android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : ઘરકંકાસનો કરુણ અંશ, એફિલ ટાવરમાં 44 વર્ષીય સીમાબેન વાઘાણીએ જીવન ટૂંકાવ્યું
calendar_today February 3, 2026

Surat News : ઘરકંકાસનો કરુણ અંશ, એફિલ ટાવરમાં 44 વર્ષીય સીમાબેન વાઘાણીએ જીવન ટૂંકાવ્યું

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ એફિલ ટાવર એપાર્ટમેન્ટમાં રહેતા 44 વર્ષીય પરિણીતા સીમાબેન વાઘાણીએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ વરાછા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ આપઘાત હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ સીમાબેનના પિયર પક્ષ તરફથી આ ઘટનાને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મૃતકના ભાઈએ આક્ષેપ કર્યો છે કે તેની બહેનને લાંબા સમયથી સાસરિયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવતી હતી.વરાછામાં ચકચાર પરિવારના જણાવ્યા અનુસાર, સીમાબેનનો પતિ તેમને અવારનવાર ટોર્ચર કરતો હતો, જેના કારણે તે ભારે માનસિક તણાવમાં રહેતી હતી. અંતે સાસરિયાઓના ત્રાસથી કંટાળીને સીમાબેને મોતને વહાલું કર્યું હોવાનો પરિવારે દાવો કર્યો છે. આ મામલે વરાછા પોલીસે હાલમાં ગુનો નોંધીને પિયર પક્ષના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે. સાસરિયા પક્ષના સભ્યોની પૂછપરછ બાદ જ આપઘાતનું સાચું કારણ અને તેમાં સંડોવાયેલા લોકોની ભૂમિકા સ્પષ્ટ થશે. પોલીસ હાલ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ પણ વાંચો : Surat News : ટીપી સ્કીમનો વિવાદ વકર્યો, 1 લાખ લોકોના આશિયાના પર ખતરો...

Read Full Story arrow_forward
Kalolમાં લોહીના સંબંધો લજવાયા, સગીર ભત્રીજી પર દુષ્કર્મ આચરનાર કાકાને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
calendar_today February 3, 2026

Kalolમાં લોહીના સંબંધો લજવાયા, સગીર ભત્રીજી પર દુષ્કર્મ આચરનાર કાકાને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

કલોલની સ્પેશિયલ પોક્સો કોર્ટે માનવતાને શર્મસાર કરનારા એક કિસ્સામાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 17 વર્ષીય સગીર ભત્રીજીને નોકરી અપાવવાની લાલચ આપી તેના પર વારંવાર દુષ્કર્મ આચરનાર નરાધમ કાકા રમેશને કોર્ટે અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે.નોકરી અપાવવાના બહાને આચર્યુ હતું દુષ્કર્મ આ શરમજનક ઘટના ત્યારે બની હતી જ્યારે આરોપી કાકા પોતાની ભત્રીજીને નોકરી અપાવવાના બહાને રિક્ષામાં બેસાડીને લઈ ગયો હતો. રસ્તામાં કોઈ અવાવરું જગ્યાએ લઈ જઈને તેણે સગીરા પર ત્રણથી ચાર વાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસે કડક તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. પીડિતાને 5 લાખ સહાય આપવા આદેશ કલોલ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલની ધારદાર દલીલો, ભોગ બનનારની જુબાની અને મજબૂત વૈજ્ઞાનિક પુરાવાઓને ધ્યાને રાખી ન્યાયાધીશે આકરો નિર્ણય લીધો હતો. કોર્ટે આરોપી રમેશને: આજીવન કેદની સજા ફટકારી છે. રૂ.50,000નો દંડ કર્યો છે. પીડિતાના પુનઃવસન માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ₹૫ લાખની સહાય ચૂકવવા આદેશ કર્યો છે. આ ચુકાદાથી સમાજમાં એવો સંદેશ ગયો છે કે સંબંધોની મર્યાદા ઓળંગનાર અને માસૂમો પર અત્યાચાર કરનાર કોઈ પણ વ્યક્તિ કાયદાના સકંજામાંથી બચી શકશે નહીં. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar News: ગુજરાતને બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશન ઇકોસિસ્ટમ પુરસ્કાર એનાયત કરાયો
calendar_today February 3, 2026

Gandhinagar News: ગુજરાતને બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશન ઇકોસિસ્ટમ પુરસ્કાર એનાયત કરાયો

ગુજરાતે અન્ય ક્ષેત્રોની જેમ સિવિલ એવિએશન ક્ષેત્રે પણ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તાજેતરમાં હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ ખાતે તા. ૨૮ થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન યોજાયેલ 'વિંગ્સ ઇન્ડિયા-૨૦૨૬'માં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે.રામ મોહન નાયડુના હસ્તે ગુજરાતને બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશન ઇકોસિસ્ટમના પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે તેમ ગુજરાતના સિવિલ એવિએશન કમિશનર કે.એલ. બચાણીએ જણાવ્યું હતું. એરક્રાફ્ટ લીઝિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવે છે સિવિલ એવિએશન કમિશનર બચાણીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે,કેન્દ્રીય મંત્રીના હસ્તે એનાયત કરવામાં આવેલ આ પુરસ્કાર ગુજરાતની ઉડ્ડયન ક્ષેત્રની મેન્ટેનન્સ, રીપેર અને સમારકામ સહિતની માળખાકીય સુવિધાઓ તેમજ એરક્રાફ્ટ લીઝિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવે છે. ગુજરાતની સાથે-સાથે તેલંગાણા અને ઉત્તરાખંડ પણ આ શ્રેણીમાં સંયુક્ત વિજેતા રહ્યા છે.આ સિદ્ધિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના એવિએશન ક્ષેત્રને આર્થિક વિકાસનું મુખ્ય એન્જિન બનાવવા અને છેવાડાના માનવી સુધી એર કનેક્ટિવિટી પહોંચાડવાના રાજ્ય સરકારની દૂરદર્શિતાને સમર્પિત છે. વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ આ સન્માન વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ ઊભી કરવા અને હવાઈ મુસાફરીને સામાન્ય નાગરિક માટે વધુ સુલભ બનાવવા માટેની ગુજરાતની કટિબદ્ધતાને રજૂ કરે છે. નોંધનીય છે કે, અગાઉ ગુજરાતને ‘વિંગ્સ ઈન્ડિયા-૨૦૨૨’માં “Best State with a Dedicated Outlook for the Sector” તેમજ ‘વિંગ્સ ઈન્ડિયા-૨૦૨૪’માં ‘BEST STATE WITH A DEDICATED LOOKOUT FOR AVIATION SECTOR’નો એવોર્ડ પણ એનાયત થયો હતો.  આ પણ વાંચોઃ Amreli News : ધારીમાં એક સાથે 11 સિંહે રસ્તો ક્રોસ કરતાં વાહનો થંભી ગયા, જુઓ Video

Read Full Story arrow_forward