. તેનાથી બંને દેશો વચ્ચે આર્થિક જોડાણ ઊંડું બનશે અને વેપારમાં વધુ સ્પષ્ટતા તેમજ આગાહીક્ષમતા આવશે.આર્થિક ક્ષેત્રે ભારતની મોટી જીત આ સમજૂતીને કારણે ભારત અન્ય એશિયન ઉભરતા બજારોની સરખામણીમાં નિકાસ સ્પર્ધાત્મકતામાં આગળ નીકળી જશે. વર્ષ 2025 ના આંકડા મુજબ, ભારતની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો લગભગ $92 બિલિયન (20%) જેટલો છે. સુધારેલા ટેરિફ માળખાથી ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ સામાન, લેધર અને કેમિકલ જેવા ક્ષેત્રોને સીધો લાભ મળશે. IACC ગુજરાત આ કરારના ફાયદાઓ છેવાડાના ઉદ્યોગો સુધી પહોંચે તે માટે કટિબદ્ધ છે, જેથી લાંબાગાળાની આર્થિક ભાગીદારી વધુ મજબૂત બની શકે. આ પણ વાંચો : Union Budget 2026 : અંકલેશ્વરના ઉદ્યોગકારોએ બજેટને વધાવ્યું, ઉદ્યોગકારોમાં ખુશીની લહેર

Read Full Story arrow_forward
Gandhinagar News: લોકાર્પણના મુહૂર્ત પહેલા જ વાવોલ અંડરપાસ શરૂ, લાઈટિંગ વગર રાત્રિના સમયે અકસ્માતનો ભય
calendar_today February 3, 2026

Gandhinagar News: લોકાર્પણના મુહૂર્ત પહેલા જ વાવોલ અંડરપાસ શરૂ, લાઈટિંગ વગર રાત્રિના સમયે અકસ્માતનો ભય

ગાંધીનગર શહેર અને વાવોલને જોડતા રેલવે લાઈન પરના નવનિર્મિત અંડરપાસને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ આ અંડરપાસનું હજુ સુધી સત્તાવાર લોકાર્પણ કરવામાં આવ્યું નથી, તેમ છતાં વાહનચાલકોએ પોતાની સુવિધા ખાતર આ અંડરપાસનો ઉપયોગ શરૂ કરી દીધો છે.ગાંધીનગર અને વાવોલને જોડતો અંડરપાસ ગાંધીનગર અને વાવોલ વચ્ચેના ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે આ અંડરપાસ અત્યંત મહત્વનો છે, પરંતુ ઉતાવળમાં તેને શરૂ કરી દેવો જોખમી સાબિત થઈ શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અંડરપાસમાં હજુ ફિનિશિંગ અને લાઈટિંગની કામગીરી પૂર્ણ થઈ નથી. અંડરપાસની અંદર પૂરતી રોશની ન હોવાને કારણે રાત્રિના સમયે વાહનચાલકો માટે ગંભીર અકસ્માત થવાનો ભય સતત મંતરાઈ રહ્યો છે. અંડરપાસમાં હજુ લાઇટિંગ કામગીરી પણ બાકી કોર્પોરેશન દ્વારા હજુ પ્રોટોકોલ મુજબ લોકાર્પણની તૈયારીઓ બાકી હોવા છતાં, બેરિકેડ્સ હટાવીને લોકોએ અવરજવર શરૂ કરી દીધી છે. વહીવટી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને લાઈટિંગ જેવી પ્રાથમિક સુવિધાઓ સત્વરે પૂર્ણ કરી સત્તાવાર રીતે માર્ગ ખુલ્લો મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે. ત્યાં સુધી રાત્રિના સમયે અહીંથી પસાર થતા વાહનચાલકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahalના શહેરામાં ગુરુ-શિષ્યના સંબંધો લજવાયા, ધો-12ના વિદ્યાર્થીએ શિક્ષિકાને ઝીંકી દીધો લાફો
calendar_today February 3, 2026

Panchmahalના શહેરામાં ગુરુ-શિષ્યના સંબંધો લજવાયા, ધો-12ના વિદ્યાર્થીએ શિક્ષિકાને ઝીંકી દીધો લાફો

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં શિક્ષણ જગતને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. શાળામાં મોડા આવવાનું કારણ પૂછવા જેવી સામાન્ય બાબતે એક વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાની જ મહિલા શિક્ષિકા પર હાથ ઉપાડીને થપ્પડ મારી દીધી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના શૈક્ષણિક આલમમાં ભારે રોષ અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે. શહેરાની એક શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થીને શાળાએ મોડા આવવા બદલ ઠપકો આપ્યો હતો અને મોડા આવવાનું કારણ પૂછ્યું હતું.શિક્ષિકાને થપ્પડ મારતા વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદઆ સામાન્ય શિસ્તની બાબતથી ઉશ્કેરાઈ ગયેલા વિદ્યાર્થીએ શિક્ષિકા સાથે ગેરવર્તન કર્યું હતું અને જાહેરમાં તેમને થપ્પડ મારી દીધી હતી. એટલું જ નહીં, વિદ્યાર્થીએ શિક્ષિકાને ગંભીર ધમકી આપતા કહ્યું હતું કે, "તમારે અહીં એકલા રહેવાનું છે", જેનો ઈશારો તેમના પર ભવિષ્યમાં હુમલો કરવા તરફ હતો. શિક્ષિકાએ આ અપમાન અને સુરક્ષાના જોખમ સામે અવાજ ઉઠાવતા શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. શહેરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરીપોલીસે આ મામલે વિદ્યાર્થી અને તેના વાલી સહિત કુલ 4 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. શારીરિક હુમલો અને ધમકી આપવા બદલ વિવિધ કલમો હેઠળ તપાસ હાથ ધરી છે. શાળાના અન્ય સ્ટાફ અને સાક્ષીઓના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધોને લાંછન લગાવતી આ ઘટના બાદ શાળાઓમાં શિક્ષકોની સુરક્ષાને લઈને ફરી એકવાર ચર્ચા જાગી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward